“શુદ્ધ પ્રવાસરસના બહુભોક્તા.”
“તીર્થસ્થાનોના દર્શન, જુદાં જુદાં લોકોનો પરિચય. સર્વત્ર ધનાર્જન, અનેક આશ્ચર્યકારક પદાર્થોનું નિરીક્ષણ, બુદ્ધિની ચતુરતા અને ઉત્તમ ભાષાઓનું જ્ઞાન આ સર્વ ગુણો પ્રવાસ-તીથાર્ટન કરવામાં રહેલાં છે”
“મિથ્યા કશું ન લખાય”
“ઉત્સાહિત મન હોય. લખ્યા પછી હળવાશ”
“રસિક રમણ-ભ્રમણ”

__________________________________________
જન્મ
- ૭ – ઓગસ્ટ, ૧૯૩૪; સોજા જિ. મહેસાણા
કુટુમ્બ
- માતા – રેવા ; પિતા – શંકરદાસ
- પત્નિ – શકુબેન
અભ્યાસ
- એમ.એ. (હિન્દી), એમ. એ. (અંગ્રેજી), પી.એચ.ડી
વ્યવસાય
- પ્રાધ્યાપક, વિવેચક
જીવનઝરમર
- સંસ્કૃત-બંગાળી-અસમિયા આદિ ભાષાઓથી પરિચિત
- અનુવાદનો દ્વારા મૂળનાં સ્પંદનસ્પર્શો યથાશક્તિ અનુભવડાવે
- એક કાળે રઘુવીર ચૌધરી ના ગુરૂ
- અંગત પુસ્તકાલય માં ત્રણેક હજાર પુસ્તકો
- પ્રેરણા કે પરિશ્રમમાં પરિશ્રમ મહત્ત્વનો
- અનુવાદો સહિત લગભગ ૩૦ અને અનુવાદો સિવાય લગભગ ૧૨ પ્રસિદ્ધ પુસ્તકો
- પ્રિય લેખકો - કાલિદાસ, રવીન્દ્રનાથ અને ઉમાશંકર જોશી
મુખ્ય રચનાઓ
- અધુના, વિદિશા, કાંચનજંઘા, ભારતીય ટૂંકી વાર્તા, અજ્ઞેય: એક અધ્યયન (હિંદી)
મુખ્ય અનુવાદો
- સ્વર્ગની નીચે મનુષ્ય
સન્માન
- સાહિત્ય પરિષદનું કાકાસાહેબ કાલેલકર પારિતોષિક
- ‘વિદિશા’ માટે ગુજરાત સરકાર ના બે, ગુજરાત સાહિત્ય અકાદમી ના ત્રણ પારિતોષિકો અને દિલ્હી સાહિત્ય અકાદમી નું એક
- રણજિતરામ સુવર્ણચંદ્રક
- 1992 - ‘ દેવોની ગતિ ’ માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર