ગુજરાતી સારસ્વત પરિચય

January 24, 2007

વિભૂત શાહ, Vibhoot Shah

Filed under: નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાલેખક — હરીશ દવે @ 1:00 am

vibhut_shah.jpg” જાણીતા રેડીયો/  ટી.વી. નાટકોના રચયિતા

” આ સાહિત્ય જગતમાં કેટલાં બધા અવતરણો છે? એમાંથી ગમે તે એકનું મારા જીવનમાં અવતરણ થાય તો પણ હે, સખા! ૐ શાંતિ , શાંતિ, શાંતિ ….”   

vibhut_shah_autograph.jpg

એક રચના

______________________________________________

સમ્પર્ક

  • ‘બંદિશ’ કેશવનગર , અમદાવાદ - 380 027 

જન્મ

  • 23 -  જૂન,  1933 ;  નડિયાદ :  વતન -  ખેડા

કુટુમ્બ

  • માતા - ચંદનબેન ; પિતા - ચંપકલાલ
  • પત્ની - મીના ( લગ્ન - 1971, અમદાવાદ) ; સંતાનો - ત્રણ 

અભ્યાસ

  • બી. એ. , એલ. એલ. બી.
  • ડીપ્લોમા - લાયબ્રેરી સાયન્સ, અમદાવાદ

વ્યવસાય 

  • ગ્રંથપાલ, જામનગર કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ

જીવન ઝરમર

  • 1959 - ‘સૌથી પહેલી’  તેમની સૌથી પહેલી વાર્તા- ‘યુવક’ માસિકમાં
  • પચીસ વર્ષમાં આકાશવાણી પરથી સો જેટલા નાટકો પ્રસારિત થયા છે.
  • ટી.વી પરથી પણ તેમના નાટકો પ્રસારિત થયા છે.
  • તેમની રચના ‘ ટેકરીઓ પર વસંત બેઠી છે’ અત્યંત લોકપ્રિય. તેમના એક જીવન પ્રસંગમાં એક  કરિયાણા વાળા ભાઇ પણ જાણતા હતા !
  • રૂઢી તોડીને સાદી રીતે આંતરજ્ઞાતીય લગ્ન  

મુખ્ય રચનાઓ       -  અગિયાર પુસ્તકો

  • વાર્તાસંગ્રહો - બંદિશ, ફ્લાવરવાઝ, કુંજાર, ટેકરીઓ પર વસંત બેઠી છે
  • નવલકથા -  અમાવાસ્યા , અસંગતિ, સમ્ભવામિ
  • નાટક -  વ્હાલા પપ્પા,  વિ.

સન્માન

  •  1993 - શ્રેષ્ઠ રેડીયો નાટક ‘વહાલા પપ્પા’ માટે પુરસ્કાર
  • ગુજરાત રાજ્ય, સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કારો

સાભાર  

  • ‘સાક્ષરનો સાક્ષાત્કાર’ , રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન

2 Comments »

  1. એ એક સુખદ અકસ્માત છે કે હું વિભૂતભાઇની ઘણી નજીક , સાબરમતીમાં, 25 વર્ષ રહ્યો છું. તેમને એક વખત મળ્યાનું આછું સંસ્મરણ છે. ક્યાં અને ક્યારે તે તો અત્યારે યાદ નથી.

    Comment by સુરેશ જાની — January 24, 2007 @ 5:34 am

  2. [...] જીવનઝાંખી [...]

    Pingback by 23 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર — June 23, 2007 @ 3:13 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.