હસિત બૂચ, Hasit Buch
” મીટમાં મને ઓળખી જતું કોઇ જો એવું મળતું.
પાંખડી મારી ખૂલતી બધી, મન મારું મઘમઘતું.”
” એક નિરંતર લગન; અમે રસ પાયા કરિયેં!
એકેબીજામાં મગન અમે બસ ગાયા કરિયેં ! “
__________________________________________
જન્મ
- 26 - એપ્રિલ , 1921 ; જૂનાગઢ
અવસાન
- 14 - મે, 1989 ; વડોદરા
કુટુમ્બ
- પત્ની - જ્યોત્સ્ના ( અધ્યાપક, લેખિકા)
અભ્યાસ
- પ્રાથમિક, માધ્યમિક - વડોદરા
- 1942 - બી.એ. - મુંબાઇ
- 1944 - એમ.એ. - મુંબાઇ
વ્યવસાય
- 1946 - 71 ગુજરાતની વિવિધ કોલેજોમાં અધ્યાપક
- 1971 - 80 ગુજરાત રાજ્યના ભાષા નિયામક
જીવનઝરમર
- રાજકોટની કોલેજમાં આચાર્ય
- ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં પણ કવિતાઓ રચેલી છે.
- બાળગીતો પણ લખેલાં છે
મુખ્ય રચનાઓ
- કવિતા - બ્રહ્મઅતિથિ ( ન્હાનાલાલ વિશે) , રૂપનાં અમી, સૂરમંગલ, સાન્નિધ્ય, નિરંતર, તન્મય, અંતર્ગત, ગાંધીધ્વનિ વિ.
- બાળકાવ્યો - આગિયા ઝબૂકિયા, એનઘેન દીવાઘેન
- નવલકથા - ચલ અચલ, આભને છેડે ( હિન્દીમાં અનુવાદ પણ થયેલો છે) , મેઘના વિ.
- વાર્તા - આલંબન, તાણે વાણે, વાદળી ઝર્યા કરતી હતી
- નાટક - શુભસ્ય શીઘ્રમ્ , નવાં નવાં નાટકો, કિશોરોનાં નાટકો ( એકાંકીઓ)
- નિબંધ - વડોદરા આ વડોદરા
- ચરિત્ર - સિધ્ધરાજ
- સંશોધન/ વિવેચન - દલપતરામ : એક અધ્યયન , અન્વય, તદ્ ભાવ, ગ્રંથસ્થ વાંગ્મય સમીક્ષા, મીરાં, ક્ષણો ચિરંજીવી
- અનુવાદ / સંપાદન - ધમ્મપદ, સિધ્ધહેમ, જાદવાસ્થળી, પ્રસાદ
- અંગ્રેજી કવિતા - Window
- હિ ન્દી કવિતા - इषत्
લાક્ષણિકતાઓ
- શિષ્ટ અભિરૂચિ ધરાવનારા મૂલ્યનિષ્ઠ કવિ
- ગીતોમાં વિશેષ રચનાઓ
સાભાર
- ગૂર્જર કાવ્ય વૈભવ - અમૃતપર્વ યોજના
- ગુજરાતી સાહિત્યકોશ ( અર્વાચીન કાળ )
1959 - 60 મારું કોલેજનું પહેલું જ વર્ષ. અમદાવાદની ગુજરાત કોલેજમાં વિજ્ઞાનનો વિદ્યાર્થી, પણ ભાષામાં અતિશય રસ .
અમારા ગુજરાતીના પ્રાધ્યાપક મુરબ્બી શ્રી હસિતભાઇ
આજે આટલા વર્ષે તેમની જીવનઝાંખી નેટ ઉપર મૂકી તે દિવસોનાં સંસ્મરણો વાગોળ્યાં.
Comment by સુરેશ જાની — March 16, 2007 @ 5:55 am
[...] જીવનઝાંખી [...]
Pingback by 14 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર — May 14, 2007 @ 2:10 am