શિવલાલ ધનેશ્વર કવિ, Shivalal Dhaneshwar Kavi
જન્મ
- 1850 ; વતન : મુન્દ્રા (કચ્છ)
અવસાન
- 1899
જીવન ઝરમર
- 1871 - ’પ્રાસ્તાવિક કાવ્ય’ નામક માસિક અને કાવ્યસર્જનની શરુઆત
- 1875 - કચ્છના રાજ્યકુટુંબના શિક્ષક
- 1887 - કચ્છના મહારાજા સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે
- 1894 - કચ્છના કાયદાઓના અભ્યાસ બાદ મુંન્દ્રામાં ન્યાયાધીશ
રચનાઓ
- 1875 - રામાયણ (તુલસી રામાયણનું ભાષાંતર) , નરસિહરાવે એને ઉચ્ચ વર્ગના કવિનું સર્જન કહીને સન્માન્યું
- 1897 - કાલિદાસના મેઘદૂતનું ભાષાંતર
- 1885 - કચ્છભૂપતિ વિવાહ વર્ણન
- 1886 - પ્રવાસવર્ણન.
લાક્ષણિકતાઓ
- કચ્છથી માંડીને મહાબળેશ્વર સુધીનાં સ્થળોનું સૃષ્ટિસૌંદર્ય કલ્પનાના રંગે દોર્યું જે આપણને પ્રથમવાર મળે છે.
- કચ્છના મહારાજાની વ્યક્તિગત પ્રશસ્તિનું કાવ્ય આપ્યું.
- મેઘદૂતના ભાષાંતરમાં પૃથ્વી અને સ્રગ્ધરા છંદોની યોજના કરી છે જેમાં વિષયોને ન્યાય મળવા ઉપરાંત કાવ્યની રમણીયતા પણ જળવાઈ છે.