કાન્ત , Kant
![]()
“જલધિજલદલ ઉપર દામિની દમકતી, વ્યામિની વ્યોમસરમાંહી સરતી;
કામિની કોકિલા, કેલિ કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી.”
_____________________________
નામ
- મણિશંકર ભટ્ટ
ઉપનામ
- કાન્ત
જન્મ
- 20, નવેમ્બર- 1867 ; ચાવંદ – જિ. અમરેલી
અવસાન
- 16, જૂન - 1923; રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં
માતા
- મોતીબાઇ
પિતા
- રત્નજી
ભાઇ બહેન
- ભાઇ – ગૌરીસ્જંકર, માધવજી, હરજીવન, મણિશંકર, બહેનો- દયાબેન, પ્રાચીબેન
લગ્ન
- 1883- નર્મદા (નદી), અવસાન – 1891
- 1892- નર્મદા ( ન્હાની), અવસાન – 1918
સંતાનો
- 11 સંતાનો – 8 ના અવસાન તેમના જીવનકાળમાં થયા.
અભ્યાસ
- પ્રાથમિક - માંગરોળ, મોરબી
- માધ્યમિક – ગોંડળ , રાજકોટ
- 1888 – બી.એ – એલ્ફિન્સ્ટન કોલેજ મુંબાઇ, વર્ડ્ઝવર્થ અને મેકમીલન તેમના પ્રોફેસર હતા
વ્યવસાય
- 1889- સુરતમાં શિક્ષક
- 1890- વડોદરા કલાભવનમાં અધ્યાપક
- 1898-1923 – ભાવનગર રાજ્યમાં એજ્યુકેશન ખાતામાં
- 1906 થી - ડિરેક્ટર ઓફ એજ્યુકેશન
પ્રદાન
- અનેક સર્જનાત્મક અને સંપાદકીય ગ્રંથો
મૂખ્ય કૃતિઓ
- કાવ્યસંગ્રહ- પૂર્વાલાપ
- અનુવાદ- ગીતાંજલિ
- નાટકો- ગુરુ ગોવિંદસિંહ, રોમન સ્વરાજ્ય
- ઇતિહાસ- શિક્ષણનો ઇતિહાસ
જીવન
- જીવનમાં પિતા, બન્ને પત્નીઓ અને આઠ બાળકોના મૃત્યુ જોયાં
- 1900- સ્વિડનબોર્ગના વિચારોથી પ્રભાવિત થઇ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો - એ જમાનામાં ધર્મ એ વ્યક્તિની અંગત બાબત છે તેવી ક્રાંતિકારી માન્યતા
- 1902- સામાજિક વિરોધના કારણે આર્યસમાજમાં જોડાયા, પણ અંતરથી ખ્રિસ્તી જ રહ્યા,
- 1903- કલાપીના મરણ બાદ ‘કેકારવ’ નું પ્રકાશન
- પ્રભાશંકર પટ્ટણી, અને બળવન્તરાય ખાસ મિત્રો, તે વખતના બધા આગળ પડતા સાહિત્યકારો સાથે ગાઢ મૈત્રી
સાભાર
- ઊર્મિબેન, ગુજરાત સમાચાર
લીન્ક
હા ! મારે લખવું જ હતું ને સરળ બન્યું !શ્રીમાન સુરેશભાઈએ ખૂબ જ મહેનત કરીને આ “સર્જક પરિચય”
ભેટ આપણને ધરી છે ;તેમનો માનીએ તેટલો આભાર ઓછો જ પડે !વળી તેમણે તે નાટ્યકારો,કવિઓ,
અનુવાદ,સંપાદન,ઇતિહાસ એમ પાંચ સુન્દર વિભાગો પાડીને રજૂ કરેલો છે !આવો તૈયાર ખાવાનો ખોરાક
કોને ના ગમે ? ગુજરાતી વાંચકો એને સાર્થક કરશે ?
Comment by manvant — June 20, 2006 @ 2:10 pm
[...] મહારાજા સયાજીરાવે નામી-અનામી કલાકારોને રાજ્યાશ્રય આપી કલાપ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું. મહારાજા સયાજીરાવની નિશ્રામાં વિખ્યાત ઈટાલિયન કલાકાર ફેલિચી, બંગાળી શિલ્પી ફણીન્દ્રનાથ બોઝ, પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિવર્મા, સંગીતજ્ઞ ઉસ્તાદ ફૈયાઝખાં વગેરે સમાવિષ્ટ છે. ફણીન્દ્રનાથ બોઝની કલાની પ્રશંસા તો ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર પણ કરી ચૂક્યા છે. મહારાજાએ વિશ્વના ચિત્તાકર્ષક શિલ્પ-તૈલચિત્રોની પ્રતિકૃતિઓ કરાવી. ઈટાલીના કલાધામ વેનિસના કલાકાર ફેલિચીએ વડોદરાના રાજમહેલમાં રહીને કાંસા અને સંગેમરમરનાં ખૂબસૂરત શિલ્પ રચ્યાં; મૂર્તિઓ બનાવી; મનોહર તૈલચિત્રો પણ રચ્યાં. તને ખબર છે, અનામિકા, કે રાજા રવિવર્માએ વડોદરામાં રહીને જ આપણા દેશના પ્રથમ પૌરાણિક તૈલચિત્રોના નિર્માણની શરૂઆત કરી હતી? ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાળકેએ વડોદરાના કલાભવન ખાતે વિવિધ કલાઓનો અભ્યાસ કર્યો. મહર્ષિ અરવિંદને પણ મહારાજા સયાજીરાવે જ નિમંત્ર્યા હતા ને! સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ મણિશંકર રત્નજી ભટ્ટ વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક હતા. આપણા બંધારણના અગ્રગણ્ય ઘડવૈયા પૈકી એક બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (બી. આર. આંબેડકર)ની પ્રગતિમાં વડોદરાના સયાજીરાવ ગાયકવાડનો ફાળો મહત્ત્વપૂર્ણ છે. [...]
Pingback by અનામિકાને પત્ર: 10 « મધુસંચય — October 7, 2006 @ 5:39 am
‘પારિજાતનો સંવાદ’ વિભાગમાં આવેલો લેખ: ‘કવિ કાન્તને કેવો અન્યાય!’
http://www.gujaratsamachar.com/gsa/20061203/guj/supplement/parijaat.html
Comment by UrmiSaagar — December 3, 2006 @ 2:48 am
[...] જીવનઝાંખી [...]
Pingback by 16 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર — June 17, 2007 @ 3:15 am
જુગલકીશોર ભાઇની કોમેન્ટ -
કાન્ત આપણા બહુ ઉંચા ગજાના કવી. એમની કવીતામાં શબ્દો તો જાણે વસંત ઋતુમાં જાણે પુષ્પોનો ઢગલો ! એમનો લય એટલે તેલની ધાર. અને કલ્પનાવ્યાપાર તો આપણા જેવાની પહોંચની બહાર !
કાંત કલાપીના ગુરુ શા. એમની કવીતાઓને મઠારવામાં કાંતનો બહુ મોટો ફાળો. તેઓ આપણી ભાષાનું હીર હતા. એમના વીનાની આપણી કવીતા સાવ સુની સુની. એમને હૃદયપુર્વકની અંજલી.
Comment by સુરેશ જાની — June 18, 2007 @ 11:37 am