યાસીન દલાલ, Yasin Dalal
” કુટુમ્બની સાંકડી વ્યાખ્યામાંથી હું બહાર નીકળી ગયો અને કુટુમ્બનો અર્થ એ રીતે વિસ્તરતો ગયો. મારું સાચું કુટુમ્બ આ જ છે. “
” ધર્મગ્રંથોમાં દર્શાવેલી જાતજાતની માન્યતાઓ વિશે, સમાજમાં પ્રચલિત અનેક વહેમો વિશે બાળપણથી હું ચીલાચાલુ વલણથી કંઇક જુદું જ વિચાર્યા કરતો હતો. સામાન્ય બુધ્ધિમાં ન ઊતરે એવી કોઇ પણ વાત કેમ સ્વીકારાય, એવો પ્રશ્ન મનમાં સતત ઊઠ્યા કરતો. જ્ઞાતિના ને બીજા સંકુચિત વાડાઓમાં કેદ એવા સમાજને જોઇને, મનુષ્ય જીવનનું ગૌરવ હણાતું જોઇને મન બાલપણથી જ વ્યથા અનુભવતું. પણ પછી થત્તું, જે હું વિચારું છું એ બીજાઓ કેમ વિચારતા નહીં હોય? એમાં રમણભાઇ મને મળી ગયા. બરાબર એ જ વિચારો, પરંપરા સામેનો એ જ આક્રોશ.”
- ‘રમણભાઇ પાઠક’ વિશેના તેમના એક લેખમાંથી
તેમના પોતાના શબ્દોમાં તેમની જીવન કથા……..
yasin_dalal-sem-_february_25_20071.pdf
__________________________________________________________
જન્મ
9 - જાન્યુઆરી, 1944 ; ઉપલેટા
અભ્યાસ
- બી.એ. - ઉપલેટા
- રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી એંગ્રેજી સાથે એમ.એ.
- 1981 - ‘સૌરાષ્ટ્રનાં અખબારોનો ઇતિહાસ’ મહાનિબંધ લખીને પી.એચ.ડી.
વ્યવસાય
અધ્યાપન અને પત્રકારત્વ.
જીવનઝરમર
- નાનપણથી જ પત્રકારત્વનો શોખ, આઠમા ધોરણમાં હતા ત્યારે તેમણે હસ્તલિખિત માસિક ચલાવેલું.
- એમ.એ. નો અભ્યાસ કરતી વખતે ‘ફૂલછાબ’ માં ‘માધૂકરી’ વિભાગ સંભાળ્યો હતો.
- ‘સુકાની’માં પણ થોડો વખત સહાયક તંત્રી તરીકે કામ કર્યું હતું.
- 1968 - ’પાન’ નામનું એક માસિક શરૂ કરેલું.
- હાલ તેઓ ‘સૌજન્ય માધુરી’ નામના માસિકનું સંપાદન કરે છે.
- 1973 - સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વ. અમૃતલાલ શેઠ પત્રકારત્વ ભવનમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા.
- 1981થી - આ ભવનના અધ્યક્ષ
- લખ્યાં છે અને વિશદ સંશોધનો કર્યાં છે.
- તાજેતરમાંજ ‘સૌરાષ્ટ્રમાં રજવાડી શાસન દરમિયાન અખબારોની ભૂમિકા’ વિશે સંશોધન પૂરું કયું છે.
રચનાઓ
- પત્રકારત્વ અને માધ્યમને લગતાં પચાસ પુસ્તકો
- નવલકથા - સંશયાત્મા
- અનુવાદ - જવાહરલાલ નહેરુ - સંઘર્ષના વર્ષો
સન્માન
- સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકો
- ગુજરાત સરકારનું શ્રેષ્ઠ ગ્રામીણ પત્રકારત્વનું પારિતોષિક
- ગુજરાત દૈનિક અખબાર સંઘનું શ્રેષ્ઠ કટારલેખનનું પારિતોષિક
સાભાર
- પરિચય પુસ્તિકા – પરિચય ટ્રસ્ટ.
- શ્રી. ઉત્તમ ગજ્જર, સન્ડે ઇ મહેફિલ
gujaratima aa badhu vanchi ne khub anand thayoo…abhinandan..manish
Comment by manishijani — February 23, 2007 @ 12:34 pm