“ આજની ઘડી રળિયામણી જી રે,
હાંરે મ્હારા વ્હાલાજી આવ્યાની વધામણી જી રે. ”
# રચના
________________________________
જીવનકાળ
18મી સદી પૂર્વાર્ધ
જીવન ઝરમર
- મુસ્લિમ કવિ
- મોટાભાગની કવિતા કૃષ્ણ ભક્તિ અને પ્રેમલક્ષણા ભક્તિના રંગે રંગાયેલી
- દોઢસો જેટલાં પદો – થાળ, આરતી, ગરબી
- પ્લવંગમ છંદ તેમની વિશેષતા
મૂખ્ય રચનાઓ
- જ્ઞાન વૈરાગ્ય લક્ષી ‘જ્ઞાનચુસરા’ અને ‘બારમાસા’
[...] – રાજે ( જીવનઝાંખી) [...]
Pingback by આજની ઘડી રે રળિયામણી - રાજે « કવિલોક / Kavilok — October 10, 2006 @ 11:35 pm |
રાજે રચિત અન્ય લોક્પ્રિય ભજન/ગીત
આશ તમારી રે
મોહનજી તમો મોરલા, હું વારી રે; કાંઈ અમો ઢળકતી ઢેલ,
આશ તમારી રે.
જ્યાં જ્યાં ટહુકા તમે કરો, હું વારી રે; ત્યાં અમો માંડીએ કાન,
આશ તમારી રે.
મોરપીંછ અમો માવજી, હું વારી રે; વહાલા વન વન વેર્યાં કાંથ,
આશ તમારી રે.
પૂઠે પલાયાં આવીએ, હું વારી રે; તમો નાઠા ન ફરો નાથ,
આશ તમારી રે.
મોરલીએ મનડાં હર્યાં, હું વારી રે; વિસાર્યો ઘર-વહેવાર,
આશ તમારી રે.
સંગ સદા લગી રાખજો, હું વારી રે; રાજેના રસિયા નાથ,
આશ તમારી રે.
રાજે
Comment by Dilip Patel — October 12, 2006 @ 4:23 am |