“ અવગતની એંધાણી,
એ સંતો, અવગતની એંધાણી,
ચાતક પીએ એંઠું પાણી. “
“જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.”
” અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.
” ન ફાવ્યું તો ગયાં કરમાઇ પુષ્પો પાનખર આવ્યે:
ખરી શકતા નથી કંટક, – એ દુખિયારાએ ક્યાં જાવું? “
” કદી આંખ ચૂવે અમસ્તી અમસ્તી,
કદી આંખ જુવો તો મસ્તી જ મસ્તી. “
” આમ હવાની ફૂંક વાગે ને ધૂળને ફૂટે પાંખ,
આમ આઘેની ટેકરીના ગુલમોરની ખૂલે આંખ.”
# રચના
__________________________________________ (more…)