નવલરામ પંડ્યા
”એકલા શું કરીએ? એક માણસથી શું થઇ શકે?
અમે કહીએ છીએ, મોટાં કામ એકથી જ થાય છે. બૌધ્ધ, ખ્રિસ્તી, મુસલમાન ધર્મના કાઢનારા એક હતા કે અનેક? શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, કબીર, એ પ્રથમ એક જ હતા ક્ર અનેક? શિવાજી એક હતા કે અનેક? એક ગેલીલીયોએ કેટલું કર્યું છે? એક સોક્રેટીસ ગ્રીસ દેશમાં સુધારાનો પોકાર કેવો ઉઠાવી શક્યો હતો? ”
# રચના
_______________________
નામ
નવલરામ લક્ષ્મીરામ પંડ્યા
જન્મ
માર્ચ - 9, 1836 - સૂરત
અવસાન
ઓગષ્ટ - 7, 1888
અભ્યાસ
- મેટ્રીક્યુલેશન
વ્યવસાય
- અધ્યાપન
જીવન ઝરમર
- તંત્રી: ગુજરાત શાળાપત્ર(1870 થી)
- નર્મદના સમકાલીન વિદ્વાન, નર્મદ સાથે સુધારા બાબતમાં તીવ્ર મતભેદ હોવા છતાં અમુક બાબતમાં નર્મદના પ્રશંસક
મુખ્ય રચનાઓ
- નાટક: ભટ્ટનું ભોપાળું; વીરમતી
- ભાષાંતર: મેઘદૂત
- સંપાદન: પ્રેમાનંદકૃત ‘કુંવરભાઇનું મામેરું’
- પદ્ય: બાળલગ્નબત્રીશી; બાળગરબાવળી
- ભાષા-સાહિત્ય: વ્યુત્પત્તિપાઠ; નિબંધરીતિ; અકબર-બિરબલ નિમિત્તે હિન્દી કાવ્યતરંગ
- ઇતિહાસ: ઇગ્રેજ લોકોના સંક્ષિપ્ત ઇતિહાસ
- જીવનચરિત્ર: કવિજીવન
- સમગ્ર સાહિત્ય - નવલગ્રંથાવલિ-સં.ગોવર્ધનરામ ત્રિપાઠી; ગ્રંથ-1: નાટકો, કાવ્યો, વાર્તાઓ, ભાષાંતરો; ગ્રંથ-2: ગ્રંથો અને ગ્રંથકારો વિશે સાક્ષરચર્ચા; ગ્રંથ-3: શાળાપયોગી, શિક્ષણવિષયક લેખો; ગ્રંથ-4: સામાન્ય જ્ઞાનના વિષયો
સાભાર
‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ - રમેશ શુક્લ - પ્રવિણ પ્રકાશન
[...] # નવલરામ પંડ્યા [...]
Pingback by અનુક્રમણિકા - ન « ગુજરાતી સારસ્વત પરિચય — November 14, 2006 @ 5:51 am