ગુજરાતી સારસ્વત પરિચય

October 26, 2006

હરીન્દ્ર દવે

” ચાલ વરસાદની મોસમ છે, વરસતા જઇએ.”

“પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં. ” … સાંભળો !

” જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ” … સાંભળો !

“મેળો આપો તો એક માનવીની સંગ, અને એકલતા આપો તો ટોળે.”

# માધવ ક્યાંય નથી મધુવનમાં

# સમય

# રચનાઓનો ખજાનો -1-

# રચનાઓનો ખજાનો -2-

# રચનાઓનો ખજાનો -3-

________________________

નામ

હરીન્દ્ર જયંતીલાલ દવે

જન્મ

19-સપ્ટેમ્બર, 1930 ; ખંભરા ( કચ્છ )

અવસાન

29- માર્ચ, 1995; મુંબાઇ

અભ્યાસ

એમ.એ.

વ્યવસાય

પત્રકાર

જીવન ઝરમર

  • જન જીવનને નજીકથી જોવાના ધખારાને કારણે, અમેરીકન સરકારની ‘યુસીસ’ જેવી માતબર સંસ્થાની નોકરી છોડીને પત્રકારત્વમાં જોડાયા
  • સમર્પણ , જન્મભૂમિ, પ્રવાસી, જનશક્તિ જેવા સામયિકો ના તંત્રી
  • ‘મરીઝ’નું કૌવત જાણી સૌથી પહેલા હાથ ઝાલનાર
  • રાધા – કૃષ્ણના ભાવ સભર ગીતો એ તેમની વિશેષતા છે
  • ‘માધવ ક્યાંય નથી’ – બહુ જ પ્રસિધ્ધ અને માનવ સંવેદનાને ઉજાગર કરતી કૃષ્ણકથા, જેની શરૂઆત કૃષ્ણના દેહોત્સર્ગથી થાય છે !
  • હરીન્દ્ર એટલે મીણનો માણસ !

કૃતિઓ

  • કવિતા – આસવ, મૌન, અર્પણ, સૂર્યોપનિષદ, હયાતી, સમય, ચાલ વરસાદની મોસમ છે – સમગ્ર કવિતાનો સંગ્રહ
  • નવલકથા – અગનપંખી, પળનાં પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, સંગ અસંગ, વસિયત, લોહીનો રંગ લાલ, અનાગત, સુખ નામનો પ્રદેશ, કૃષ્ણ અને માનવ સંબધો, મુખવટો, ગાંધી ની કાવડ.
  • નાટક – યુગ યુગ, સંધ્યાકાળે પ્રભાતફેરી
  • વિવેચન – દયારામ, ગાલીબ, કવિ અને કવિતા, મુશાયરાની કથા, ઇકબાલ,
    વિવેચનની ક્ષણો , કલમની પાંખે.
  • નિબંધ - નીરવ સંવાદ, વેરાતું સ્વપ્ન ઘૂંટાતું સત્ય, શબ્દ ભીતર સુધી, ઇશ્વરની આંખનું આંસુ, કથાયાત્રા
  • સંપાદન – મધુવન, કવિતા, મડિયાનું મનોરાજ્ય, શબ્દલોક
  • ધર્મ – સ્વામિનારાયણ સંપ્રદાય, આધ્યાત્મિક કવિતા
  • અનુવાદ – પિજંરનું પંખી, ધરતીના છોરું, જ્યોત સદા જલે, પરિનિર્વાણ, ચરણ રુકે ત્યાં, એકલની પગદંડી, વાદળ વરસ્યાં નહી, મરુભૂમિ, શૈશવા અને બીજી વાતો, કવિ અને કવિતા- ડેવિડ વેગનર અને વિલિયમ સ્ટેફર્ડ
  • અંગ્રેજી – The Cup Of Love.

સન્માન

સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા ‘હયાતી’ માટે એવૉર્ડ

સાભાર

આપણા પ્રતિનિધી સારસ્વતો, રમેશ શુક્લ : પ્રવીણ પ્રકાશન.

13 Comments »

  1. [...] #  કવિ પરિચય. [...]

    Pingback by મેળો આપો તો - હરિન્દ્ર દવે. Harindra Dave. « અમીઝરણું… — January 11, 2007 @ 10:51 am | Reply

  2. મેળો આપો તો એક માનવીની સંગ
    અને એકલતા આપો તો ટોળે,
    જીવન આપો તો એવું આપો કે
    શ્વાસ એના કેફના કસૂંબાને ઘોળે !

    આ સરસ ગીત માણો…
    http://amitpisavadiya.wordpress.com/2007/01/11/melo-h-dave/

    અમીઝરણું…

    Comment by Amit pisavadiya — January 11, 2007 @ 10:54 am | Reply

  3. [...] January 30th, 2007 પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ! – હરીન્દ્ર દવે     [...]

    Pingback by પાન લીલું જોયું - હરીન્દ્ર દવે « અંતરની વાણી — January 30, 2007 @ 11:47 am | Reply

  4. [...] જીવનઝાંખી [...]

    Pingback by 29 - માર્ચ - વ્યક્તીવીશેષ « કાવ્ય સૂર — March 29, 2007 @ 1:42 am | Reply

  5. [...] (કવિ પરિચય) if(typeof(hyperweb_adcount)==”undefined”) hyperweb_adcount =1; Posted in હરીન્દ્ર દવે RSS 2.0 | Trackback | Comment [...]

    Pingback by જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં……હરીન્દ્ર દવે | સુલભ ગુર્જરી — September 19, 2008 @ 5:43 am | Reply

  6. IF U HAVE NOT READ, ”’ KRISHNA AND MANAV SABHANDO ” U HAVE NOTHING ,READ. TO KNOW HARINDRA DAVE READ THIS NOVEL.

    Comment by GIRISH THAKKAR — October 24, 2008 @ 10:13 am | Reply

  7. Harindrabhai joined Chitrapat as a film journalist after coming to Bombay. Subsequently he joined Janashakti as a journalist then he was the editor of Samarpan in Bharatiya Vidya Bhavan. Then the American news service USIS and again in Janashakti as an editor. Later He joined Janmabhoomi group of news papers as an editor of Janmabhoomi and Pravasi(new daily which closed after his passing away in 1995). His favorite actor was Guru Dutt and favorite movie was Kaagaz ke Phool.

    From email of Shri Deepak Dave

    Comment by Suresh Jani — February 1, 2009 @ 8:32 am | Reply

  8. [...] -’પરબ તારા પાણી’ પુસ્તક વિશે શ્રી હરીન્દ્ર દવેનાં [...]

    Pingback by દિનેશ શાહ, Dinesh Shah « ગુજરાતી સારસ્વત પરિચય — March 29, 2009 @ 1:44 am | Reply

  9. [...] જાનીના બ્લોગ પર તેમનો આપેલ વિગતવાર કવિ પરિચય પણ માણી શકો છો.તો આજે વધું ન કહેતા માણૉ [...]

    Pingback by એક રજકણ સૂરજ થવાને શમણે…..હરીન્દ્ર દવે « મન નો વિશ્વાસ — March 29, 2009 @ 1:59 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.