ગુજરાતી સારસ્વત પરિચય

October 5, 2006

નિરંજન ભગત

# “હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કરવા આવ્યો છું? “

# રચનાઓ – 1 : # અષાઢ આયો

_______________________

નામ

નિરંજન નરહરિભાઇ ભગત

જન્મ

18 – મે , 1926 ; અમદાવાદ

અભ્યાસ

  • એમ. એ.

વ્યવસાય

  • અધ્યાપન

જીવન ઝરમર

  • બંગાળી અને અંગ્રેજી કાવ્યોનું બહોળું વાંચન
  • ‘હાલતી ચાલતી વિદ્યાપીઠ’ જેવા કવિ
  • નગરજીવનનાં કાવ્યો એ સૌથી મોટું પ્રદાન
  • ઉત્તમ વક્તા
  • પરંપરિત હરિગીત અને ઝૂલણા છંદ તેમની વિશિષ્ટ મુદ્રા છે.
  • ‘પ્રવાલ દ્વીપ’ નો અંગ્રેજીમાં અનુવાદ થયો છે.

મુખ્ય રચનાઓ

  • કાવ્યસંગ્રહો – છંદોલય * , કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો, પ્રવાલ દ્વીપ , છંદોલય બૃહદ્ – સમગ્ર કવિતા
  • વિવેચન - કવિતાનું સંગીત, કવિતા કાનથી વાંચો, ન્હાનાલાલની ઊર્મિકવિતા, સ્વાધ્યાય લોક – અનેક ભાગ
  • અનુવાદ - ચિત્રાંગદા ( રવીન્દ્રનાથના નાટકનો ), ઓડનનાં કાવ્યો
  • સંપાદન - પ્રો. બ.ક.ઠાકોર અધ્યયન ગ્રંથ, મીરાંબાઇના કાવ્યો
  • ધાર્મિક – યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા
  • તંત્રી – ગ્રંથ, સાહિત્ય

સન્માન

  • 1969 - રણજિતરામ સુવર્ણચંદ્રક *
  • 1953-57 - નર્મદચંદ્રક *

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.

No Comments Yet »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.