“વાળી ઝૂડી મેં મંદિર સાફ કર્યા,
બારી- બારણે તોરણ ફૂલ ભર્યા.
મીટ માંડી હું આંગણિયે,
લળી તારા ચિત્ત લહું .”
- વિરાટની પગલી
” પૃથ્વીઉછંગે ઊછરેલ માનવી
હું માનવી માનવ થાઉં તો ઘણું.”
____________________________________________
* * * ર સ થા ળ * * *
# આ જીવન ઝાંખી પ્રસંગે એક ખાસ સંદેશ #
# રંગ રંગ વાદળીયાં : કહેજો જી રામ રામ : બાળકાવ્ય
# આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે ! : સ્તુતિ
# ઝાંઝરણું અલક મલકથી આવ્યું રે ! : લોકગીત
# ઘણ ઉઠાવ : નમું તને પત્થરને? : સોનેટ
# પ્રભુ દેજો : ત્રિપદીઓ
# હો ગીત કોણ ગાતું ઘેલું : મુક્તક
# બંધાઇ ગયું : પ્રણયનું એક લઘુકાવ્ય
# વૃત્તિની લીલા : સુંદરમ્ ની અંતરવાણી
# શ્રી અરવિંદ- દિવ્ય જીવન : સુંદરમ્ ના ધ્રુવતારકની વાણી
________________________________________________
# અને એક ગીત સાંભળો ! : મારી બંસીમાં બોલ બે વગાડી તું જા …
____________________________
નામ
ત્રિભુવનદાસ લુહાર
ઉપનામ
કોયા ભગત, સુંદરમ્
જન્મ
માર્ચ – 22, 1908; મિંયામાતર ( જિ. ભરૂચ)
અવસાન
જાન્યુઆરી – 13, 1991
કુટુમ્બ
- પિતા – પુરુષોત્તમદાસ લુહાર
- પત્ની – ; સંતાનો -
અભ્યાસ
- પ્રાથમિક – મિયામાતરમાં સાત ધોરણ સુધી
- માધ્યમિક – આમોદ તથા ભરૂચમાં.
- 1925-29 ગુજરાત વિધ્યાપીઠના સ્નાતક “ભાષાવિષારદ”
વ્યવસાય
- શિક્ષણ અને અધ્યાપન
- 1929 – સોનગઢ ગુરૂકુળમાં અધ્યાપક
- 1934 - અમદાવાદ જ્યોતિસંઘમાં શિક્ષક
- શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સાધના

જીવન ઝરમર
- ગાંધીયુગના ફિલસુફ કવિ અને સાધક
- સુંદરમ્ - ઉમાશંકરની જોડી ગણાતી
- અભ્યાસ છોટુભાઈ પુરાણીની આમોદની શાળામાં
- ભરૂચમાં સુપ્રસિદ્ધ વિવેચક વિશ્વનાથ મગનલાલ ભટ્ટના વિદ્યાર્થી
- ‘સાબરમતી’ ના તંત્રી

- 1969- ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
- 1945 - શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સહકુટુંબ સ્થાયી થયા
- અરવિંદ આશ્રમ – પોંડિચેરી ના ગુજરાતી ત્રિમાસિક ‘દક્ષિણા’ ના તંત્રી
- યુવાન વયમાં સાવ નાસ્તિક એવા કોયા ભગતની કડવી વાણી [ હવે હરિ વૈકુંઠ જાઓ ] થી શરુ થયેલી અને મધ્યમાં થોડી શ્રધ્ધાયુક્ત બનેલી [ તને નમું , પત્થરને ય હું નમું - 1939 ] જીવનયાત્રા શ્રધ્ધા થી છલકતી યોગ્ય વ્યક્તિની કેવળ પૂજામાં [ શ્રી અરવિંદ! શ્રી અરવિંદ ! હૃદય હૃદય, શ્રી અરવિંદ - 1967 ] સમર્પિત થઇ
દક્ષિણાનું પ્રતિક

મુખ્ય રચનાઓ
- કાવ્યસંગ્રહો – કોયા ભગવતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા,
- બાલ કાવ્યો – રંગ રંગ વાદળિયાં
- નવલકથા – પાવકના પંથે
- વાર્તાસંગ્રહો – હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન, તારિણી
- ચરિત્ર - શ્રી અરવિંદ મહાયોગી
- નિબંધ – ચિદંબરા, સા વિદ્યા
- પ્રવાસ - દક્ષિણાયન
- નાટ્યસંગ્રહ – વાસંતી પૂર્ણિમા
- વિવેચન – અર્વાચીન કવિતા, અવલોકના, સમર્ચના, સાહિત્યચિંતન
- અનુવાદ -
- આશ્રમ જીવન પહેલાં – ભગવદજ્જુકીયમ્ , મૃચ્છકટિક, કાયાપલટ, પરબ્રહ્મ
- શ્રી. અરવિંદ ઘોષ - મહાકાવ્ય ‘સાવિત્રી’, ઉત્તરપાડા વ્યાખ્યાન, યોગ અને તેનું લક્ષ્ય, પૂર્ણ યોગનું તત્વ જ્ઞાન, સ્વપ્ન અને છાયા ઘડી, વિદેહીઓના વાર્તાલાપો
- માતાજી – ભાવિ તરફ, ચાર તપસ્યાઓ અને ચાર મુક્તિ, સુંદર કથાઓ, અતિમાનસ, આદર્શ બાળક
સન્માન
- 1934- રણજિતરામ સુવર્ણ ચન્દ્રક
- 1946- મહીડા પારિતિષિક
- 1955 – નર્મદ સુવર્ણ ચન્દ્રક
- 1968- સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર
- 1987 - ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સન્માન
સાભાર
- ‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન
- બૃહદ્ ગુજરાતી કાવ્ય સમૃધ્ધિ – ઇમેજ પબ્લીકેશન
[...] સુંદરમ્ ની જીવનઝાંખી અહીં વાંચો. [...]
Pingback by સોનેટ: ‘નમું’ - સુન્દરમ્ « ઊર્મિનો સાગર — September 21, 2006 @ 2:30 pm |
[...] કવિ શ્રી સુંદરમ્ ની જીવનઝાંખી વાંચવા માટે અહીં ક્લિક કરો. [...]
Pingback by પ્રભુ, દેજો - સુન્દરમ « મોરપિચ્છ — September 21, 2006 @ 7:37 pm |
Dear Suresh and the team.
GREETINGS FOR THE GREAT WORK.
Now you did 100.
The Person who got this site is “SUNDARAM”
GUJARATI WHO WAS DEAR AND NEAR TO MANY BUT,TO
‘ARBINDO AND MA’ HE WAS THE SWEET HEART.
HE LIVED IN PONDICHARI ASHRAM AND STAY CONNECTED UN TILL 1991.
I KEEP HIM A LIVE IN MY HEART WITH HIS POEM…
HUN MANAVI MANAVTHAV TO GANHU.
S POEM
Comment by Rajendra Trivedi,M.D. — September 22, 2006 @ 12:52 am |
Murabbishree Sureshbhai,
Congratulations for your gujarati sarasvat parichay blog’s “din duni raat cauguni” progress. Your blogs are getting better and very rich with interesting posts and comments.
You should bring all gujarati sahitya bloggers together through this Gujarati sarasvat parichay blog to serve and enrich our matrubhasha.
Dilip R. Patel
Comment by Dilip Patel — September 22, 2006 @ 1:31 am |
ત્રિભુવનદાસ લુહાર- સુન્દરમ્
તું હ્રદયે વસનારી
તું હ્રદયે વસનારી તું હ્રદયે વસનારી,
ઘટ ઘટ ભીતર નરતનહારી તું હ્રદયે..
તું અંતરના તાર પરસતી અંગુલિ કો રઢિયાળી,
તું તિમિરોનાં ધણ વાળી લૈ કરત સદા રખવાળી. તું હ્રદયે..
તું માનસ અમ મુકુલિત કરતી ઉજ્જવલ કો ધ્યુતિ અરુણા,
તું જીવનના વ્રણ પર વરસત કોઈ અમીમય કરુણા. તું હ્રદયે..
તું જીવનની જન્મ- ક્ષણોની ધાત્રી પ્રાણ-પ્રદીપા,
તું કદમે કદમે પ્રજ્વલતી અગ્નિજ્યોત સજીવા. તું હ્રદયે..
તું નયનો પર પડદા ઢાળી, અન્ય નયન દેનારી,
તું જગમાં – જગપાર અનંતે અમ સંગે ઘૂમનારી. તું હ્રદયે..
તું આનંદ અનર્ગળ પ્રભુનો, તું પ્રભુની પર શક્તિ,
તું ઋત રાત સૌ ધારણહારી, તું અંતિમ અમ મુક્તિ. તું હ્રદયે..
તું અમ ચરણોની ગતિ, તું અમ નેત્ર તણી ધ્રુવતારા,
તવ હ્રદયે અમ વાસ સદા હો, હે હરિની રસધારા. તું હ્રદયે..
ત્રિભુવનદાસ લુહાર- સુન્દરમ્
મુકુલિત – ખીલેલું
ગાંધીયુગના જાણીતા કવિ-સાહિત્યકાર
જન્મ: મિયાંમાતર ( જિલ્લો- ભરૂચ)
22-3-1908 – 13-1-1991
Comment by Dilip Patel — September 22, 2006 @ 1:37 am |
[...] ગુજરાતી બ્લોગજગતમાં “ગુજરાતી સારસ્વત પરિચય” પ્રથમ ‘સહકારી’ ગુજરાતી બ્લોગ છે જેની ટીમના સભ્યો વિશ્વનાં અલગ અલગ ખૂણે સ્થિત છે. તેથી ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સર્જક ત્રિભુવનદાસ લુહાર ‘સુંદરમ્’ ની 100મી પોસ્ટ અમારા માટે એક આનંદદાયી સિદ્ધિ સાથે આત્મસંતોષની વાત બની છે. [...]
Pingback by સારસ્વત પરિચય : અનોખી સિદ્ધિ « મધુસંચય — September 22, 2006 @ 2:17 am |
[...] કવિ સુન્દરમનો વધુ પરિચય જાણવા માટે અહીં ક્લિક કરો. [...]
Pingback by ગુજરાતીલેક્સિકોન-ઉત્કર્ષ : બાનો ફોટોગ્રાફ - સુન્દરમ — November 10, 2006 @ 12:06 pm |
[...] કવિ શ્રી સુંદરમ્ ની જીવનઝાંખી વાંચવા માટે અહીં ક્લિક કરો. [...]
Pingback by ટહુકો.કોમ » પ્રભુ, દેજો - સુન્દરમ — November 17, 2006 @ 12:32 am |
[...] કવિ શ્રી સુંદરમ્ ની જીવનઝાંખી વાંચવા માટે અહીં ક્લિક કરો. [...]
Pingback by ટહુકો.કોમ » હંકારી જા - સુન્દરમ — November 18, 2006 @ 9:55 pm |
1985માં શ્રી સુંદરમ્ ને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. એમની કવિતાઓ ‘કોયા ભગતની કડવી વાણી’, ‘કાવ્યમંગલા’, ‘વસુધા’, ‘યાત્રા’, ‘વરદા’, ‘મુદિતા’, ‘લોકલીલા’, ‘દક્ષિણા-1,2′ જેવા વીસેક કાવ્યસંગ્રહોમાં સંગ્રહિત છે.કોયા ભગત એમનું ઉપનામ હોવા બાબત મને થોડી શંકા છે…એનું નિવારણ કરી શકાશે?
Comment by વિવેક — November 28, 2006 @ 9:10 am |
Sundarm on the process of poetry writing -
http://bazmewafa.blogspot.com/2006/12/blog-post_20.html
Comment by Suresh Jani — December 21, 2006 @ 4:00 pm |
[...] Filed under: સંપાદકીય — સુરેશ જાની @ 11:02 am # શ્રી. સુંદરમ્ ની જીવન ઝાંખી વાંચવા અ… [...]
Pingback by પ્રથમ શતક « ગુજરાતી સારસ્વત પરિચય — January 24, 2007 @ 11:10 am |
[...] જીવનઝાંખી [...]
Pingback by 22 - માર્ચ - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — માર્ચ 22, 2007 @ 10:49 pm |
mare jaruri mahaiti aatli zadap thi madi gaya no aanad…..
sakhattttt.,,,
dhanyawad sureshbhai….. tamane ane tamari team ne pan,,,,,,
Comment by suresh r patel — October 5, 2007 @ 5:52 am |
સુરતના શ્રી. ગોપાલ પારેખના ઈમેલ પરથી સાભાર ….
વાઘરીવાડની રૂડકી
- સુંદરમ્
વાઘરીવાડની રૂડકી એના લટિયે લટિયે લીંખ
અંગે અંગે ઓઘરાળા એના લૂગડાં પીંખાપીંખ
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે..
એક કાંખે એક છોકરું,બીજું હાથે ટીંગાતું જાય,
માથે મેલ્યા ટોપલા ઉપર માંખો બણબણ થાય
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે…
રૂડકીને ઘેર બોરની વાડી, વાઘરી જવાન જોધ
વાઘરી લાવ્યો વહુ બીજી ને રૂડકી રૂવે ધોધ.
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે….
રૂડકી લેતી ટોપલો માથે, નાનકાં લેતી બાળ,
હાથે પગે એ હાલી નીકળે, રામ માથે રખવાળ.
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે…..
રૂડકી વેચે કાંસકી સોયા,દામમાં રોટલા છાશ.
છાશનું દોણું કાંસકી સોયા, એજ એનો ઘરવાસ,
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે…
કોઇનો ઓટલો ચોતરો ચૌટું રાત પડે એના વાસ,
દિન આખો તે શેરીએ શેરીએ ભમતી રોટલા આશ,
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે…
નાગરવાડે નાત મળીને ગૌરી ગીતો ગાય,
ધીંગડવાગે ઢોલ પિપૂડી, ગામ આખું લહેરાય.
ભૂખી ડાંસ રૂડકી રે….
ધાવણી છોડીને તાવ ચડ્યોને નાનકી ભૂખી થાય,
છોકરાં લઇને રૂડકી બંને, નાગરવાડે જાય,
ભૂખી ડાંસ રૂડકી રે…
શેરીમાં બેસી નાત જમે ને ચૂરમા ઘી પીરસાય,
શેરી નાકે ભંગિયા,ઢેડાં,વાઘરાં ભેગાં થાય
ભૂખી ડાંસ રૂડકી રે…
રૂડકી ઊભે એક ખૂણામાં છોકરાં બઝાડી હાથ,
વાઘરાં કેરા થાય કોલાહલ, ખોલકાં ભૂંકે સાથ,
ભૂખી ડાંસ રૂડકી રે…
નાત જમી ત્યાં ઊઠે આખી, પાન સોપારી વહેંચાય,
વાઘરાં તૂટ્યાં પતરાળાં પર એઠું ઉપાડી ખાય,
ભૂખી ડાંસ રૂડકી રે…
રૂડ્કી દોડે વાઘરાં ભેળી,લૂંટાલૂંટ થાય,
અર્ધી ખાધેલ પતરાળી એક, હાથ આવી હરખાય,
ભૂખી ડાંસ રૂડકી રે…
ચોર્યું,ફેંદ્યુ ચુરમું શાક, ને ધૂળ ભરેલી દાળ,
રૂડકી કોળિયો છોકરાંને દે, ઉપરથી દે ગાળ,
ભૂખી ડાંસ રૂડકી રે…
નાતના વાળંદ લાકડી લઇ ને મારવા સૌને ધાય,
એ ધમાલમાં રૂડકીના થાળ કૂતરાં તાણી જાય,
ભૂખી ડાંસ રૂડકી રે…
પાનબીડાં લઇ નાત ઊઠે ને રૂડકી ખંખે રે હાથ,
દુનિયા કેરી દોરંગી લીલા દેખે દીનનો નાથ,
ભૂખી ડાંસ રૂડકી રે…
Comment by સુરેશ — January 18, 2008 @ 9:24 am |
તેમનો એક સરસ લેખ
http://www.readgujarati.com/sahitya/?p=1830
Comment by સુરેશ જાની — માર્ચ 24, 2008 @ 7:15 am |
Must appreciate.. a classic work
Comment by ratish kakkad — August 24, 2008 @ 9:43 pm |
[...] More about Poet નમું તને, પથ્થરને? નહીં, નહીં, શ્રદ્ધા તણા આસનને નમું નમું : જ્યાં માનવીનાં શિશુ અંતરોની શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી. [...]
Pingback by PoetryCorner - Kavi Sundaram « — માર્ચ 23, 2009 @ 6:23 am |