ગુજરાતી સારસ્વત પરિચય

February 13, 2007

રતિલાલ ‘અનિલ’, Ratilal ‘Anil’ - Revised

ratilal_anil_1.JPG“નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો !”

“અસ્તિત્વના પરાક્રમે આ શું કર્યું ‘અનિલ’
દર્પણ બનાવવા જતાં ચહેરો ફૂટી ગયો. “

“સહજમાં રહ્યો ને બધે વિસ્તર્યો,
રહ્યો જળ ને પાછો હું જળમાં તર્યો !
કે ‘સ્થિતિ’માં મારી રહી છે ‘ગતિ’
નથી હું મર્યો કે નથી અવતર્યો !”

” દિવાસળી એક જ વાર બોલે છે. ” - એક ચાંદરણું

# કાવ્યો    -  1  -     :   -   2   -    :        -  3   -   @  :      @  ખાસ મિડીયા પ્લેયર ઇન્સ્ટોલ કર્યા બાદ 

# એક લેખ        :      વેબ સાઇટ   +     +   ખાસ ફોન્ટ  ઇન્સ્ટોલ કર્યા બાદ

__________________________________________  

નામ

  • રતિલાલ મૂળચંદદાસ રૂપાવાલા

સમ્પર્ક

  • ‘Kankavati’ , 13-14, Sai Samarpan Society, Behind Ashirvad township
    1,
    Bamroli road, Udhna,Surat - 394 210 

જન્મ

  • 1919 

અભ્યાસ

  • પ્રાથમિક બે ધોરણ

વ્યવસાય

  • પત્રકારત્વ

             ratilal_anil.gif     આધેડ વયે ….ratilal_anil_2.JPG  આજીવન કાર્યરત …

જીવનઝરમર

  • સાત આઠ વર્ષની  ઉમ્મરે જરીવણાટના કારખાનામાં અને પછી પાવરલૂમ્સમાં નોકરી
  • સ્વાતંત્ર્યની લડતમાં કામગીરી; છ માસ જેલવાસ, જેમાં રવિશંકર મહારાજ, ગણેશ વાસુદેવ માવલંકર વિ. ના પરિચયમાં આવ્યા
  • જેલમાં મેલેરીયા થયો ત્યારે દાદાસહેબ માવલંકર છૂપી રીતે તેમને દૂધ અને પાંઉ પહોંચાડતા. જેલમાં ચર્ચામાં ભાગ લેતાં જીભ ખૂલી
  • પત્રકારત્વ: ગુજરાત સમાચાર તથા ગુજરાત મિત્ર આદિ દૈનિકોમાં નોકરી
  • કંકાવટી , પ્યારા બાપુ, બહાર પ્રજ્ઞા સામયિકોનું સપાદન
  • ‘કંકાવટી’ નું સંપાદન 43 વર્ષ સુધી (માર્ચ -2006 સુધી ) સંભાળ્યું , ‘કુમાર’ ના સારા સમયમાં બચુભાઇ રાવત વૃધ્ધ થતાં તેના સંપાદનની  ઓફર કંકાવટી’ની સેવામાં ઠુકરાવી, ઘણી વાર ‘ગાંઠનું ગોપીચંદન’ કરીને પણ  ‘કંકાવટી’ ચાલુ રાખ્યું .
  • ઘણા વર્ષો સુધી મહાગુજરાત ગઝલ મંડલના મંત્રી રહ્યા, અને કોઇ લાલસા કે અભિપ્સા વિના પાયાનું કામ કરતા રહ્યા .
  • 1940- 50 ના સમયમાં ગઝલકારો ‘ ફાટે ડોળે ભ્રામક ઇશ્કનાં ગીતો ગાનારા ‘ ગણાતા   ત્યારે ગુજરાતી ગઝલનું પાયામાં સંવર્ધન કરનાર વ્યક્તિ
  • 1950 ના દાયકામાં આખો દિવસ સાંચાઓના અવાજો અને સાંજ અને રાતે સાહિત્ય સેવાને કારણે સતત માથાનો દુખાવો ઉપડ્યો. સૂરત અને મુંબાઇની હોસ્પીટલોમાં ઘણીવાર સારવાર લીધી.
  • જીવનમા ઘણી વાર નોકરી વિના રહ્યા. ત્યારે માત્ર કોલમોના પુરસ્કારોમાંથી જીવન નિર્વાહ થતો
  • અમૃત ‘ઘાયલ’ મદદે આવ્યા અને ગીરનારની તળેટીમાં ‘પ્યારા બાપુ’ ના સંપાદનની નોકરી મળી , જેમાં તેમનું ઘડતર થયું.
  • મરક મરક, મસ્તીની પળો, ચાંદરણાં કોલમોના લેખક
  • ચાંદરણાં અને મરકલાં જેવા નવા સાહિત્ય પ્રકારના સર્જક
  • ખાદીના જાડાં કપડાં અને જાડાં ચશ્માં તેમના હંમેશના સાથી

મુખ્ય રચનાઓ

  • કવિતા – ડમરો અને તુલસી, મસ્તીની પળોમાં (રૂબાઈસંગ્રહ)
  • એક વાક્યમાં વિચાર -  ચાંદરણાં, મરકલાં
  • જીવનચરિત્રો – આવા હતા બાપુ, ઈંદિરા ગાંધી
  • નિબંધસંગ્રહ - આટાનો સૂરજ *
  • હાસ્ય નિબંધ -  હાસ્ય લહરી
  • સંસ્મરણો -  સફરના સાથી - ગઝલ સાહિત્યના ઇતિહાસનો દસ્તાવેજ , બકુલ ટેલરના અથાગ પ્રયત્નોથી લખાયો  

સન્માન

  • ગુજરાત સરકારનો પત્રકારત્વ માટેનો એવોર્ડ  
  • ગુજરાત સરકારનો વલી ગુજરાત એવોર્ડ
  • 2006 -  સાહિત્ય અકાદમીનો પુરસ્કાર *

સાભાર

  • તેમની વેબ સાઇટ
  • ‘અભિયાન’ - જાન્યુઆરી - 2006

5 Comments »

  1. [...] જ ગજ થઇ ગયું છે. - રતિલાલ ‘અનિલ’   (   જીવનઝાંખી   [...]

    Pingback by થઇ ગયું છે - રતિલાલ ‘અનિલ’ « કવિલોક / Kavilok — January 9, 2007 @ 2:49 pm

  2. Gamyu .

    Jayant Shah

    Comment by Jayant Shah — January 12, 2007 @ 5:46 am

  3. [...] તેમના જીવન વીશે વાંચવા અહીં ‘ક્લીક&#82… [...]

    Pingback by આજનું ચાંદરણું - રતીલાલ 'અનીલ' « કાવ્ય સુર — May 8, 2007 @ 11:23 am

  4. [...]  પુરસ્કાર મેળવનાર  પરમ પુજ્ય રતીલાલ ‘અનીલ’ જીના જીવન  વીશે વાંચવા અહીં ‘ક્લીક’ [...]

    Pingback by મને ગમેલી એક કોમેન્ટ « કાવ્ય સુર — July 18, 2007 @ 1:09 am

  5. [...] આદરણીય, મુક્ત મનના, વયોવૃધ્ધ શ્રી. રતીલાલજીએ ( ’અનીલ’ )   બહુ ઉદાર મન રાખીને, સામાન્ય જનોને [...]

    Pingback by પરવાનગી « કાવ્ય સુર — July 18, 2007 @ 1:23 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.