“જળ કમળ છાંડી જાને બાળા….”
”વૈષ્ણવ જન તો તેને કહીએ જે…..”
”જશોદા ! તારા કાનુડાને….”
”અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ….”
”મારી હુંડી સ્વીકારો મહારાજ રે ….”
___
એક સરસ લેખ (સાભાર – શ્રી. કિશોર શાસ્ત્રી, ન્યુ જર્સી અને ‘જય હાટકેશ’ )
______________________________________________
ઉપનામ
નરસૈયો, આદ્યકવિ, આદિકવિ
જન્મ
આશરે – ૧૪૧૨/૧૪૧૪ – જૂનાગઢ
અવસાન
આશરે – ૧૪૭૯/૧૪૮૦/૧૪૮૧
કુટુમ્બ
દાદા – વિષ્ણુદાસ કે પરસોત્તમદાસ
પિતા – કૃષ્ણદાસ કે કૃષ્ણદામોદર
માતા – દયાકોર
પત્ની – માણેક
પુત્ર – શામળદાસ (જન્મ સં. ૧૯૪૭ મૃત્યુ સં – ૧૫૦૭)
પુત્રવધુ – સુરસેના
પુત્રી – કુંવરબાઇ (જન્મ સં. ૧૪૯૫ લગ્ન સં – ૧૫૦૪)
કાકા – પર્વત મહેતા
ભાઇ – બંસીધર કે મંગળજી કે જીવણરામ
ભાભી – ઝવેર મહેતી
વ્યવસાય
ભજનિક, આખ્યાનકાર
જીવન ઝરમર
- ૧૫મી સદી દરમિયાન ભારતમાં જે ભક્તિ આંદોલનની શરુઆત થઇ તેનો રંગ ગુજરાતને લગાડનાર કવિ.
- બાળપણમાં કદાચ મંદબુધ્ધિના હતા.
- માતાપિતા નાનપણમાં જ ગુજરી જવાથી ભાઇ-ભાભીએ મોટા કર્યા હતાં.
- દંતકથા મુજબ ભાભીએ મહેણું મારતાં અંતર જાગૃતિ થઇ. મહાદેવને પ્રસન્ન કર્યા અને મહાદેવે તેમને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યાં તથા સંવત ૧૪૮૭ના ચૈત્ર સુદ ૧૪ના રોજ એને કાવ્યપ્રસાદી આપી.
- ગોકુળ, મથુરા વગેરે સ્થળોએ ફરીને આવીને તેમણે સંવત ૧૪૩૩-૩૫માં જૂનાગઢમાં રહી કીર્તનો રચવા માંડ્યાં.
- તેમણે તુલસીક્યારા કર્તા હતા અને વૈરાગીઓને રહેવા માટે અખાડો પણ બંધાવ્યો હતો.
- તેમના મંડળમાં કેટલીક સ્ત્રીઓ પણ હતી. તેમની ચાર ભક્તસખીઓમાંથી એકનું નામ રતનબાઇ હતું.
- પુત્રીના સીમંતના પ્રસંગે, દીકરાના લગ્નમાં અને હાર ચોરીના આળ વખતે ભગવાને તેમને મદદ કરી હોવાની કીવદંતિ છે.
- તેમના પુત્રના વિવાહ વડનગરના પ્રધાન મદન મહેતાની પુત્રી સૂરસેના સાથે થયા હતાં.
- તેમની પુત્રીના વિવાહ ઉનાના શ્રીરંગ મહેતાના પુત્ર સાથે થયા હતાં.
- નાગર જેવી ઉચ્ચ જાતિના હોવા છતાં અછૂતોના વાસમાં જઇ ભજનો ગાનાર અને આખ્યાનો કરનાર સમાજ સુધારક કહી શકાય તેવા વિરલ વ્યક્તિ.
- સાવ દરિદ્ર હોવા છતાં અંગત પ્રસંગોમાં અને જુનાગઢના રાજા રા’માંડલિક સાથે ચમત્કારિક ઘટનાઓ બની.
- પ્રભાતિયાં, ‘ઝૂલણા’ છંદ અને ‘કેદારો’ રાગ તેમના ખાસ પ્રિય, પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાનમાર્ગની પરંપરાના પહેલાઉત્તમ કવિ.
- અમૂક રચનાઓનું તેમનું કર્તૃત્વ શંકાસ્પદ (?)
- તેમની અમુક રચનાઓની હસ્તપ્રત ‘ગુજરાતી પ્રેસ’ પાસે સંગ્રહીત છે.

ભક્ત શિરોમણી - બક્ષી પરિવાર તરફથી
ભાગવત વિદ્યાપીઠ, અમદાવાદમાં બક્ષી પરિવાર દ્વારા મુકાયેલ તેમનું ચિત્ર
રચનાઓ
- સુરતસંગ્રામ, હારમાળા, કૄષ્ણજન્મ વધાઇ, શ્રીકૃષ્ણવધાઇ, શ્રીકૃષ્ણવિહાર, દ્વાદશમાસ, રાસસહસ્ત્રપદી, ચાતુરીછત્રીસી, ગોવિંદગમન, શામળશાનો વિવાહ, ચાતુરીષોડશી, બાળલીલા, દાણલીલા, રાસલીલા, ઘડપણ વિશે વસંતવિલાસ, શૄંગાર, જ્ઞાન વૈરાગ્ય, ભક્તિ, હીંડોળા વગેરે વિષયના અપ્દ, નૃસિંહવિલાસ, સુદામાચરિત્ર, શૃંગારમાળા, હારમાળાનું પરિશિષ્ટ, દ્રૌપદીની પ્રાર્થના, મામેરું, સત્યભામાનું રુસણું, અંતરધાન સમયના પદ, માનલીલા, રુક્મિણીવિવાહ, પ્રેમભક્તિ પદસંગ્રહ, સહસ્ત્રપદીરાસ, શામળશાનો મોટો વિવાહ.
સન્માન
ગુજરાતના ઘરઘરમાં ગુંજતા પદો, ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં ‘નરસિંહ મહેતા’ એવોર્ડ આપવામાં આવે છે
સાભાર
- ‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – પ્રા. રમેશ શુકલ – પ્રવીણ પુસ્તક ભંડાર , શ્રી કનક રાવળ – શ્રી. રવિશંકર રાવળના ચિત્ર માટે
- નેટ ગુર્જરીને ફોટો માટે
- ‘પ્રાચીન કવિઓ અને તેમનિ કાવ્યકૃતિઓ’ – સં. રમણિક દેસાઇ

નરસૈંયો:ગુજરાતનો લાડકો ને માનીતો !
પાંચ અગત્યના જીવન પ્રસંગો :હાર,
હુંડી,મામેરું,બાપનું શ્રાદ્ધ અને શામળશાનો
વિવાહ.દરેક યાદગાર !એનાં પ્રભાતિયાં
ગુજરાતના ઘરેઘરમાં ગુંજે છે.સાથોસાથ
પદો ગાનારાં મીરાંબાઇને કેમ ભુલાય ?
આપણા સુરેશભાઈ આધુનિક નરસૈયા
જેવા જ નથી લાગતા ?જય શ્રી કૃષ્ણ !
જેને શ્રી કૃષ્ણકનૈયા ની રાસલીલા ના સાક્ષાતકાર થયા હોય એવા શ્રી નરસિંહ મહેતા ને કોટી કોટી વંદન.
હળવે હળવે હળબે હરજી મારે મંદિર આવ્યા રે;
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.
કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે;
લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.
ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે;
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઇ ફૂલી રે.
ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે;
જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.
પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે;
મળિયો મળિયો મળિયો મહેતા નરસૈંયાનો સ્વામી રે.
નરસિંહ મહેતાનું અધ્યાત્મથી ઇભરાતું પદ:
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે
દેહમાં દેવ તું તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે..
પવન તું, પાણી તું, ભૂધરા!
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એજ આશે..
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,
કનક-કુંડળ વિશે ભેદ ન્હોયે,
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે..
ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી
જેહને જે ગમે તેને પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એજ મન એમ સૂઝે..
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરો એજ પાસે,
ભણે નરસૈયો એ મન તણી શોધના,
પ્રીત કરૂં, પ્રેમથી પ્રગટ થાશે..
દિલીપ ર. પટેલ
TRUE BHAKTA OF GOD WHO WAS BLESSED BY SARASWATI MATA & CREATED CLASSICAL GUJARATI BHAJANS that person is NARSAIYO…I LOVE TO READ & HEAR HIS DEVOTIONAL SONGS…
Jaishreeben I am visiting your website again & REQUESTING YOU AGAIN TO VISIT mt website at>>
http://www.chandrapukar.wordpress.com Iwillwait to read your comments on the webpage of CHANDRAPUKAR..Dr. Chandravadan Mistry Lancaster CA
My Dear,
Please add all Bhajans of Narsi Mehta.
In case Audio can be added please add the same.
Bhupesh Patani
Toronto,Cnada
ગુજરાતી ભજનો સાંભળો -
http://www.swargarohan.org/Bhajan/index.htm
hello sir jani
jay ambe
i m looking long time for this kind web and you give me good gift today
thanks
nilay patel
Dear Sureshbhai,
I am receiving regular email from you via layastaro(fun4amdavadi group).I from UK and next month,am goin to get married.
I need your little help, want add really nice poem in my wedding invitation
If can write something for me or can guide me,i will be really thankful to u.
I have so much proud and affection of our language as being gujarati.My mail id is mehtamen@yahoo.com
Thank you so much in advance!I wiil really appreciate your help!
Kind Regards
Chirag Mehta
હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.
http://adhyaru.wordpress.com/2008/08/08/aaj-ni-ghadi-radiyamni-by-narsinh-mehta/
હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે;
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.
http://www.gunjarav.com/2008/09/blog-post_23.html
Dharma Rakshati Rakshitah ||
http://www.ekal.org
ગુજરાતને ભક્તિ રસમાં ભીંજવી કૃત્યકૃત્ય કરનાર ભક્ત કવિને સત સત નમન.
સમાજ સુધારક વિચારધારા અને પ્રભાતિયા એ મારા જીવનના પથ દર્શક છે.
રમેશ પટેલ(આકાશદીપ)
Ishvar saxatkar pachhi bakini jindagima je kain kahevayu chhe te no joto nahi male. —Junagadhi Rajpara
LOOKING FOR BOOK IN ENGLISH – AUTOBIOGRAPHY OF NARSI MEHTA
WANT TO GET PROPER NAME OF BOOK & WHERE I WOULD BE ABLE TO GET IT
ATUL
To
RSS
Tamari web site joi saras che .Ame Amara Ba Bapujini smrutima Ahmedabadma Shola Bhagvat Vidyapithma Bhakta kavi
Narshi Mahetani Murti Shree k.ka.shastrina haste mukavi che ane sathe Vaishnavjan nu bhajan pan che jokoine ras hoy to joi shake che. Narshi Mehta Nagar hata ane ame pan nagar che.
Mrs Desai
Hu tamne phota ane vigat mokli apish.
Maro mail kakubhen@aol.com
To
RSS
I want to send the Narshi Mehta’s photo please tell me how can i send you. please send me your mail.
Mrs Desai
Hello
can anyone please share narsinh mehta’s bhajans in audio, I love to hear those. I have few only. so please if anyone could do it, it would be a great service towards our journey to Krishna
After narsi mehta’s birth, he did not speak even a single word. after 7-8 years of his birth, the word he spoke was “RADHE-GOVIND..RADHE GOVIND” If anyone asked him anything, he would smile & say “RADHE-GOVIND”.
i have full AAKHYAN of narsee mehta ….contact 09930300875
Pingback: જળકમળ છાંડી જાને બાળા - નરસિંહ મહેતા | ટહુકો.કોમ
je manase bhagvan shodhava hoy te narshih maheta nu jivan charitra vanche. tene badhi j jagya e bhagvan dekhase. gani vakhat prabhu j aava temana parsado mokli ne aa lok na jivo nu kalyan karta hoy se. parntu jena purn karm jama thaya hoy to j prabhu na path par dag madi sake.
mara prabhu ni jay ho
jay shree krisna
je manase bhagvan shodhava hoy te narshih maheta nu jivan charitra vanche i fully agreed upon your greatest ever read comment with such a totality and frankness very much admiring and always remembering to me.
Aapno bhakt kavi narsingh mehta mate no alaukik abhipray mara jivan nu amulya bhathu chhe.jay shreekrishana
narshih maheta ni rachnavo khubj sundar 6e..
Nitesh chaudhary
books of him
Dear Sir
please send the detail information about gujarati sant shri Narsih Maheta with photos in gujarati language in may mail address
Thanking you
Abhi
ગુજરાતને ભક્તિ રસમાં ભીંજવી કૃત્યકૃત્ય કરનાર ભક્ત કવિને સત સત નમન
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય
NEED CORRECTION પુત્ર – શામળદાસ (જન્મ સં. ૧૯૪૭ મૃત્યુ સં – ૧૫૦૭) as જન્મ સં. ૧૪૪૭ મૃત્યુ સં – ૧૫૦૭)