” જેને કલંક ‘કડવું’ દધિ! તું ગણે છે.
‘મીઠું’ બની અમ જગે રસ તે ભરે છે.”
” અંધારું ટાળવાને ઇશ અવનીનું તેં સૂર્ય ને ચન્દ્ર જેવા,
ફેંક્યા બે ચાક લેતા ચકર ભમરડા દોરી વીંટી દિશાની.”
-
-
__________________________________________
નામ
- જેઠાલાલ ત્રિવેદી
જન્મ
- 26 - ફેબ્રુઆરી, 1908 ; રાંધેજા – જિ. ગાંધીનગર
કુટુમ્બ
- માતા – જમુનાબા ; પિતા- નારાયણ
- પત્ની – મંગલાગૌરી
અભ્યાસ
- બી.એ. (ઈન્દોર)
વ્યવસાય
- સરકારી નોકરી
- લેખન
જીવનઝરમર
- પ્રાથમિક શિક્ષણ રાંધેજા. પછી વડોદરા-અમદાવાદમાં શિક્ષણ.
- બી.એ. – અર્થશાસ્ત્ર, ઈતિહાસ, રાજ્યશાસ્ત્ર
- ચોવીસ વર્ષની ઉંમરે પ્રથમ વાર્તાસંગ્રહ પ્રસિદ્ધ -કાચાં ફળ.
- મહેસૂલ ખાતામાં સરકારી નોકરી.
- 51મા વર્ષે નોકરી છોડી ગ્રામનિવાસ અપનાવી લેખનપ્રવૃત્તિ.
- કથાલેખન, કવિતા, કોશસર્જન, સંશોધન.
મુખ્ય રચનાઓ
- નવલકથા - સુરેખા, રંભા, સમ્રાટ વિક્રમ, ભગવાન પતંજલિ
- વાર્તાસંગ્રહો - કાચાં ફળ, પલાશપુષ્પ
- કાવ્યસંગ્રહો - પાંખડી, મંદારમાલા (મુક્તક સંગ્રહો), અલકા, પંચમ (કાવ્યસંગ્રહો)
- સંપાદન – ગુજરાતી પ્રણયોર્મિ કાવ્ય
- અન્ય - લોકસાહિત્ય શબ્દકોશ, સંતસાહિત્ય શબ્દકોશ, મંગલા, લોકસાહિત્યની લહેર
સન્માન
- મેઘાણી સુવર્ણચંદ્રક
- રાજ્ય સરકારનાં પારિતોષિકો
[...] # જેઠાલાલ ત્રિવેદી [...]
Pingback by અનુક્રમણિકા - જ « ગુજરાતી સારસ્વત પરિચય — March 7, 2007 @ 5:17 am |
[...] – જેઠાલાલ ત્રિવેદી : કવિ પરિચય [...]
Pingback by સમુદ્રને- જેઠાલાલ ત્રિવેદી « કવિલોક — January 21, 2008 @ 4:28 pm |