નર્મદ, Narmad


narmad_1.jpgજય જય ગરવી ગુજરાત.”

“યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.”

“વીર સત્ય ને રસિક ટેકીપણું,  અરિ પણ ગાશે દિલથી.”

” આ હકીકતમાં જે જે હું લખીશ તે મારી જાણ પરમાણે સાચું જ લખીશ.
પછી તે મારું સારું હો કે નરસું હો. લોકોને પસંદ પડો કે ન પડો. ” – મારી હકીકત

” સચ્ચાઇ તો એના રોમરોમમાં. નર્મદ સાહસિક પણ પછી.નર્મદ અવ્વલ દરજ્જે સત્યવક્તા.”  – બ.ક. ઠાકોર

ગુજરાત સમાચારમાં પ્રગટ થયેલાં લેખોની લિંક્સ…

ઑગષ્ટ –  20 ,  2006    :    #  ઑગષ્ટ  – 27,   2006    :    #  સપ્ટેમ્બર- 3 ,   2006

# રચનાઓ  ઃ    ઃ  ૨  ઃ
_______________________________________________________________

નામ

  • નર્મદાશંકર દવે

જન્મ

  • 24 ઓગષ્ટ – 1833 , સુરત

અવસાન

  • 25 ફેબ્રુઆરી – 1886, સુરત

કુટુમ્બ

  • માતા -  નવદુર્ગા ;   પિતા - લાલશંકર (મુંબાઇમાં લહિયાનો વ્યવસાય )
  • પત્ની – પ્રથમ -  ગૌરી ( 1844, 11 વર્ષની વયે !, 1853 માં અવસાન પામ્યા ) ; બીજું લગ્ન ડાહીગૌરી સાથે (1856) ; ત્રીજું લગ્ન – વિધવા સ્ત્રી નર્મદાગૌરી સાથે (1869)

અભ્યાસ

  • સુરત અને મુંબાઇ
  • 1850 એલ્ફિંસ્ટન ઇન્સ્ટિટ્યુટ, મુંબાઇમાંથી અભ્યાસ અધૂરો મૂક્યો.

વ્યવસાય

  • 1858 સુધી શિક્ષણ
  • 1864- ‘ડાંડિયો’ પાક્ષિક શરુ કર્યું.

                                                                 narmad.jpg

જીવનઝરમર

  • 1838 –  પાંચ વર્ષની વયે ભુલેશ્વરની ગામઠી શાળામાં શિક્ષણની શરુઆત
  • 1843-44- સુરતમાં દુર્ગારામ મહેતાજી ની શાળામાં અભ્યાસ
  • 1845 – મુંબાઇમાં અભ્યાસ
  • 1850- કોલેજમાં ‘બુધ્ધિવર્ધક સભા’ ની સ્થાપના, તેમાં આપેલા વ્યાખ્યાન ‘ મંડળીઓમાં જવાથી થતા લાભ ‘  ઉપરથી પહેલો લેખ લખવા પ્રેરણા મળી. કદાચ આ ગુજરાતી સાહિત્યનો પ્રથમ લેખ હતો !
  • 1856 -  અભ્યાસ અધૂરો મૂકીને  શિક્ષણ વ્યવસાય
  • પ્રથમ કાવ્ય -આત્મબોધ
  • તે વખતના બહુ ખ્યાતનામ કવિ દલપતરામ સાથેની સ્પર્ધામાં જૂદો ચાલ પાડવા નવા ઢબની કવિતાઓ લખવી શરુ કરી.
  • 1858 – 23મી નવેમ્બરે પચીસ વર્ષની ઉમ્મરે નોકરીમાંથી રાજીનામું અને પૂર્ણ રીતે સરસ્વતીની સેવામાં આત્મસમર્પણ” મેં ઘેર આવી આંખમાં ઝળઝળીયા સાથે તેને અરજ કરી કે હવે હું તારે ખોળે છું.” – ગુજરાતી સાહિત્યને એક મહાન ઘટના
  • 1860 – વૈષ્ણવ મહારાજ જદુનાથ સાથે વાદ વિવાદ , જ્ઞાતિ તરફથી બહિષ્કાર
  • 1865 – આર્થિક કટોકટી , મુંબાઇ છોડી સુરતમાં નિવાસ
  • 1860 -66 ઉચ્છેદક  સુધારાનો નાયક , યુગપુરુષ તરીકેના નર્મદના જીવનનો સુવર્ણ કાળ, ઘણી પશ્ચિમી રીતરસમ અપનાવી
  • 1864- ‘ડાંડિયો’ પાક્ષિક શરુ કર્યું
  • 1865- 75  માનસ પરિવર્તન અને સુધારાવાદી વલણ ત્યજી સંરક્ષક સુધારાનો પ્રણેતા
  • 1875- 85 આર્યત્વનો ઉપાસક અને ઉપદેશક
  • 1876- મુંબાઇમાં આર્થિક સંકટ નીવારવા નાટકો લખવાનો  નિષ્ફળ પ્રયાસ
  • 1886 – તીવ્ર આર્થિક સંકટના કારણે નોકરી ન કરવાની પ્રતિજ્ઞા તોડવી પડી અને મુંબાઇમાં ધર્માદા ખાતામાં નોકરીમાં જોડાયા , પણ આઘાત ન જીરવાતાં તરત  સંધિવા થી મૃત્યુ
  • સંસ્કૃત સાહિત્ય અને નરસિંહ મહેતા થી  લ ઇ દયારામ સુધીના ગુજરાતી સાહિત્યનો ઊંડો અભ્યાસ, તેના આધારે ગુજરાતીના પ્રથમ વ્યાકરણ અંગેના ગ્રંથો લખ્યા.
  • ગુજરાતીના પહેલા – ગદ્યકાર, શબ્દકોશકાર, ચરિત્રકાર
  • નવી શૈલીના કવિ
  • સમાજ સુધારક
  • ‘ જય જય ગરવી ગુજરાત’ ના  સર્જક કવિ

કૃતિઓ

  • નિબંધ – નર્મગદ્ય
  • કવિતા - નર્મકવિતા- આઠ ભાગ
  • કોશ -  નર્મકથાકોશ
  • વ્યાકરણ – અલંકાર પ્રવેશ , રસ પ્રવેશ, પિંગળ પ્રવેશ
  • આત્મકથા -  મારી હકીકત

સાભાર    

  • ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના; ‘નર્મદ’ – વેબસાઇટ; ગુજરાત સમાચાર
વધુ વાંચો

33 thoughts on “નર્મદ, Narmad

  1. સુરતમાં જે શેરીમાં જન્મીને હું મોટો થયો હતો એનાથી ત્રીજી શેરી, આમલીરાનમાં જન્મેલો નર્મદ મને એટલો પોતીકો લાગ્યો છે કે એને હું માનાર્થે સંબોધું તો ગાળ દીધા જેવું લાગે. નર્મદ અર્વાચીન યુગના નક્શાનું પ્રારંભબિંદુ છે. ‘ડાંડિયો’ અખબાર વડે સમાજસુધારાની આહલેક જગાવનાર નર્મદાશંકર લાલશંકર દવે ને આપણે બહુધા શૌર્યરસના કવિ તરીકે ઓળખીએ છીએ, પરંતુ રતિ અને પ્રીતિવિષયક કવિતાઓમાં નર્મદ તળ સુધી ગયો હતો એની ઘણાંને જાણ નહીં હોય. કામકેલિ, સંભોગશૃંગાર, જાતીય ઉદ્રેક વિ. ને ગુજરાતી કાવ્યમાં આલેખનાર એ સર્વપ્રથમ હતો. નર્મદે પ્રકૃતિ, પ્રીતિ, શૌર્ય, સમાજસુધારા, સ્વદેશાભિમાન, જ્ઞાનભક્તિ, કથા-આખ્યાન, નીતિબોધ વિ. નાનાવિધ વિષયો પર ઉત્તમ કાવ્યો (નર્મકવિતા ખંડ – ૧ થી ૬) ઉપરાંત શ્રીમદ્ ભગવદ્ ગીતા, નર્મકોશ (ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ), ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા (મારી હકીકત), નર્મવ્યાકરણ, નાટકો અને એકલા હાથે અભૂતપૂર્વ ગદ્ય આપણી ભાષાને આપ્યું. (જન્મ: ૨૪-૮-૧૮૩૩ મૃત્યુ: ૨૫-૨-૧૮૮૬)

  2. Pingback: અનુક્રમણિકા - ન « ગુજરાતી સારસ્વત પરિચય

  3. Pingback: સુધારક સપ્તાહ « ગુજરાતી સારસ્વત પરિચય

  4. Pingback: 25 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

  5. SOUTH GUJARAT UNIVERSITY changed it name by VEER NARMAD SOUTH GUJARAT UNIVERSITY at SURAT to honour the great KAVI NARMAD.

  6. jay garavi gujarat nu gujarat ne birud apanara shri kavi narmad ne mara vandan
    Kharekhar aa 2001to2010 sudhina daykama gujarate teni garvi pratibha batavi chhe tenu gaurav darek gujarati na dil ma chhe aaje gujarat jo visva na desh saman ek desh hot ane ema pan shree kavi narmad,Mahatma gandhi,Shree sardar patel jeva
    mahanubhavo e janma lidho evi gujarat ni vir bhumi no nagrik hovanu mane ane darek gujarati na garva chhe
    Jay garvi gujarat……….
    vande matram

  7. દોઢસો વર્ષ પહેલાનો નર્મદ એના સમયથી સવાસો વર્ષ આગળ હતો. ગુજરાતી ભાષાના બધા પહેલા કામ (પહેલો કોશ, પહેલી આત્મકથા, પહેલું વ્યાકરણ) એણે ઝપાટાભેર પતાવી દીધેલા. એ જમાનાથી એટલો તો આગળ હતો કે પોતાના ગયા પછી જગતે એને કઈ રીતે સંભારવો (કે વિસરવો) એ પણ એણે જાતે જ લખી નાખેલું !

  8. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s