ગુજરાતી સારસ્વત પરિચય

January 26, 2007

કલાપી, Kalapi

Filed under: કવિ, નિબંધકાર, વર્ણનકાર, સર્જક — ઊર્મિ @ 1:00 am

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,kalapipic.jpg
આંસુ મહીં આંખથી યાદી ઝરે છે આપની!

“એ હું જ છું નૃપ, મને કર માફ બાઇ!
એજ હું છું નૃપ, મને કર માફ ઈશ !

હા ! પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે!”

“તુને ન ચાહું ન બન્યું કદી એ, એને ન ચાહું ન બને કદી એ,
ચાહું તો ચાહીશ બેયને હું, ચાહું નહીં તો નવ કોઇને હું!”

“તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!”

“પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.”

“વ્હાલી બાબા! સહન કરવું એ ય છે એક લ્હાણું!
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !”

“હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું !
મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું?”

“કટાયેલું અને બુઠું ઘસીને તીક્ષ્ણ તેં કીધું
કર્યું પાછું હતું તેવું, અરે દિલબર! હ્ર્દય મારું!”

#  રચનાઓ:   -  1  -   :   -  2  -   :  - 3 -  

#   કલાપીનો મણિલાલ દ્વિવેદીને લખેલો પત્ર

#  એક વેલીને     :       વીત્યા ભાવો 

                                   dramapicmain-s.jpg

# વેબસાઇટ:    કલાપીના જીવન પર આધારિત નાટક     :    કલાપી મેમોરિયસ ફાઉન્ડેશન

 _________________________________________________________  

નામ              

  • સુરસિંહજી તખ્તસિંહજી   ગોહેલ

ઉપનામ          

  • કલાપી

જન્મ              

  • 26 જાન્યુઆરી - 1874, લાઠી  

અવસાન          

  • 9 જૂન – 1900, લાઠી  

કુટુંબ 

  • પત્ની  
    • રમાબા ઉર્ફે રાજબા – રૂહા, કચ્છનાં કુંવરી (1889 - 15 વર્ષની વયે); એમનાંથી 8 વર્ષ મોટા
    • આનંદીબા ઉર્ફે કેસરબા – કોટડા, સૌરાષ્ટ્રનાં કુંવરી (1889 - 15 વર્ષની વયે) ; એમનાંથી 2 વર્ષ મોટા
    • શોભના - રમાબા સાથે પિયરથી 7-8 વર્ષની ઉંમરે આવેલ મોંઘી નામની દાસી (1898) ; એમનાંથી 7-8 વર્ષ નાના

 ramapic.jpg      sursinhji.jpg      shobhnapic.jpg

અભ્યાસ          

  • 1882-1890 રાજકુમાર કોલેજ રાજકોટ માં અંગ્રેજી પાંચ ધોરણ સુધી
  • અંગત શિક્ષકો પાસે સંસ્કૃત, ઉર્દૂ, ફારસી સાહિત્યનો અભ્યાસ    

વ્યવસાય         

  • 1895- લાઠી(ગોહિલવાડ, સૌરાષ્ટ્ર)ના રાજવી

પ્રદાન            

  • પ્રજાત્સલ રાજવી 
  • ખુદવફાઇવાળા ઊર્મિકવિ જેણે ગુજરાતી કલા સાહિત્યને સમૃધ્ધ કર્યું
  • પ્રવાસ લેખન

મુખ્ય કૃતિઓ     

  • કાવ્યસંગ્રહ- કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્યકલાપ , હમીરજી ગોહેલ (દીર્ઘકાવ્ય )
  • વર્ણન – કાશ્મીરનો પ્રવાસ
  • નિબંધ- સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર    

kalapi4.jpg                   kalapi5.jpg

જીવન            

  • 21 વર્ષની વયે રાજ્યાભિષેક (21 જાન્યુઆરી 1895)
  • નાનપણથી જ લાગણીપ્રધાન, સાહિત્ય અને કુદરતી સૌન્દર્યનો ઘણો શોખ અને આદર્શ રાજવી બનવાની ઇચ્છા
  • માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખતા અને માતાના મૃત્યુ બાદ રમાબા પ્રત્યે પણ તેવો જ પ્રેમ રાખતા
  • આનંદીબા પ્રત્યે કદી પ્રેમ રાખી શક્યા નહીં પરંતુ પતિ તરીકેની બધી ફરજો અદા કરી
  • રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં 20 વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો
  • શોભના સાથેના પ્રણયને કારણે રાજખટપટ અને ગાદીત્યાગનો વિચાર
  • વરિષ્ટ સાહિત્યકારોની સાથે મિત્રતા
  • સ્વીડનબોર્ગના વિચારોની ઊંડી અસર
  • 16 થી 26 વર્ષની ઉંમરનાં 10 વર્ષના ગાળામાં જ 500થી વધુ વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરેલો અને 250 થી ઉપર ગુજરાતી સાહિત્યના ઘ્રેણા જેવી રચનાઓ કરેલી (કાવ્યસર્જન 1892થી શરૂ થયેલ)
  • મહત્તમ કાવ્યો, પ્રણયતમ અને પ્રણયમંથન જેવા; ઘણાં કાવ્યો દ્વિઅર્થી અને પરમાત્માને સંબોધીને પણ લખેલા; કાવ્યોમાં વિષયોનું વૈવિધ્ય અને હ્રદયના ભાવો રહેલા છે; પત્ર સાહિત્યમાં પણ ઘણું ચિંતન સમૃધ્ધ કર્યું છે;
  • મિત્રો અને સંબંધીઓને લખેલા તેમના પત્રો પણ તેમની માનવતાને મઘમઘાવે છે.
  • 26 વર્ષની યુવાન  ઉંમરે મૃત્યુ  (કહેવાય છે કે રમાબાએ યુક્તિથી ઝેર પાયું હતું)

સન્માન       

  • ‘રાજવી કવિ કલાપી’ નામનું એમનાં જીવન વિશેનું પુસ્તક 
  • એમના નામથી કુમારનો ‘કલાપી’ એવોર્ડ – ગઝલ માટે      
  • 1966માં ગુજરાતી ચલચિત્ર ‘કલાપી’ બનાવાયું જેમાં અભિનેતા સંજીવકુમારે કલાપીની ભૂમિકા ભજવેલી

kalapibook1.jpg 

સાભાર        

  • ગુર્જર સાહિત્યભવન – અમૃતપર્વ યોજના    

19 Comments »

  1. કલાપીની જન્મતારીખ અને મૃત્યુતારીખ બંને વિશે કોઈ અધિકૃત પ્રમાણ મળતું નથી. ‘કલાપીનો કેકારવ’માં પણ અલગ અલગ તારીખો મળે છે. મારી પાસેના સ્ત્રોતોમાંથી જે સૌથી વધુ પ્રમાણભૂત મને લાગ્યો તે કવિ કાન્તનો લેખ… એ પ્રમાણે કલાપીની જન્મતારીખ છે: 26-2-1874 અને મૃત્યુતિથિ છે:10-06-1900.

    એક રાતની ટૂંકી માંદગી બાદ ફક્ત છવ્વીસ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કરી જનાર લાઠી નામના નાકકડા રજવાડાના રાજા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલને એક આખી સદી બાદ પણ શા માટે આ દુનિયા યાદ કરે છે? હકીકત એ છે કે કેટલાક રાજાનું જીવન એના ખોબા જેટલા રજવાડાથી ય લાંબું હોય છે અને કેટલાકનું તો વળી શાશ્વત! ‘કલાપી’ એટલે શાબ્દિક અર્થમાં મોર… અને આ મોરનો ‘કેકારવ’ તો સદીઓ પછી પણ આપણા દિલની વાડીઓમાં એજ ચિરયુવાન મીઠાશથી ગુંજતો રહેશે. યુવાન હૃદયની સુકોમળ ઊર્મિઓ સરળ અને સહજ સુમધુર બાનીમાં મા ગુજરાતના ખોળે ધરનાર આ કવિની કવિતાઓ દરેક પ્રેમીના પાઠ્યપુસ્તકમાં પહેલા પાના પર જ લખાયેલી રહેશે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ વિશેના એમના કાવ્યો ભાવની સ્નિગ્ધ મીઠાશ અને રસાળ ચિંતનના કારણે અજર-અમર બની ગયાં છે…

    Comment by વિવેક — June 27, 2006 @ 1:09 pm | Reply

  2. કલાપીની જાણીતી પંક્તિઓનો આસ્વાદ કરવો હોય તો આ લિન્ક પર ક્લિક કરવા વિનંતી:

    http://dhavalshah.com/layastaro/2006/06/blog-post_10.html

    -વિવેક

    Comment by વિવેક — June 27, 2006 @ 1:11 pm | Reply

  3. સુરતાની વાડીના મીઠા મોરલા !તારું “એક ઘા”જગત નહીં જ વિસરે !
    વળી કેકારવનું તો પૂછવું જ શું ? સતત કાનમાં ટહુકાર રણકે છે !
    હા પસ્તાવો ! વિપુલ ઝરણું ,સ્વર્ગથી ઊતર્યું છે ;
    પાપી તેમાં ડૂબકી દઈને , પુણ્યશાળી બને છે !કેમ ભુલાય ?

    Comment by manvant — June 28, 2006 @ 7:44 pm | Reply

  4. [...] શ્રી ‘કલાપી’ની જીવનઝાંખી [...]

    Pingback by સ્નેહ સરવાણી » એક વેલીને.. — July 7, 2006 @ 4:41 pm | Reply

  5. [...] કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ ‘કલ… [...]

    Pingback by જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે -કલાપી « ઊર્મિનો સાગર — January 20, 2007 @ 10:38 pm | Reply

  6. [...] કલાપી વિષે નો પરિચય વાંચોઃ કવિ પરિચય માં [...]

    Pingback by Bansinaad — January 26, 2007 @ 9:55 am | Reply

  7. [...] વિષે નો પરિચય વાંચોઃ કવિ પરિચય માં No Comments so far Leave a comment RSS feed for comments on this post. TrackBack URI [...]

    Pingback by Bansinaad — January 26, 2007 @ 9:56 am | Reply

  8. [...] તેમના જીવન વિશે જાણવા અહીં ‘ક્લીક’… [...]

    Pingback by લયસ્તરો » ભોળાં પ્રેમી - કલાપી — January 26, 2007 @ 3:02 pm | Reply

  9. [...] કવિ પરિચય  [...]

    Pingback by એક ઘા -કલાપી « ઊર્મિનો સાગર — March 8, 2007 @ 10:52 pm | Reply

  10. [...] કવિ પરિચય  [...]

    Pingback by ગ્રામમાતા –કલાપી « ઊર્મિનો સાગર — April 22, 2007 @ 9:35 pm | Reply

  11. [...] જીવનઝાંખી [...]

    Pingback by 9 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર — June 9, 2007 @ 3:03 am | Reply

  12. THANKS

    Comment by B.R.BORICHA — August 29, 2007 @ 4:29 am | Reply

  13. [...] જીવનઝાંખી [...]

    Pingback by 26 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — January 26, 2008 @ 2:23 am | Reply

  14. [...] કવિ પરિચય  [...]

    Pingback by ગાગરમાં સાગર » Blog Archive » એક ઘા -કલાપી — May 27, 2008 @ 12:42 pm | Reply

  15. [...] કવિ પરિચય  [...]

    Pingback by ગાગરમાં સાગર » Blog Archive » ગ્રામમાતા –કલાપી — May 27, 2008 @ 12:45 pm | Reply

  16. [...] ખૂબ જ પ્રિય ગઝલ છે. આવા રાજવી કવિની જીવનઝાંખી ની મુલાકાત લેવા સુરેશદાદાના બ્લોગની [...]

    Pingback by ભોળા પ્રેમી……..કલાપી « મન નો વિશ્વાસ — June 10, 2008 @ 8:55 am | Reply

  17. ગ્રામમાતા

    http://niravrave.wordpress.com/2009/02/06/આજે-ઠંડો-હિમભર્યો-વહે-અનિ/

    Comment by સુરેશ જાની — February 18, 2009 @ 10:07 am | Reply

  18. મૃણાલીનીબેન ઉપાધ્યાય દ્વારા ઈમેલથી મળેલ ગીત …
    ——————————-
    એક ઘા

    તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,
    છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
    રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
    નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.
    મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
    પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
    ક્યાંથી ઊઠે? જ્ખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
    ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!
    આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,
    મ્રૂત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
    જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
    આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.
    રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
    આવે ત્હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
    રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
    લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્યૅ ના છે.
    કલાપી

    Comment by સુરેશ જાની — October 15, 2009 @ 8:58 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.