ગુજરાતી સારસ્વત પરિચય

January 28, 2007

મસ્ત હબીબ,સારોદી, Mast Habib Sarodi

Filed under: કવિ — સુરેશ @ 1:00 am

“મસ્ત એ પોતે વિચારોની ખુમારીમાં હતો,
એટલે મયખાનું એ ત્યાગી ગયો પીધા વગર.”

“મને અલ્લાહને સોઁપી જનારા આટલું સાંભળ,
હું એક ઈંન્સાન છું ,ઈન્સાનની મારે જરુરત છે.”

” કરતું નથી અધર્મનો કોઈ મુકાબલો,
જાણે હજીયે કોઈ પયગમ્બર છે આવનાર.”

# રચના    -  1  -    :     -  2  -  

_________________________________________________________

 નામ

  • હસન મુસા પટેલ

ઉપનામ

  •  મસ્ત હબીબ,સારોદી,  મુલ્લા રમુજી

જન્મ

  •  25 -  મે , 1912 ;  સારોદ જિ. ભરુચ

અવસાન

  • 11 – મે,  1972 ;  સુરત

વ્યવસાય

  • સુરતમાં શિક્ષક, આચાર્ય  

જીવન ઝરમર

  • પ્રખર શાયર,વિવેચક,વ્યંગકાર,પીઁગળ શાસ્ત્રના વિદ્વાન અભ્યાસી,મૂળભુત ઉર્દુ શાયર
  • મહાગુજરાત ગઝલ મંડળના રૂહે રવાં શ્રી. નિસાર અહમદ શેખ(શેખ ચલ્લી), સીરતી,રતિલાલ’અનિલ’ અને બેબાક રાંદેરી ના સફરના સાથી
  • ગુજરાતી શાયરીમાં એમણે ઘણા શિષ્યો આપ્યા છે. રાઝ નવસારવી,અદમ ટંકારવી,મસ્ત મંગેરા વિ.
  • સ્વભાવે મ્રુદુ હતા, પણ ખુદ્દારી એમનો સ્વભાવ હતો.
  • શ્રી ગની દહીઁ વાલા ને શ્રી ઊમાશંકર જોષી  ગુજરાત નું ‘ગઝલ બુલબુલ’ કહ્યું ત્યારે સાહિત્યિક વર્તુળમાં થોડો ઉહાપોહ થયો હતો
  • એમના તમામ લેખો, વિવેચનો,અને બીજાં કાવ્યોનું સંપાદન કરવામાં આવે અને તો બીજા બે ,ત્રણ સારા ગ્રંથો પ્રકાશમાં આવી  શકે.

મૂખ્ય રચનાઓ

  • મસ્તી , તુલસી ઈસ સંસારમેં (મુલ્લાં રમુજીના તખલ્લુસથી લખેલ વ્યંગ-કવનો), મોજ-મસ્તી

સાભાર

  • જનાબ મહમ્મદ અલી ભેડુ ‘વફા’ – ટોરોન્ટો, કેનેડા

3 Comments »

  1. Thankyou very much Jani saheb for the noble work.

    The reader can go to the following url for his view on gazal,and his vyang_kavan.
    wafa

    http://bazmewafa.blogspot.com/2006_12_01_archive.html

    http://bazmewafa.blogspot.com/2007_01_01_archive.html

    Comment by wafa — January 30, 2007 @ 5:23 pm | Reply

  2. [...] જીવનઝાંખી  [...]

    Pingback by 11 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર — May 11, 2007 @ 2:13 am | Reply

  3. [...] જીવનઝાંખી [...]

    Pingback by 25 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર — May 25, 2007 @ 3:52 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.