ગુજરાતી સારસ્વત પરિચય

December 19, 2006

હર્ષિદા પંડિત, Harshida Pandit

Filed under: મનોવિજ્ઞાન, શિક્ષણ — amitpisavadiya @ 1:00 am

જન્મ

15 - ફેબ્રુઆરી, 1928  ;   અમદાવાદ

કુટુંબ

પિતા – ધીમંતરાય;  પતિ -  રામુ પંડિત ;  પુત્રો -  અશિત અને પ્રણવ

અભ્યાસ

  • બી.એ. , એમ.એ.
  • 1983 – ‘વહેમનું મનોવિજ્ઞાન’ વિષય પર મહાનિબંધ લખી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માંથી ડૉક્ટરેટ ની પદવ

વ્યવસાય

અધ્યાપન, સંશોધન અને પી.એચ.ડી ના માર્ગદર્શક.

જીવનઝરમર 

  • 1962 - એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં માનસશાસ્ત્રનાં અધ્યાપક તરીકે જોડાયાં
  • 1986 - ઇન્ટરનેશનલ એકેડમી ઓફ પ્રોફેશનલ કાઉન્સેલિંગ અમેરિકામાંથી ડિપ્લોમેટ સ્ટેટસ મેળવ્યું.
  • 1987 -  નિવૃત થયાં
  • એમના માર્ગદર્શન હેઠળ છ વિદ્યાર્થિનીઓએ ડૉક્ટરેટ મેળવી
  • 1992-94 દરમ્યાન અમદાવાદની ‘સેવા’ સંસ્થામાં સંશોધન પ્રકલ્પોનું સંચાલન 
  • 1971- 93 પિટ્સબર્ગ યુનિવર્સિટી સંચાલિત તરતી વિદ્યાપીઠમાં સુધી મુલાકાતી પ્રાધ્યાપક
  • અત્યારે તેઓ અ.ક.મુનશી યોજનામાં ચાઇલ્ડ ગાઇડન્સ અને યૂથ વેલફેર સેન્ટરમાં સલાહકાર તરીકે સેવા આપે છે.
  • વર્તમાનપત્રો અને સામયિકોમાં નિયમિત લેખો પ્રગટ થાય છે
  • પ્રવાસ, લેખન તથા બાગબાનીનો શોખ

રચનાઓ

  • 14 પુસ્તકો, 2 સંશોધન અહેવાલો
  • મૂંઝવતું બાળવર્તન * , મૂંઝવતું તારૂણ્ય, મનની ભીતરમાં, કિશોર માનસ, માનવ સ્વભાવની આંટીઘૂંટી, બાળમનની ભીતરમાં
  • મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર વિશેની 12 પરિચય પુસ્તિકા

સન્માન

  • ગુજરાત સરકારનું પારિતોષિક *
  • વડોદરાના સંસ્કાર પરિવાર તરફથી સંસ્કાર પુરસ્કાર 
  • ગુજરાત સરકારના માહિતી ખાતા તરફથી પત્રકારત્વ   ક્ષ્રેત્રે અને મહિલા વિકાસક્ષેત્રે શ્રેષ્ઠ આલેખન માટે પુરસ્કાર 

સાભાર 

પરિચય પુસ્તિકા, પરિચય ટ્રસ્ટ.

No Comments Yet »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.