મનોજ ખંડેરિયા, Manoj Khanderia
” પકડો કલમને કોઇ પળે, ને હાથ આખેઆખો બળે, એમ પણ બને.”
” આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ, ગયું મારામાં કોઇ જરા જોઇને. “
“મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.”
# રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
“ બે લખી ગઝલ - મોથ શું મારી ?
તારી ક્યાં છે કમાલ, ભૂલી જા !”

# રચનાઓ : - 1 - : - 2 - : - 3 - : - 4 -
# વેબ સાઇટ
________________________________________________
જન્મ
- 6 - જુલાઇ, 1943 ; જુનાગઢ
અવસાન
- 27 - ઓક્ટોબર, 2003
કુટુંબ
- માતા – વિજ્યાબહેન ; પિતા – વ્રજલાલભાઇ
- પત્ની – પૂર્ણિમાબહેન ; સંતાનો - વાણી, ઋચા અને અભિજાત.
અભ્યાસ
- 1965 - બી.એસ.સી. - બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ.
- 1967 - એલ.એલ.બી.
વ્યવસાય
- વકીલાત અને પછી વ્યાપાર.
જીવન ઝરમર
- 1968 - જુનાગઢમાં વકીલાતનો આરંભ. સાથો સાથ થોડો સમય વાણિજ્ય કાયદાના વિષયનું અધ્યાપન
- 1984 - પથ્થરની ખાણના ઉદ્યોગ ક્ષેત્રે પણ સંકળાયા અને વ્યક્તિત્વમાં કવિ અને વકીલ ઉપરાંત ઉદ્યોગપતિ તરીકેનું પરિમાણ પણ ઉમેરાયું.
- કાવ્યસર્જનના શ્રીગણેશ તો 1956-60 થી કર્યા હતા, પરંતુ કવિતાના પ્રકાશન અંગે બિલકુલ ઉતાવળ ન કરવાની પરમાર સાહેબની ( ગુરુજી) સ્પષ્ટ સલાહ અને શિખામણ હતી એટલે આદિલ મન્સૂરી, મણિલાલ દેસાઇ વગેરે મિત્રોના આગ્રહને કારણે છેક ડિસેમ્બર, 1965 માં બે ગઝલ ‘કુમાર’ માટે મોકલી. એમાંથી ‘દીવાલો’ શીર્ષકની રચના ફેબ્રુઆરી 1966 ના ‘કુમાર’ માં પ્રકાશન પામી
- સાચા સર્જકને છાજે એવો સંયમ અને વિવેક તેમના આગવા ગુણ તરીકે ઊપસી આવે છે. ખોટી વાહ વાહથી સર્જકને માર પડે છે એવી એમની દ્રઢ માન્યતા હતી અને અંદરની ‘નીડ’ જણાય કે અનિવાર્યતા ઊભી થાય ત્યારે જ લખવું જોઇએ એવી એમની સ્પષ્ટ સમજ હતી. લખ્યું તેવું - તેટલું બધું જ પ્રકટ કરવાનો વ્યામોહ ધરાવનારાઓએ, ધોરણ જાળવવા માટેની તેમની વિવેકદ્રષ્ટિમાંથી ધડો લેવા જેવો છે.
- ગુજરાતીના અનેક સાહિત્યકારોને મનોજભાઇ પ્રત્યે નિર્વ્યાજ અને નિતાન્ત પેમ હતો
- પ્રેમના પ્રદેશના આવા મૃદુ માણસને કેન્સરનું દર્દ હોવાનું નિદાન થયું ત્યારે સૌકોઇએ આંચકો અનુભવ્યો. જોકે બધાને પ્રેમથી વશ કરનાર મનોજભાઇએ, અસાધ્ય વ્યાધિને પણ વશ કરી લીધો હતો ને સફળતાપૂર્વકના ઓપરેશન બાદ તબીબોએ પણ એમને ચિંતામુક્ત જાહેર કર્યા હતા. પરંતુ તેમ છતાંય એકાએક જ કોણ જાણે કેમ આ કવિ, કાળદેવતાની ક્રુર અને કરાલ થપાટનો ભોગ બન્યા ને આપણી વચ્ચેથી એમ જ ઊઠી ગયા !
“આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ.
શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ.
સમૃદ્ધિ આ અખંડ દીવાની તને દઇ -
ઘર ઝળહળાટ છોડીને ચાલ્યો જવાનો સાવ.”
મુખ્ય રચનાઓ
- * અચાનક ( 1970 ), + અટકળ ( 1979 ) , % અંજની ( 1991 ) , $ ગઝલસંગ્રહ- હસ્તપ્રત ( 1991 ) , કોઇ કહેતું નથી ( 1994 )
સન્માન
- * ગુજરાત રાજ્યનો પુરસ્કાર
- + $ ગુજરાત સાહિત્ય અકાદમી નો પુરસ્કાર
- % ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કાર
- 1999 - આઇ.એન.ટી. ( મુંબઇ ) દ્વારા કલાપી એવોર્ડ
- 2002 - ધનજી કાનજી સુવર્ણચંદ્રક
સાભાર
- ‘એમ પણ બને’ ( મનોજ ખંડેરિયાનાં કાવ્યો નો સંપાદન ગ્રંથ ) - શ્રી. નીતિન વડગામા.
એક રચના -
http://pateldr.wordpress.com/2007/01/08/%e0%aa%86%e0%aa%82%e0%aa%96%e0%ab%8b%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b6%e0%aa%b0%e0%aa%a3-%e0%aa%b6%e0%ab%82%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af-%e0%aa%aa%e0%aa%be%e0%aa%b2%e0%aa%a8%e0%aa%aa%e0%ab%81/
Comment by સુરેશ જાની — January 10, 2007 @ 12:26 am
બીજી એક રચના
http://www.utkarsh.org/blog/?p=63
Comment by સુરેશ જાની — January 18, 2007 @ 10:46 am
બીજી એક રચના - http://urmi.wordpress.com/2007/01/23/pagalaa_vasantnaa_by_manojkhaderia/
Comment by સુરેશ જાની — January 25, 2007 @ 11:07 am
બીજી એક રચના
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને
http://amitpisavadiya.wordpress.com/2007/02/12/aayano-mkhanderia/
Comment by સુરેશ જાની — February 13, 2007 @ 5:36 am
બીજી એક રચના
http://gujaratikavita.blogspot.com/2007/02/blog-post_18.html
Comment by સુરેશ જાની — February 19, 2007 @ 1:41 am
[...] # મનોજ ખંડેરીયા [...]
Pingback by અનુક્રમણિકા - મ « ગુજરાતી સારસ્વત પરિચય — February 28, 2007 @ 10:07 pm
[...] # કવિ પરિચય. [...]
Pingback by રેત પર કોને - મનોજ ખંડેરિયા. « અમીઝરણું… — March 18, 2007 @ 10:09 am
તેમની અન્ય એક રચના…
લખવું છે નામ રેત પર કોને,
છે વફાદાર જળ-લહેર કોને.
http://amitpisavadiya.wordpress.com/2007/03/18/ret-manoj-khanderia/
અમીઝરણું…
Comment by Amit pisavadiya — March 18, 2007 @ 10:11 am
[...] કવિ પરિચય [...]
Pingback by ફકીરાઈમાં ઊભા -મનોજ ખંડેરિયા « ઊર્મિનો સાગર — April 19, 2007 @ 7:51 am
[...] કવિ પરિચય [...]
Pingback by કારોબાર રાખ્યો તેં - મનોજ ખંડેરિયા « ઊર્મિનો સાગર — June 4, 2007 @ 8:56 am
[...] - જીવનઝાંખી [...]
Pingback by 27- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — October 26, 2007 @ 7:50 pm