મીરાંબાઇ
”રામ રમકડું જડીયું, રાણાજી મને…”
” હાં રે! કોઇ માધવ લ્યો, વેચંતી વ્રજનારી રે…”
”કાનુડો ન જાણે મારી પીડ… “
”ગોવિન્દો પ્રાણ અમારો રે! ….”
# રચનાઓ
_____________________________
ઉપનામ પ્રેમદિવાની
જન્મ આશરે 1498 – મેડતા, રાજસ્થાન
અવસાન આશરે 1565
કુટુમ્બ પિતા – રત્નસિંહજી , પતિ – મેવાડના પાટવી કુંવર ભોજરાજ
મૂખ્ય કૃતિઓ વ્રજ, રાજસ્થાની અને ગુજરાતીમાં 400 થી વધુ રામ અને કૃષ્ણ ભક્તિનાં પદો, કથાત્મક કાવ્ય – સત્યભામાનું રૂસણું , નરસિંહરા માહ્યરા
જીવન ઝરમર બાળપણમાં ગુજરાતી દાસી પાસેથી કૃષ્ણ ભક્તિના સંસ્કાર, નાની ઉંમરમાં પતિના મૃત્યુ બાદ સંસાર પરથી વૈરાગ્ય અને શક્તિપૂજક સાસરે તેની ભક્તિ શીલતા માટે ત્રાસ, દિયરે ઝેરનો પ્યાલો પણ પીવા આપ્યો પણ તેમાંથી ચમત્કારિક રીતે ઉગાર, મેવાડ ત્યજીને દ્વારકામાં વાસ અને ત્યાં જ અવસાન, પ્રેમલક્ષણા ભક્તિની ચરમસીમા, ગીતોમાં વૈવિધ્ય ઘણું ઓછું પણ ઉર્મિ અને ભક્તિની પ્રધાનતા
સન્માન ભારતભરમાં ઘેરે ઘેર તેમનાં પદો હજુ પણ ગવાય છે અને ગવાતા રહેશે.
સાભાર ‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – પ્રા. રમેશ શુકલ – પ્રવીણ પુસ્તક ભંડાર
ના મૈં જાણું આરતી વંદન,ના પૂજા કી રીત;હોં અણજાણી દરસ દિવાની
મેરી પાગલ પ્રીત !હે રી મૈ તો પ્રેમ દિવાની મેરો દરદ ન જાણે કોય !
લિયે રી મૈને દો નૈનોંકે દીપક લિયે સંજોગ …હે રી…
આસા કે દો ફૂલકી માલા સાંસોં કે સિન્દૂર ,ઇન પર ફૂલી ચલી રિઝાને
અપને મનકા મિત …હે રી .મૈંને નૈંન ડોરમેં સપને લિયે પિરોય !
દિન ડૂબા તારે મુરઝાયે સિસક સિસક ગઈ રૈન: બૈઠી સૂના પંથ નિહારું
બરસ બરસ ગયે નૈન ..ઘાયલ કી ગત ઘાયલ જાણે: કે જિણ ઘાયલ
હોય હે રી ….(મારું અતિપ્રિય ગીત ).
Comment by manvant — August 8, 2006 @ 5:40 pm
મીરાંબાઈનું જાણીતું પદ:
હરિ વસે છે હરિના જનમાં,
શું કરશો જઈ વનમાં… ટેક
ભેખ ધરીને તમે શીદ ભટકો છો,
પ્રભુ નથી વન કે અરણ્યમાં;
કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો,
પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ..
જોગ કરો ભલે જગન કરાવો,
પ્રભુ નથી વ્યોમ કે હવનમાં;
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,
હરિ વસે છે હરિના જનમાં… હરિ..
દિલીપ ર. પટેલ
Comment by Dilip Patel — August 9, 2006 @ 5:46 am
[...] # મીરાંબાઇ [...]
Pingback by અનુક્રમણિકા - મ « ગુજરાતી સારસ્વત પરિચય — November 15, 2006 @ 4:52 am
જન્મ આશરે ૧૪૯૮? એટલે કે નરસિંહ મહેતા (આશરે ૧૪૧૪) પછી?
જે નરસિંહ મહેતાના પદ મા મીરાનો ઉલ્લેખ સાથે િવરોધાભાસ કરે છે.
Comment by િચરાગ જયસ્વાલ — October 21, 2007 @ 4:33 am
જન્મ આશરે ૧૪૯૮? એટલે કે નરસિંહ મહેતા (આશરે ૧૪૧૪) પછી?
જે નરસિંહ મહેતાના પદ મા મીરાનો ઉલ્લેખ સાથે િવરોધાભાસ કરે છે.
-િચરાગ જયસ્વાલ
Comment by િચરાગ જયસ્વાલ — October 21, 2007 @ 4:35 am