![]()
” જીવો ને જીવવા દો મરણ લગણ આ જિંદગી ચાર દી’ ની “
- તેમનું પ્રેરક વાક્ય
” મારું હૈયું ખોવાયું એક વેળા,
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.”
-
________________________________
જન્મ
- 20 – સપ્ટેમ્બર 20, 1909 ; પોરબંદર
અવસાન
- 10 – જુન 10, 2006 ; પુના
કુટુમ્બ
- માતા – વજકોરબાઇ ; પિતા – હરજીવનદાસ
- પત્ની – સુમન ( લગ્ન – 1927, અવસાન – 2004 )
- પુત્રો - વિજય, વિનોદ ; પુત્રીઓ - ચંદ્રપ્રભા તેલી, મીનાક્ષી તેલી
અભ્યાસ
- બી.એ.
વ્યવસાય
- શેર દલાલ ( મુંબાઇ)
- લેખન
જીવન ઝરમર
- પ્રો. પાર્કર અને નરસિંહરાવના પ્રિય છાત્ર
- ઉમાશંકર જોશી અને દ્વિરેફના માનીતા વાર્તાલેખક
- ગાંધીવાદી સ્વાતંત્ર્યસેનાની
- લેખન કાર્ય … વિવેચનકાર્ય, જેલવાસમાં સાહિત્ય સર્જન
- ’અખંડ આનંદ’, ‘એકાંકી’, ‘પરબ’, ’ગુજરાતી નાટય’ સામાયિકોના તંત્રી
- ઘણા ઉગતા સાહિત્યકારોને પ્રસ્તાવના લખી પ્રોત્સાહિત કરતા
- આકાશવાણી અને ટી.વી. પર કાર્યક્રમો આપ્યા છે.
- દેશ પરદેશમાં અનેક પ્રવાસો
- 1973-74 – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
- ‘લતા શું બોલે?’ કટાર ના બોલ્ડ કથાવસ્તુ માટે ચર્ચાસ્પદ
- મરાઠી અને બંગાળી ભાષા પણ જાણતા હતા
- નીલીનું ભૂત, ધૂમ્રસેર, ગુલામદીન ગાડીવાળો, લતા શું બોલે ? – તેમની સંસ્મરણીય વાર્તાઓ
રચનાઓ - પચાસની આસપાસ પુસ્તકો
- પ્રથમ પુસ્તક -લતા અને બીજી વાતો
- કાવ્યસંગ્રહ: વસન્તે
- વિવેચન – રૂપસૃષ્ટિમાં,સાહિત્ય: તત્વ અને તંત્ર,
- વાર્તાસંગ્રહ – ધૂમ્રસેર, એક દ્વંદ્વયુધ્ધ, માણસનાં મન
- સંસ્મરણો – સ્મરણોને સથવારે
- પ્રવાસ વર્ણન – નવા ગગન નીચે
લાક્ષણિકતા
- સ્ત્રી પુરુષ સંબંધની વિલક્ષણતાઓ
- સ્ત્રીઓના માતૃત્વને તેમની રચનાઓમાં સન્માન મળ્યું છે.
સન્માન
- 1968 – કુમાર ચંદ્રક
- 1991 -પદ્મશ્રી
- 1998 - રણજીતરામ સુવર્ણચંદ્રક
- 2000 - નરસિંહ મહેતા પુરસ્કાર
સાભાર
- “કર્તા-કૃતિ પરિચય” , મૃગેશ શાહ
- સાક્ષરનો સાક્ષાત્કાર , રન્નાદે પ્રકાશન
[...] # ગુલાબદાસ બ્રોકર [...]
Pingback by અનુક્રમણિકા - ગ « ગુજરાતી સારસ્વત પરિચય — November 10, 2006 @ 4:46 pm |
ગુલાબદાસ બ્રોકર મુંબઈની એલ્ફિંસ્ટન કોલેજનના ગ્રેજ્યુએટ.
ઓછી જાણીતી વાત એ કે તેમણે “કથક” ઉપનામથી પણ લેખન કરેલું! વળી તેમણે નાટ્યલેખનમાં પણ હાથ અજમાવેલો. તેમની નોંધપાત્ર એકાંકીઓમાં “મા”, “જ્વલંત અગ્નિ” આદિ મૂકી શકાય.
…… હરીશ દવે અમદાવાદ
Comment by હરીશ દવે — March 10, 2007 @ 8:18 pm |
[...] જીવનઝાંખી [...]
Pingback by 10 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર — June 10, 2007 @ 3:15 am |