ગાંધીજી, Gandhiji

mahatma_gandhi_2.jpg‘મીઠાનો કાયદો તોડ્યો.’  – દાંડીકૂચ

‘કરેંગે યા મરેંગે.’ – 1942 ની લડત

‘સત્ય સિવાય બીજો કોઇ ઇશ્વર નથી.’

# જીવન  અને કવન વિશેની વેબ સાઇટ

# કુટુમ્બ વટવૃક્ષ

# ગાંધીડો મારો- મોભીડો મારો – કવિ કાગ.

________________ – હરીશ દવે

નામ

  • મોહનદાસ કરમચંદ ગાંધી

ઉપનામ

  • મહાત્મા ગાંધી, ગાંધીજી, બાપુ, રાષ્ટ્રપિતા

જન્મ 

  • 2- ઓક્ટોબર -1869  ;  પોરબંદર

અવસાન

  • 30 – જાન્યુઆરી,  1948   ;    દિલ્હી

કુટુમ્બ

  • માતા-  પૂતળીબાઈ ;   પિતા - કરમચંદ (કબા) ગાંધી
  • પત્ની - કસ્તૂરબા (લગ્ન- 1881 )  ;  પુત્રો -  હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ

અભ્યાસ

  • 1887 – મેટ્રીક - આલ્ફ્રેડ હાઈસ્કૂલ , રાજકોટ
  • કોલેજ – શામળદાસ કોલેજ, ભાવનગર
  • બૅરિસ્ટર (લંડન)

વ્યવસાય

  • આફ્રીકામાં વકીલાત
  • પછી દેશસેવા અને સમાજોધ્ધારમાં જીવન સમર્પિત.

પ્રદાન

  • ભારતની આઝાદી અને અસહકારના  શસ્ત્રના સર્જક
  • અનેક ઉચ્ચ કક્ષાના અને વિવિધ ક્ષેત્રમાં  શ્રેષ્ઠ કહી શકાય તેવા આંતરરાષ્ટ્રીય નેતાઓના પ્રેરણાસ્રોત
  • પાયાની કેળવણી, અછુતોધ્ધાર, અછુતો માટે હરિજન શબ્દના શોધક
  • જીવનભર સત્યશોધક
  • જગતની સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવી આત્મકથા અને અગણિત લેખો અને પત્રોના લેખક
  • અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને નિસર્ગોપચારના આજીવન પુજારી

ગાંધીજીના જીવન ઉપર, અંગ્રેજીમાં સરસ ડોક્યુમેન્ટરી ફિલ્મ.

( ‘ક્લિક’ કર્યા બાદ વીસેક મિનીટ રહીને જોશો ; તો સારી રીતે આ ૫ કલાક લાંબી ફિલ્મ જોઈ શકશો. )

જીવન ઝરમર

  • પિતા પોરબંદર રાજ્યના દીવાન; પછી રાજકોટના દીવાન
  • દાસી રંભાનો ધાર્મિક પ્રભાવ
  • 1888 – ઈંગ્લેંડ ભણવા ગયા, બેરિસ્ટર થયા.
  • દક્ષિણ આફ્રિકામાં વકીલાતની શરૂઆત
  • ટ્રેનમાંથી ફેંકાઇ ગયા બાદ જીવનમાં પરિવર્તન, જાહેર જીવન માં ઝંપલાવ્યું,
  • રંગદ્વેષ તથા બિન-ગોરાઓને થતા અન્યાયોનો વિરોધ, અસહકારના શસ્ત્રની શોધ
  • ફીનીક્ષમાં “ટોલ્સ્ટોય ફાર્મ”  આશ્રમ સ્થાપ્યો
  • 1915- ભારત આવી લોકમાન્ય ટિળક પાસે દેશસેવાનું વ્રત અને દેશભ્રમણ,
  • અમદાવાદમાં પ્રથમ કોચરબ તથા પાછળથી સાબરમતીમાં હરિજન આશ્રમની સ્થાપના
  • ગૂજરાત વિદ્યાપીઠ ની સ્થાપના, દેશસેવા તથા આઝાદીની લડતમાં ઝંપલાવ્યું
  • 1920 -  અસહકારનું આંદોલન
  • 1930 -  ઐતિહાસિક દાંડીકૂચ
  • 1942  -  “હિંદ છોડો” ચળવળ
  • 1948 -  30 જાન્યુઆરીએ બિરલા હાઉસ, દિલ્હી માં નથ્થુરામ ગોડસેથી ગોળીબાર દ્વારા હત્યા, દિલ્હીમાં અભૂતપૂર્વ કહી શકાય તેવી લાખોની જનમેદની વાળી સ્મશાનયાત્રા

મુખ્ય રચનાઓ

  • આત્મકથા - સત્યના પ્રયોગો
  • પ્રકાશન - હરિજન, યન્ગ ઇન્ડીઆ , નવજીવન વિ. ;
  • નિબંધો -  હિંદ સ્વરાજ, દક્ષિણ આફ્રિકાની લડતનો ઈતિહાસ, અનાસક્તિયોગ વિ.
  • પત્રલેખન – ગાંધીજીના પત્રો
  • સમગ્ર સાહિત્ય – ગાંધીજીનો અક્ષરદેહ (90 થી વધુ ગ્રંથો)

gandhiji_500_rs.jpg              gandhiji_100_yrs.jpg

સન્માન

  • દિલ્હીમાં ‘રાજઘાટ’ નામે સમાધિ, જ્યાં વિશ્વના અસંખ્ય નેતાઓએ ફૂલહાર દ્વારા અંજલી અર્પણ કરી છે.
  • મરણોત્તર ‘ભારત રત્ન’ ઇલ્કાબ
  • તેમની છબી વાળી રૂપીયાની ચલણી નોટો, સીક્કા, ટપાલ ટિકીટો છપાયાં છે.
  • તેમના જીવન ઉપર પ્રખ્યાત ફિલ્મ ‘ગાંધી’ બની છે.
  • તાજેતરમાં તેમના જીવનને કેન્દ્ર સ્થાને રાખી બનેલી ફિલ્મ ‘ગાંધીગીરી’ એ મોટી હલચલ મચાવી દીધી હતી.
  • તેમનો અવસાન દિન ‘શહીદ દિન’ ગણાય છે અને સમગ્ર દેશમાં સવારે 11-00 વાગે  બે મિનીટ મૌન પાળવામાં આવે છે.
  • આખા વિશ્વના અગણિત લોકોના હજુ પણ પ્રેરણાદાયી

33 thoughts on “ગાંધીજી, Gandhiji

  1. ગાંધીજીની વાત હોય અને અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને નિસર્ગોપચારની વાતો સામેલ ન હોય તો આખી વાર્તા અધૂરી જ લાગે. ગાંધીજી રાષ્ટ્રપિતા ગણાય છે એ વાત કેમ વિસરાણી? ગાંધીજીના મૃત્યુદિવસને ભારતમાં ‘શહીદ દિન’ તરીકે મનાવવામાં આવે છે અને એ દિવસે સવારે અગિયાર કલાકે આખા દેશે બે મિનિટનું મૌન પાળવાનું હોય છે એ વાત પણ અહીં સામેલ નથી. ગાંધીજીએ લખેલા પુસ્તકોની યાદી બનાવીએ તો આખું પાનું કદાચ ભરાઈ જાય. દુનિયામાં જેટલું કદાચ ગાંધીજી વિશે લખાયું છે એટલું અન્ય કોઈ મહાપુરુષ વિશે લખાયું નથી. ‘ગાંધીજીનો અક્ષરદેહ’ એ નવજીવન પ્રકાશન દ્વારા પ્રકાશિત લગભગ 90થી વધુ ગ્રંથોની શ્રેણી છે જેમાં ગાંધીજીના તમામ લખાણોનો એક જ શીર્ષક હેઠળ સમાવેશ થયો છે.

    બીજો એક સુધાર: ઘણી જગ્યાએ ‘ઠ’ ની જગ્યાએ ‘ટ’ લખાયો છે.

  2. આભાર , વિવેક! તેં સુચવેલા બધા સુધારા કરી લીધા. મને ઘણું ગમ્યું.

  3. Pingback: ગુજરાતી પ્રતિભા પરિચય » Blog Archive અનુક્રમણિકા … ક - થી - ઘ «

  4. BAPUJI IS OUR FATHER OF THE NATION.
    HE HAS BEEN THE GUIDING LIGHT OF NOT ONLY GUJARATI BUT FOR THE PEOPLE OF THE WORLD.
    HIS LIFE SAID THAT TRUTH IS GOD.
    NON VIOLENCE IS THE BEST WAY TO LIVE AND LET LIVE OTHERS.
    AS A LITTLE CHILD I WAS IN TEARS WHAN PANDIT JI SAID THAT OUR BAPUJI IS NO MORE ON RADIO ON JANUARY 30th 1948.
    BAPUJI IS THERE AND WANTS ALL OF US TO LIVE ON THAT PATH.
    “SATYAGRAHA”

  5. BAPUJI IS OUR FATHER OF THE NATION.
    HE HAS BEEN THE GUIDING LIGHT OF NOT ONLY GUJARATI BUT FOR THE PEOPLE OF THE WORLD.
    HIS LIFE SAID THAT TRUTH IS GOD.
    NON VIOLENCE IS THE BEST WAY TO LIVE AND LET LIVE OTHERS.
    AS A LITTLE CHILD, I WAS IN TEARS WHAN PANDIT JI SAID THAT “OUR BAPUJI IS NO MORE” ON THE RADIO ON JANUARY 30th 1948.
    BAPUJI IS THERE AND WANTS ALL OF US TO LIVE ON THAT PATH.
    “SATYAGRAHA”

  6. Pingback: ગાંધીડો મારો - મોભીડો મારો - કાગ. « અમીઝરણું…

  7. Pingback: Bansinaad

  8. Writing first time. Impressed highly with your blog. Very nice info about Bapuji. I came to know abt yr blog from Tahuko. Yhank you.

    -Harshad Jangla
    Atlanta, USA
    Jan 31 2007

  9. Pingback: બંધીયાર હવા - એક અવલોકન « ગદ્યસુર

  10. Pingback: BAPUJEE AND MY HOME - AMADAVAD,GUJARAT « તુલસીદલ

  11. આખા વિશ્વના અગણિત લોકોના પ્રેરણાદાયી વિષે થોડામાં લખવું શક્ય નથી.
    તેમણે સંદેશમાં એટલું જ કહ્યું કે-”મારુ જીવન જ મારો સંદેશ છે”.
    આમ આચારને પ્રાધાન્ય આપ્યું.
    આપણે તેમના ૧૧ વ્રત-અરે! તેમાનાં એક વ્રતને આચરીએ તો પણ જીવન સાર્થક થઈ જાય..
    કોટી કોટી વંદન સહ પ્રાર્થના કે નમ્રપણે આચરવાનું બળ મળે

  12. Pingback: 30 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

  13. jyan sudhi mane yaad chhe tyan sudhui Bapuji ni mashal ane temni lakadi ,
    Tangayika ne jyare aazadi malwani hati taya presedent Nyarere Pandit Naharu pase
    gaya hata ane Naherujie President Nyarerene masaal wari lakdi aapel .Bapuni vaat
    yaad rakhine Bharat na sarwe pramukho ne nave-sar thi bhantur karvanu rahese.
    Chandra

  14. બાપુને ભારત-રત્ન એનાયત થયો હોય એ વાત હજમ નથી થતી.
    જે રાષ્ટ્રપિતા ગણાયા હોય તેમને ફક્ત ‘ભારત-રત્ન’ કેમ કરી અપાય.

    મારા ખ્યાલથી એમને ભારત-રત્ન નથી અપાયો.

    શહિદ દિવસ બાપુના નહીં પણ ભગત સિંહના અવસાનને દિવસે મનાવાય છે – ૨૩ માર્ચ.

    ગાંધી અટકવાળા ફક્ત બે જ જણને ભારત રત્ન મળ્યો છે…

    Smt. Indira Gandhi : Bharat Ratna
    Public Affairs : 1971 : India : Uttar Pradesh

    Shri Rajiv Gandhi : Bharat Ratna
    Public Affairs : 1991 : India : Delhi

    આ વેબસાઇટ પર અવોર્ડીઝના નામ મળી રહેશે.
    http://india.gov.in/myindia/advsearch_awards.php

  15. Is is very difficlut to evaluate shri mahatma gandhi because he has been respected by the entire world as the greatest personality of 20h century.

    His influence was so strong and subtle that the self centered and fanatical mindsets in India had gone through a perceptive change about his deeds and achievements. It was the strength of his visions and deeds which had impacted the set mindsets with restricted vision and comprehension. In a way, he was instrumental in changing the fanatic mindsets of human beings world over by his universal appeals.

  16. Pingback: અનુક્રમણિકા – ગ « ગુજરાતી પ્રતિભા પરિચય

  17. Pingback: છાંયડો – એક અવલોકન « ગદ્યસુર

  18. ”મારુ જીવન જ મારો સંદેશ છે”.આજકાલના બની બેઠેલા ગાંધીવાદીઓ જીવનમા અને આચરણમાં ઉતારે એજ અભ્યર્થના.

  19. ભારતના આ વિશ્વવંદ્ય વિભૂતિનો ઐતિહાસિક દસ્તાવેજી ફિલ્મ અને અહેવાલ
    સાચે જ હૃદયને ભરી ગયો. આપને ખૂબ ખૂબ અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    • સુરેશભાઈ, આપના આ બ્લોગમાં મારો લેખ મુકવા માટે અને આપના
      પ્રતિભાવ માટે આપનો આભારી છું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s