કરસનદાસ મૂળજી, Karsandas Mulji
સુધારાયુગના ગદ્ય લેખક
” ભાષા ટાપટીપ કરીને અતિ સુંદર તેઓ કરતા, તથાપિ તેમાં બળ તથા પ્રૌઢતા કંઈ ઓછાં નથી. ગુજરાતી ભાષાના પંડિત તરીકે તેમની કીર્તિ તેમનાં બીજાં પરાક્રમોથી મેળવેલી કીર્તિથી કંઈ ઓછી ચળકતી નથી.”
- ‘ બુદ્ધિવર્ધક ‘ - ઓક્ટોબર - 1875
______________________________________________________________
જન્મ
- 25 - જુલાઇ , 1832 ; મુંબઈ
- મૂળ વતન- વડાલ ગામ, મહુવા પાસે
શિક્ષણ
- માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં
વ્યવસાય
- 1855 - 1863 ‘સત્યપ્રકાશ’,'રાસ્ત ગોફતાર’ અને ‘સ્ત્રી બોધ’ સામયિકોના તંત્રી
- 1863 - 1871 રાજકોટ અને લીમડીમાં સરકારી પ્રશાસક
અવસાન
- 1871 - લીમડી
જીવનઝરમર
- સૂરતવાળા વૈષ્ણવાચાર્ય મહારાજ સાથે કવિ નર્મદને 1860માં થયેલા વિવાદની ચર્ચાઅને એક અગ્રલેખ કરસનદાસે તંત્રી તરીકે ‘સત્યપ્રકાશ’માં લખેલો તેથી તેમના પર બદનક્ષીનો કેસ થયેલો જેની ચર્ચા બહુ મોટા પાયે થયેલી. સમગ્ર સંપ્રદાયની સામે તેઓ એકલે હાથે લડેલા અને એ કેસ જીતી ગયા હતા. સુધારાયુગના આ સમયનો આ કેસ કરસનદાસના અને ‘સત્યપ્રકાશ’ના યશને વધારનારો બની રહેલો.
રચનાઓ
- 1856 - ’નીતિસંગ્રહ’ વ્યક્તિગત અને સામાજિક નીતિ પ્રબોધતા નિબંધો
- 1860 - ‘સંસારસુખ’ સ્ત્રી ઉપયોગી, બોધપ્રધાન અને નર્મશક્તિના ચમકારવાળા લેખોનો સંગ્રહ
- 1866 - ‘ઇંગ્લેન્ડમાં પવાસ’ 450 પાનાંનો સચિત્ર ગ્રંથ. એની બીજી આવૃત્તિ બીજે જ વર્ષે થઈ અને એનો મરાઠીમાં અનુવાદ થયો. “સુધારાયુગની બહુ થોડી સ્વતંત્ર ને સુંદર કૃતિઓમાંની એક
- વેદધર્મ’, કુટુંબમિત્ર’ વિ.
લાક્ષણિકતાઓ
- બહુશ્રુતપણું
- પ્રવાસવર્ણનમાં એ સમયના પ્રમાણમાં વિગતપૂર્ણ રજુઆતો
- નિરાડંબરી અને સ્પષ્ટ શબ્દચિત્રો
- સૂક્ષ્મ અવલોકન શક્તિ.
દાદા, આ બધી એમની રચનાઓ કયાંથી મળી શકે? ડિજીટાઈઝ કરી ને સાચવણી ઘણી અગત્યની વસ્તુ છે. ઇંગ્લેન્ડમાં પ્રવાસ’ 450 પાનાંનો સચિત્ર ગ્રંથ - વાંચવાની ખુબ ઈચ્છા છે કારણકે મને ઈતિહાસ જાણવાનો ખુબ શોખ છે. હું માનું છું કે ઈતિહાસ માનવ ને ઘડે છે. જય
Comment by bansinaad — March 1, 2007 @ 10:25 pm