કુમારપાળ દેસાઇ, Kumarpal Desai
” આકાશને આંબવા મથતી પ્રણય ઊર્મિઓ ઘણીવાર એક જ ભરતીમાં શમી જતી જોવા મળે છે. આરંભે અતિ ઘાટું લાગતું પ્રેમનું પોત અને પાકો રંગ, એક જ ભર્યા વરસાદમાં ફિક્કો પડેલો અને જર્જરિત નજરે પડે છે.”
- ‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’
ઇંટ અને ઇમારત કોલમના એક લેખમાંથી - ગુજરાત સમાચાર
# ઇંટ અને ઇમારતમાં તાજેતરનો એક લેખ
______________________________________________________________________________
જન્મ
- 30- ઓગસ્ટ, 1942. (રાણપુર)
- વતન - સાયલા (જિ.સુરેન્દ્રનગર)
કુટુમ્બ
- પિતા - બાલાભાઇ વીરચંદ દેસાઇ ( જયભિખ્ખુ ) ; માતા - જયાબહેન
- પત્ની - પ્રતિમા ; સંતાનો - કૌશલ, નીરવ
અભ્યાસ
- 1963- બી.એ.(ગુજરાતી અને સંસ્કૃત સાથે ) અમદાવાદની એચ.કે. આર્ટ્સ કોલેજમાંથી
- 1965 - એમ.એ.; ગુજરાત યુનિ.
- 1977 - પી.એચ.ડી. ; ગુજરાત યુનિ.
વ્યવસાય
- 1965 - 1983 ગુજરાતીના અધ્યાપક, નવગુજરાત કૉલેજ
- 1983 થી ગુજ. યુનિ. ભાષાભવનમાં વ્યાખ્યાતા, રીડર અને છેલ્લે યુનિ. ભાષાભવનના અધ્યક્ષ અને આર્ટ્સ ફૅકલ્ટીના ડીન
- પત્રકારત્વનું અધ્યાપન
જીવન ઝરમર
- જીવન ઘડતરમાં મહત્વનો ફાળો સફળ અને અત્યંત લોકપ્રિય લેખક પિતાનો અને નાનપણમાં જ ગાંધીજીની વાતો કહેનાર માતાનો
- ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, ધૂમકેતુ, દુલા ભાયા કાગ વિ. સમર્થ સાહિત્યકારોનું સાન્નિધ્ય શૈશવકાળથી જ સાંપડ્યું હતું
- ‘આનંદઘન- એક અધ્યયન’ - પી.એચ. ડી. નો વિષય
- તેમના માર્ગદર્શન હેઠળ દસ વિદ્યાર્થીઓએ પી.એચ. ડી. ની પદવી મેળવી છે.
- લેખન આરંભ - પ્રથમ લેખ 11 વર્ષની ઉંમરે પ્રગટ થયો.
- પ્રથમ પુસ્તક ‘વતન,તારાં રતન’ કૉલેજકાળ દરમિયાન પ્રગટ થયું
- 1962 - કોલમ લેખન શરું થયું
- અહિંસા અંગેના કાર્યક્રમો - શાકાહાર અંગે સંપાદનો/પ્રકાશનો/સેમિનારો/પ્રવચનો તથા પ્રચારના ૧૦ કાર્યોમાં ભાગીદારી
- ગંગાબા તથા મોહિનાબા કન્યા વિદ્યાલયોમાં જૈનધર્મ વિષયક અભ્યાસક્રમોના આયોજનોમાં ફાળો
- ઈન્સ્ટિટ્યુટ ઑફ જૈનોલોજીના મુખ્ય કાર્યકર્તા
- ‘જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટના મુખ્ય સંચાલક
- આંતર્ રાષ્ટ્રિય ક્ષેત્રે કામગીરી
- 1984 - પહેલી વખત યુ.કે.તથા યુ.એસ.એ.ગયા.
- 1986 - પહેલી વખત અમેરીકામાં લોસ એંજેલસ ગયા ; ત્યાર બાદ વિદેશ-પ્રવાસ - 28
- ઇંસ્ટિટ્યુટ ઑફ જૈનોલોજીના ભારતના કો-ઓર્ડિનેટર; તેના દ્વારા થતી જૈન વાચનમાળાના અભ્યાસક્રમોના આયોજક; જુદી જુદી ૨૮ સંસ્થાઓમાં ઉચ્ચ પદે રહીને સેવાઓ
- (w.w.f.)ના અધ્યક્ષ ડ્યૂક ઑફ એડનબરો પ્રિંસ ફિલિપને ‘સ્ટેટમૅંટ ઑન નેચર’પ્રસ્તુત કરનાર મંડળમાં
- 1993 - પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયન્સ, શિકાગોમાં વક્તા
- 1994 - પોપ જોન પોલ ની મુલાકાત લેનાર પ્રતિનિધિ મંડળમાં જૈન ધર્મના અગ્રણી તરીકે
- નાઇરોબીની સ્કૂલોમાં જૈન ધર્મ વિષયક કામગીરી
- હાર્પર કૉલિન્સ પ્રકાશિત ‘તત્વાર્થ સૂત્ર’ના મંડળમાં સભ્ય
- નામદાર પોપ જ્હોન પૉલ(૨)ને મળનાર પ્રથમ જૈનમંડળના સભ્ય
- પિટ્સ્બર્ગ અને ટોરોંટો માં જૈન સંસ્થાઓ તરફથી એવોર્ડ
- દેશ-વિદેશમાં વિવિધ વિષયો પરનાં વ્યાખ્યાનો - 37
- “જૈના”ના કન્વેન્શનમાં કી-નોટસ્પીકર
- કેપટાઉનમાં યોજાએલ ‘પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સમાં વક્તા અને ભારતના સંયોજક.
- કૉલમ લેખન
- ગુજરાત સમાચારમાં રમત જગતની - ‘રમતનું મેદાન’ ; ઐતિહાસિક કથાઓ - “ઈંટ અને ઈમારત”; અને જીવનકથાઓની - ‘ઝાકળ બન્યું મોતી’ બહુજ વંચાતી કોલમો ; એકલા ‘ઇંટ અને ઇમારત’, ‘આકાશની ઓળખ’, અને ‘પારિજાતનો સંવાદ’ માં પ્રસિધ્ધ થયેલા લેખો જ પુસ્તકાકારે પ્રસિધ્ધ કરવામાં આવે તો સો એક ગ્રંથો થાય !
- 1970 થી - ગુજરાત ટાઇમ્સ (નડિયાદ)માં “પાંદડું અને પિરામિડ”
- ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્થાપનાકાળથી તેની સાથે જોડાયેલા છે.
- અનુકંપા ટ્રસ્ટ , વિદ્યાવિકાસ ટ્રસ્ટ, મહાવીર માનવ કલ્યાણકેન્દ્ર વિ, માં સક્રીય કામગીરી
- વર્તમાનમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
પ્રદાન
- જીવન ચરિત્ર લેખન, રમત ગમત અને જૈન ધર્મનું સાહિત્યમાં ખાસ પ્રદાન
- જીવન ચરિત્રો- 19 ; બાળસાહિત્ય - 17; ચિંતન સાહિત્ય - 16 ; સંશોધનાત્મક - 7 ; પ્રૌઢ સાહિત્ય - 4; વિવેચન - 4 ; વાર્તા સંગ્રહો - 3 ; સંપાદનો- 9 ; તત્વજ્ઞાન - 1 ; પત્રકારત્વ - 1; અનુવાદ - 1 ; હિન્દી-અંગ્રેજી પુસ્તકો - 14
મૂખ્ય રચનાઓ
- પત્રકારત્વ - અખબારી લેખન+, સાહિત્ય અને પત્રકારત્વ
- રમત ગમત - અપંગનાં ઓજસ+ , ભારતીય ક્રિકેટરો, ક્રિકેટ રમતાં શીખો
- ચરિત્ર - મહામાનવ શાસ્ત્રી, સી.કે.નાયડુ , ભગવાન ઋષભદેવ, ફિરાક ગોરખપુરી વિ.
- વાર્તા - એકાંતે કોલાહલ, સુવર્ણમૃગ, મોતના સમંદરનો મરજીવો, અગમ પિયાલો, લોખંડી દાદાજી વિ.
- નિબંધ - ઝાકળ બન્યું મોતી, માનવતાની મહેંક, તૃષા અને તૃપ્તિ, જીવનનું અમૃત વિ.
- વિવેચન - શબ્દ સન્નિધિ, શબ્દ સમીપ, ભાવ્ન વિભાવન વિ.
- સંપાદન - જયભિખ્ખુ સ્મૃતિ ગ્રંથ, દુલા કાગ સ્મૃતિગ્રંથ, ગુજરાત ટાઇમ્સના વિશેષાંકો આનંદઘન વિ.
- સંશોધન - ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ વિ.
- ધાર્મિક -જ્ઞાનવિમલ સૂરિ કૃત ‘સ્તબક’ , વાચક મેરૂસુંદર કૃત બાલાવબોધ વિ.
- બાળસાહિત્ય -લાલ ગુલાબ+ , ડાહ્યો ડમરો+, કેડે કટારી ખભે ઢાલ + , મોતને હાથ તાળી + , હૈયું નાનું હિમ્મત મોટી + , ઢોલ વાગે ઢમાઢમ, ચાલો પશુઓની દુનિયામાં વિ.
- પ્રૌઢશિક્ષણ સાહિત્ય - મોતીની માળા
- અંગ્રેજી - Non Violance, Forgiveness, Stories from Jainism etc.
સન્માન
- 1989 - બ્રિટનની ૧૭ જૈન સંસ્થાઓ દ્વારા હેમચન્દ્રાચાર્ય ઍવોર્ડ
- 2000 - સંસ્કૃતિ સંવર્ધન ઍવોર્ડ
- 2000 - નાનુભાઇ સુરતી ફાઉન્ડેશન દ્વારા મિલેનિયમ ઍવોર્ડ
- 2001 - ‘જૈન રત્ન’ ઍવોર્ડ
- હરિ ૐ આશ્રમ એવોર્ડ, હેમચંદ્રાચાર્ય એવોર્ડ
- 2004 - ભારત સરકાર તરફથી પદ્મશ્રી
- ગુજરાત સાહિત્ય સભા ધ.કા.ગાંધી સુવર્ણચંદ્રક
- + કુલ ૩૩ સન્માનો/પારિતોષિકો/ચન્દ્રકો.
સાભાર
- મુકુન્દ પ્રા. શાહ
- ગુજરાત સમાચાર , નેટ પ્રકાશન
- જૈન સેન્ટર ઓફ અમેરીકા, ન્યુયોર્ક

[...] નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની, - કુમારપાળ દેસાઇ એ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘મારી [...]
Pingback by ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો » Blog Archive » સમાચાર - ગુજરાતી સારસ્વત પરિચય — May 27, 2007 @ 4:09 am