ગુજરાતી સારસ્વત પરિચય

March 24, 2007

દિનકર જોશી, Dinkar Joshi

dinakarbhai_joshi_1.jpg” પ્રત્યેક સાચા સાહિત્યકારની સર્જનયાત્રા ઉપનિષદયાત્રા હોવી જોઈએ ! જ્યાં સુધી એ આવી ઉપનિષદયાત્રા છે ત્યાં સુધી જ એ સાહિત્યયાત્રા છે અન્યથા ઝાડ-પાન ઉછેરવાનું માળી કામ છે ! “

” હવે તમે જ કહો કે, નરસિંહ મહેતાથી દિનકર જોશી સુધીના, પાચ સૈકાના, સેકડોબંધ સાક્ષર સર્જકોમાંથી તમને આ ક્ષણે કેટલા યાદ રહ્યા છે? “
- ગુલાબદાસ બ્રોકર દિનકર જોશીને, જેના જવાબમાં તેઓ માંડ ત્રીસ ચાળીસના નામ ગણાવી શક્યા હતા અને પરસેવો વળી ગયો હતો !!

“  જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ,
બની રહો એ જ સમાધિયોગ.”
પ્રેરક અવતરણ   

- બહુ ચર્ચિત નવલકથા – ‘ પ્રકાશના પડછાયા’ ના સર્જક **

# સર્જન કર્મ    :  દિવાળી એટલે   :   એક વાર્તા    

__________________________________________

સમ્પર્ક        18, વિજયકુન્જ , બજાજ ક્રોસ રોડ ,  કાંદીવલી( પશ્ચિમ) ,  મુંબાઇ – 400 067

જન્મ

  • 30 – જૂન, 1937  ; ભડી ભંડારિયા -  જિ. ભાવનગર
  • મૂળ વતન – નાગધણીબા જિ. ભાવનગર

કુટુમ્બ

  • માતાલીલાવતી; પિતા મગનલાલ
  • પત્નીહંસા  ( લગ્ન – 1963) ; સંતાનો – બે પુત્રો

અભ્યાસ

  • પ્રાથમિક - મુંબઈ ;  માધ્યમિક -  ભાવનગર 
  • 1961 – બી.એ. (ઓનર્સ) – ઈતિહાસ અને રાજકારણ

વ્યવસાય

જાવનઝરમર

  • ‘જગત આ અકસ્માતનું’ – તેમની પ્રથમ વાર્તા – જનસત્તામાં , જેના પ્રકાશનની ખબર તેમને ખૂમચાવાળાના પેકીંગથી ખબર પડી!   
  •  **  ગાંધીજી અને હરિલાલ ગાંધીના સંબંધોના  પર પ્રકાશ નાખતી કથા, જેના આધાર પર નાટ્કો લખાયેલા અને ભજવાયેલા છે. 
  • ગીતાના  અઠંગ અભ્યાસી-  આન્ધ્ર પ્રદેશના સંસ્કૃતના વિદ્વાન ડો. વેદવ્યાસના ગીતાના અલભ્ય શ્લોકો પોતાની પાસે હોવાના દાવને પડકાર્યો અને દાખલા સાથે ખોટો ઠરાવ્યો.  
  • આકાશવાણી પર અનેકવાર કાર્યક્રમો આપ્યા છે.

                                                                          tachali-anagliye_dinkar-joshi_1.jpg

મુખ્ય રચનાઓ     -   60 થી વધુ પુસ્તકો

  • નવલકથાદૂર દૂર આરો, જાણે અજાણે, તન ઝંખે મન રોય, મત્સ્યવેધ, અદીઠાં રૂપ ( અંધના જીવન આધારિત) , ** પ્રકાશનો પડછાયો ,  અગન પથારી, શ્યામ એક વાર આવો ને આંગણે, કૃષ્ણમ્ વંદે જગદ્ગુરુમ્  ,બરફની ચાદર, શેષ-અશેષ, આકાશનો એક ટૂકડો, ( નર્મદના જીવન પર આધારિત ) , કંકુના સૂરજ આથમ્યા ( મહાભારતના પાત્ર કર્ણના જીવન પર આધારિત ) , યક્ષપ્રશ્ન , ખેલો રે ખેલ ખુરશીના ( કટોકટી કાળ આધારિત), અગીયારમી દિશા, આપણે ક્યાંક મળ્યા છીએ,  36 અપ 36 ડાઉન     વિ.
  • વાર્તાસંગ્રહોતરફડાટ, અનરાધાર, એક વહેલી સવારનું સપનું, વનપ્રવેશ વિ.
  • સંપાદનયાદ( 1954 -1964 ના ગાળાની વાર્તાઓ )
  • અનુવાદ – પંજાબી એકાંકી
  • અંગ્રેજીGlimpses Of Indian Culture

સન્માન

  • ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી પુરસ્કારો
  • ગુજરાત સાહિત્ય પરિષદ -   ઉમા- સ્નેહરશ્મિ પારિતોષિક

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
  • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ – 2

6 Comments »

  1. દિનકર જોશીની મોહંમદ અલી ઝીણાના જીવન પર આધારીત પ્રતિનાયક નવલકથા પણ અહીં ઉલ્લેખનીય છે. ગુજરાતે પાકિસ્તાન અને ભારત બન્ને રાષ્ટ્રોના રાષ્ટ્રપિતા આપ્યા છે. સંદેશમાં તે પ્રકાશીત થઈ ચુકી છે.

    Comment by hemantpunekar — March 25, 2007 @ 3:52 am | Reply

  2. [...] # દિનકર જોશી [...]

    Pingback by અનુક્રમણિકા - દ « ગુજરાતી સારસ્વત પરિચય — April 14, 2007 @ 3:23 am | Reply

  3. [...] કરે ઇ જીતે રે માલમ ! કામ કરે ઇ જીતે. “ – દિનકર જોશી સાહેબ, ‘ પ્રકાશના કાંઇ પડછાયા હોય ? [...]

    Pingback by ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો » Blog Archive » સમાચાર - ગુજરાતી સારસ્વત પરિચય — May 27, 2007 @ 4:04 am | Reply

  4. Residential add. is changed

    Comment by BHarat — July 19, 2008 @ 7:36 am | Reply

  5. Redentoial add. is changed

    Comment by BHarat — July 19, 2008 @ 7:36 am | Reply

  6. Dinkar Joshino Parichay ghano adhuro chhe. Aakho Parichaya melvine mukavo joiye. Amna 125 pustako pragat thai gaya chhe. Sarnamu pan badalai gayu chhe.

    Comment by pallavi — December 14, 2009 @ 2:43 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.