પહેલો સર્જક પરિચય ફાધર વાલેસથી આપું છું. સ્પેનમાં જન્મેલી આ વિરલ વ્યક્તિએ માત્ર ગુજરાતી ભાષાને પોતીકી જ બનાવી નથી, પણ ભારતીય સંસ્કારોને ઘણા સારી રીતે સમજ્યા છે અને સમજાવ્યા છે. મારા જેવા ઘણાને યુવાનીમાં તેમના લેખોએ જીવનનું અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે. તેમને મારો આ બ્લોગ સાદર અર્પણ કરતાં મને અત્યંત આનંદ થાય છે.
વાંચકોને વિનંતિ કે સામાન્ય અંગે નોંધ આપવી હોય તો અહીં સ્વાગત વિભાગમાં આપે. ખાસ કોઇ વ્યક્તિની બાબતમાં નોંધ આપવી હોય તો તે વ્યક્તિ અંગેની પોસ્ટમાં આપે.
આ એક બહુ જ મોટું કાર્ય મેં ઉપાડ્યું છે. પણ આપણા સાહિત્યકારોને આપણે નેટ ઉપર સન્માનિત કરવા હોય અને તેમને માટે ગુજરાતી વાંચકોને માહિતગાર કરવા હોય તો આ એક મદદગાર સ્થળ બની રહેશે તેવી મને આશા છે.
આથી સર્વ મિત્રોને વિનંતિ કે આપણા આ ભવ્ય વારસાને એક જ સ્થળે સંગ્રહિત કરવામાં મને માહીતિ આપશો, અને કોઇની પાસે આપણા સર્જકોની છબીઓ હોય તો તે મને મોકલશો તો હું પોતે આભારિત તો થઇશ જ , પણ માગુર્જરીની પણ તમે સેવા કરી લેખાશે.
જો બની શકે તો માહીતિ MS-WORD માં યુનીકોડમાં શ્રુતી ફોંટ માં ટાઇપ કરીને આપશો તો મારો ભાર ઓછો થશે. આમ ન થઇ શકે તો પણ કોઇ પણ માહીતિ આપતાં અચકાશો નહીં.