ગુજરાતી સારસ્વત પરિચય

November 27, 2006

હાજી મહમ્મદ અલ્લારખિયા શિવજી

haji_ahmad_allarakhiya_2.jpg” મારું માનવું છે કે, પ્રજાને અમુક પ્રકારનું રુચિકર વાંચન જોઇએ છે,
પછી તે ઊછીનું લીધેલું હોય કે, ગમે તેવું, તેની તેને દરકાર બિલકુલ નથી. “- હાજી

” ગુજરાતમાં કલાનો શોખ વધે, કલાકારોની કિમ્મત અંકાય, કલામયતા પ્રસરે -
આ જ તો  તેનો જીવન આદર્શ હતો. ….  જ્યાં કલાનાં દર્શન થતાં ત્યાં તે પ્રણિપાત કરતો. “ 
-  ક.મા. મુન્શી 

” ખોજા મહોલ્લાના એમના મકાનમાં સાહિત્યકારો, સાહિત્ય રસિકો, કલાકારો અને કલારસિકોનો અડ્ડો જામતો. ત્યાં જે રંગત જામતી તે કોઇ સાહિત્ય પરિષદ નહીં નિપજાવી શકે. હાજી જતાં ગુજરાતી સાહિત્યનો એ ઠાઠ ગયો …..  તે ગયો. “
- રસિક ઝવેરી

__________________________________________________________________ (more…)

November 25, 2006

બેફામ, Befaam

Filed under: કવિ — સુરેશ @ 3:47 am

#    “રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
        હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.”

#     befam5.jpg” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું?
         નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.”

” આ બધા ‘ બેફામ’ જે આજે રડે છે મોત પર,
    એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.”

#    “ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
       જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી.”

” તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઇને
જગત સામે જ ઊભેલું હતું દર્દો નવા લઇને.”

” વિશ્વમાં ‘બેફામ’ ભૂલાઇ જવા તૈયાર છે.
એ કહે જો આટલું કે યાદ ‘બરકત’ છે મને.” – નામ અને ઉપનામ સાથે !

” કોણ જાણે મુજ હૃદયના ભાવને?
કોણ જાણે તુજ વિના? બતલાવને. ” – ચૌદ વર્ષની ઉમ્મરે સામાયિકમાં છપાયેલી પહેલી ગઝલનો મક્તા.

” વીરાણી વાંકડા
બહાર પહોળા ને ઘરમાં સાંકડા” – બાળક બરકતની રચના !

# રચનાઓ           -    1     -     :     -    2    -         :          -   3   -        :    -  4   -        :     -    5     - 

# સાંભળો              -    1    -      :     - 2 -               :          -   3   -       :    -   4   - 

_____________________________________________
(more…)

November 24, 2006

ભાણસાહેબ

Filed under: ધાર્મિક લેખક, ભક્તો / સંતો — સુરેશ @ 3:00 am

November 23, 2006

આનંદશંકર ધ્રુવ

anandshankar_dhruv.jpg” આ જે જે સત્ય સુંદર અને સાધુત્વનું દર્શન થાય છે એ વસ્તુતઃ એ પરમાત્મારૂપી સત્ય, સુંદર અને સાધુ પદાર્થનું જ દર્શન છે. માત્ર તે તે સત્ય, સુંદર અને સાધુ પદાર્થને તે તે રૂપે ભજતાં એક અખંડ સત્- ચિત્- આનંદ પરમાત્મા રૂપે ભજવો, એનો સાક્ષાત્કાર કરવો, એ જીવનનો, અસ્તિત્વનો પરમ ઉદ્દેશ – એમાં જ જીવનનું જીવનપણું; અસ્તિત્વનું અસ્તિત્વપણું. “

-

____________________________________________________________ (more…)

November 22, 2006

યશોધર મહેતા

-

-

-

_________________________________________________________

જન્મ

ઓગસ્ટ 24, 1909

અવસાન

જુન 29,  1989 

કુટુમ્બ

  • પિતા – નર્મદાશંકર

અભ્યાસ

  • બી.એ.
  • બાર.એટ.લો.

વ્યવસાય

  • ધારાશાસ્ત્રી  

જીવન ઝરમર

  • કેન્દ્ર સરકારના ઓફિશિયલ લેંગ્વેજ લેજિસ્લેટિવ કમિશનના સભ્ય 

મુખ્ય રચનાઓ

  • નવલકથા - સરી જતી રેતી, મહારાત્રી, વહી જતી જેલમ, સંધ્યારાગ
  • નાટક - રણછોડલાલ અને બીજાં નાટકો, મંબો જંબો, સમર્પણ
  • તત્વવિચાર - અગમનિગમ, શૂન્યતા અને શાંતિ, સાક્ષાત્કારને રસ્તે, સમાપ્તિ
  • નવલિકા - પ્રેમગંગા, રસનંદા, ઉમાહૈમવતી, શક્તિયુગનું પ્રભાત
  • પ્રવાસ - શ્રીનંદા, 44 રાત્રિઓ
  • ચરિત્રો - કીમિયાગરો, નવ સંતો
  • જ્યોતિષ -  ભાવિના ભેદ, ભાવિની અગમ્ય લીલા, ભાવિના મર્મ, સ્વપ્નસૃષ્ટિના ભેદ
  • પ્રકીર્ણ - શિવસદનનું સ્નેહકારણ, સરી જતી કલમ, નદીઓ અને નગરો, શ્રી યશોધર મહેતા, ષષ્ટિપૂર્તિ અંક
  • અંગ્રેજી -  Radio Rambles, Press Freedom
  • હિન્દી -  महारात्री

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન

Next Page »

Blog at WordPress.com.