તારિણીબેન દેસાઇ, Tariniben Desai
” ચાલવાના જંતુઓ દરેક જગ્યાએ વેરાયેલાં પડ્યાં છે.”
- ‘કબરો પણ ચાલી શકે છે’ - વાર્તામાંથી
” જીવનમાં કોઇ પણ કામ કરો , એમાં મજા આવવી જોઇએ.” - કરસનદાસ માણેક
- તેમનું પ્રેરક અવતરણ
# રચના : વેબ સાઇટ
__________________________________________
જન્મ
- 22 - ડીસેમ્બર , 1935 ; વડોદરા
- વતન - પેટલાદ
કુટુમ્બ
- માતા - સુધાબેન ; પિતા - રુદ્રપ્રસાદ મુન્શી
- પતિ - * સુધીર દેસાઇ ( જાણીતા કવિ , લગ્ન - 1955 )
- પુત્ર - સંસ્કાર - સંગીતજ્ઞ ; પુત્રી - મોટી - સંસ્કૃતિરાણી ( કવયિત્રી) , નાની -ધ્વનિ - (ચિત્રકાર )
અભ્યાસ
- એમ.એ. ( ફિલોસોફી)
- સંગીત વિશારદ, રાષ્ટ્રભાષારત્ન, જ્યોતિર્વિદ્ (સાયન-નિરયન) , નક્ષત્રજ્યોતિર્વિદ્, રામાયણ-પ્રવીણ
વ્યવસાય
- ગૃહકાર્ય
જીવનઝરમર
- તેમની પ્રેરણામૂર્તિ તેમના નાનીમા રાજરત્ન કવયિત્રી સ્વ. દીપકબા દેસાઇ
- ત્રણ ભાષા ઉપરાંત મરાઠી, બંગાળી અને સંસ્કૃત પણ જાણે છે.
- ચાળીસ વર્ષથી આકાશવાણી પર કાર્યક્રમો આપેલા છે.
- ટી.વી. કાર્યક્રમોમાં માં વારંવાર ભાગ લીધો છે.
- તેમની જાણીતી વાર્તાઓ - કબરો પણ ચાલી શકે છે, કિચૂડ કિચૂડ બોલતી સાંકળ, મહાલક્ષ્મી, સળગતો અંધકાર, હાલોલનો એક છોકરો
- ‘ પ્રેરણા’નામની ટી.વી. શ્રેણીમાં નાનો રોલ પણ કર્યો છે.
- ‘ક્યારેક’ નામના સાહિત્યિક સામયિકનાં તંત્રી
- 1966 - પ્રથમ પ્રકાશિત કૃતિ - મીટિંગ ( વાર્તા) - ‘ચાંદની’ માસિક માં
- અપ્રસિધ્ધ એકાંકીઓ, નાટિકાઓ, કાવ્યો, નિબંધો પણ લખેલા છે.
શોખ
- સંગીત, નૃત્ય, નાટ્ય, ચિત્ર
મુખ્ય રચનાઓ
- વાર્તા - પગ બોલતા લાગે છે. *
લાક્ષણિકતાઓ
- પ્રયોગ રસિક લેખિકા
સન્માન
- * ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર - રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
ક્યાંય ક્યાંયથી પાત્રો શોધી લાવો છો સુરેશભાઈ. અભિનંદન
Comment by Neela Kadakia — March 21, 2007 @ 7:31 pm
સેંકડો પાત્રો એમને હાથવગાં છે ! આવતીકાલને માટે એમણે જંગ ઉપાડ્યો છે !
Comment by jjkishor — March 21, 2007 @ 11:01 pm
[...] # તારિણીબેન દેસાઇ [...]
Pingback by અનુક્રમણિકા - ત « ગુજરાતી સારસ્વત પરિચય — March 23, 2007 @ 9:17 am
[...] – તારિણી , લેખિકા ( લગ્ન – 1955, વડોદરા) ; પુત્ર- સંસ્કાર; [...]
Pingback by સુધીર દેસાઈ, Sudhir Desai « ગુજરાતી સારસ્વત પરિચય — October 10, 2007 @ 8:12 am
પતિ-પત્ની સાથેના જુના સંબંધોનું
સ્મરણ તાજું થયું…ઘણી બાબતે !
ખાસ કરીને ગોધરા અને દીપકબા !
Comment by manvant — October 14, 2007 @ 4:13 pm
[...] જીવનઝાંખી [...]
Pingback by 22 - ડીસેમ્બર - વ્યક્તીવીશેશ « કાવ્ય સુર — December 22, 2007 @ 3:03 am