રમણભાઈ નીલકંઠ
“રસપાન કરો, રસપાન કરો, 
રસપાત્ર લઈ ઝટ હોઠ ધરો,
રસ છે મધુરો, પણ કોણ કળે?
કડવો બનશે કદી આપબળે?”
” એક સરખા દિવસ સુખના કોઇના જાતા નથી.
તેથી જ શાણા સજ્જનો લવલેશ મુંઝાતા નથી.”
- રાઈનો પર્વત
” મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.”
- ભદ્રંભદ્ર
__________________________
નામ
રમણભાઈ મહીપતરામ નીલકંઠ
જન્મ
13 - માર્ચ, 1886; અમદાવાદ
અવસાન
6 - માર્ચ, 1928 ; અમદાવાદ
કુટુમ્બ
- માતા – રૂપકુંવરબા ; પિતા – મહીપતરામ નીલકંઠ ( ગુજરાતમાંથી વિલાયત જનાર પ્રથમ વ્યક્તિ)
- પત્ની – પ્રથમ પત્ની હંસવદન (નાની ઉંમરે મૃત્યુ), બીજાં લગ્ન # વિદ્યાગૌરી સાથે (1887)
- પુત્રી - વિનોદિની - જાણીતાં સામાજિક કાર્યકર
અભ્યાસ
- પ્રાથમિક – અમદાવાદ
- માધ્યમિક – પંદર વર્ષે મેટ્રિક
- ગુજરાત કોલેજ (અમદાવાદ) તથા એલ્ફિન્સ્ટન કોલેજ (મુંબઈ) માં અભ્યાસ
- પ્રિવિયસમાં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ
- 1887- બી. એ. મુંબઈ યુનિવર્સિટી
- એલ.એલ.બી.
વ્યવસાય
- 1889 - સરકારી નોકરી; કારકુન, શિરસ્તેદાર, જજ( ગોધરામાં)
- વકીલાત
- લેખન
જીવન ઝરમર
- વકીલાતના વ્યવસાયમાં ભારે સફળતા
- હસ્તાક્ષરનિષ્ણાત
- જાહેર જીવનમાં ઝંપલાવ્યું
- 1897-98 અમદાવાદ સુધરાઈના સભ્ય
- 1912 - અમદાવાદ સુધરાઈના ઉપપ્રમુખ
- 1915-24 - અમદાવાદ સુધરાઈના પ્રમુખ
- 1926- ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
- 1887- 1918 - ‘જ્ઞાનસુધા’ માસિકના તંત્રી
- અનેક સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ પર
- અગ્રણી સમાજસેવક, પિતાના નામથી મહીપતરામ રૂપરામ અનાથ આશ્રમ બનાવ્યો
- પત્ની અને પુત્રી પણ જાણીતા સાહિત્યકાર અને સમાજ સેવક
મુખ્ય રચનાઓ
- નવલકથા – ભદ્રંભદ્ર , શોધમાં
- નાટક – રાઈનો પર્વત
- વિવેચન – સરસ્વતીચંદ્રનું અવલોકન, હ્રદયવીણાનું અવલોકન, બીજા લેખો.
- વાર્તા- નવલિકાઓ
- કાવ્ય- કેટલાંક કાવ્યો, ખંડકાવ્યો
- હાસ્ય - હાસ્ય મંદિર
- ચિંતન - ધર્મ અને સમાજ
- વિવેચન - કવિતા અને સાહિત્ય ભાગ 1-4
સન્માન
‘સર’ નો ખિતાબ - અંગ્રેજ સરકાર દ્વારા
સાભાર
‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ - રમેશ શુક્લ - પ્રવિણ પ્રકાશન.
રાઈ ને જાલકા એ તો બાજી કેરાં સોગઠાં:
છેતરે કોણ કોને જ્યાં રમે ખેલાડી એકઠાં ?
પ્રજાપાલકની વૃત્તિ માળીના જેવી છે ખરે !
ઉછેરે,ફળ લે બન્ને ..ઉખેડે પ્રીતિયે કરે !….(રાઇનો પર્વત).
Comment by manvant — September 27, 2006 @ 8:29 pm
[...] જીવનઝાંખી [...]
Pingback by 6 - માર્ચ - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — March 8, 2007 @ 12:56 am
[...] સારસ્વત પરિચય [...]
Pingback by વિનોદિનીબહેન નીલકંઠ « અનુપમા — March 16, 2007 @ 7:11 am