ગુજરાતી સારસ્વત પરિચય

December 31, 2006

શયદા, Shayada

Filed under: કવિ, નવલકથાકાર, નાટ્યકાર — સુરેશ @ 1:00 am

shayda.jpg“ફક્ત એમાં જ હું મારી ઇદ હમેશાં સમજું છું,
ખુદાનું નામ હો મુખ પર અને મુઠ્ઠી ચણાની હો.”

” હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.”

” તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે.
—–
અર્થની ચર્ચા મહીં ‘શયદા’ બધો જિંદગીનો અર્થ માર્યો જાય છે.”

# રચનાઓ        - 1 -   :   - 2 -  :   - 3 - 

# શયદા વિશે જ્યોતીન્દ્ર દવે

____________________________________________________________________ (more…)

December 30, 2006

ભોગીલાલ સાંડેસરા, Bhogilal Sandesara

bhogilal_sandesara_1.jpg” આજીવન વિદ્યોપાસક, જૂની ગુજરાતી અને પ્રાચીન સાહિત્યના મર્મજ્ઞ અને ઇતિહાસ- પુરાતત્વના રસિક વિદ્વાન ….” 

- રમણલાલ જોશી

_______________________

નામ

ભોગીલાલ જયચંદભાઇ સાંડેસરા

જન્મ

5 – એપ્રિલ , 1917 ; પાટણ

અભ્યાસ

  • એમ.એ. પી.એચ. ડી. 

વ્યવસાય

અધ્યાપન , સંશોધન – વડોદરા 

જીવન ઝરમર

  • 1952 – મુંબાઇ યુનિ. માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાન
  • 1962-64  ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ
  • 1987 – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • તંત્રી – સ્વાધ્યાય

મુખ્ય રચનાઓ

  • સંશોધન/ વિવેચન – વાઘેલાઓનું ગુજરાત, ઇતિહાસની કેડી, સંશોધનની કેડી, અનુસ્મૃતિ, *  મહા અમાત્ય વસ્તુપાલનું મંત્રીમંડળ અને સંસ્કૃત સાહિત્યમાં તેમનો ફાળો, જગન્નાથપુરી અને ઓરિસ્સાના પુરાતન અવશેષો, શબ્દ અને અર્થ +
  • સંપાદન – માધવ કૃત રૂપસુંદરકથા, નેમિચ ન્દ્ર ભંડારી કૃત ષષ્ટિશતક પ્રકરણ, દયારામ, સત્તરમા શતકના પ્રાચીન ગુર્જર કાવ્યો, કર્પૂરમંજરી, સંઘવિજયકૃત સિંહાસન- બત્રીસી,  જેષ્ઠીમલ્લ અને મહાપુરાણ
  • પ્રવાસ – પ્રદક્ષિણા
  • અનુવાદ – સંઘદાસ ગણિકૃત વસુદેવ હિંડી, પંચતંત્ર, ભારતીય આર્ય અને હિન્દી 
  • પ્રકીર્ણ – વર્ણક સમુચ્ચય

સન્માન

  • 1953 - રણજિતરામ સુવર્ણચંદ્રક  + 
  • 1956-60 –   નર્મદ સુવર્ણચંદ્રક *

સાભાર

આપણા પ્રતિનિધિ સારસ્વતો, પ્રો. રમેશ શુકલ, પ્રવીણ પ્રકાશન

December 29, 2006

ગીતા પરીખ, Gita Parikh

નવજાત શિશુને
“ને આ  ગુલાબસમ પાની અડી ન ભોમે
તેને   પદેપદ ઘૂમે  ગતિ  સર્વ    મારી
તેં તો હજી જરીક રશ્મિ  નિહાળ્યું આભે
ત્યાં તું  અહો કઇ  રીતે  બહલાવી દે ના
મારા નભે  ઊમટતો   નવ  રશ્મિપુંજ ?”
હાઇકૂ
“રાત  પડીને
જડે  ન દ્હાડો-સૂતો
અંધારું ઓઢી.”
______________________________________________________
(more…)

December 28, 2006

લોયણ, Loyan

Filed under: ભક્તો / સંતો — સુરેશ @ 1:00 am

“જી રે લાખા, એવા જો સંત રે મળે
તો એને ધોડી ધોડીને મળજો રે.”

રચના

_________________________________________________________________________ (more…)

December 27, 2006

પ્રેમાનન્દ સ્વામી, Premanand Swami

Filed under: ભક્તો / સંતો — સુરેશ @ 1:00 am

હાં રે  વેણ વાગી રે વેણ વાગી,
હાં રે હું તો ઓચિંતાની ઝબકીને જાગી રે.


હાં રે પ્રેમાનંદ કહે ઊઠી ઘેલી સરખી,
હાં રે ખૂંતી ચિત્તમાં મૂરતિ ગિરધરકી રે.

# રચના
__________________________________________________________________________
(more…)

Next Page »

Blog at WordPress.com.