“ આ ભાવને જ આપણે વાત્સલ્ય કહીએ છીએ. વાત્સલ્ય શબ્દનો કોઇ ડિક્ષનેરીમાંથી સાચો અર્થ તેને ‘જોવાથી’ મળી શકેશે નહીં. એ શબ્દનો સાચો અર્થ તો વાછરડાને પોતાની જીભથી ચાટી રહેલી ગાયના દ્શ્યમાંથી જ અનુભવી શકાય. “
__________________________________________________________
જન્મ
- જૂન 27, 1946; દુર્ગાપુર તા. માંડવી, જિ. કચ્છ
અભ્યાસ
- નખત્રાણા અને ભુજમાં અભ્યાસ
- 1962 – એસ.એસ.સી.
- 1967 - ગુજરાતી-હિન્દી સાથે બી.એ- ભુજ
- 1975 – ગુજરાતી-સંસ્કૃત સાથે એમ. એ – ભુજ
વ્યવસાય
- 1970- 75 - ભુજની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક
- 1975 થી – આકાશવાણીમાં કાર્યક્રમ નિયોજક
મુખ્ય રચનાઓ
- નવલકથા – કાફલો, અનુરવ, પલાશવન, નગરવાસી, સૂરજની પાર દરિયો, એકાંતદ્વીપ વગેરે
- વાર્તા – કોરો સારંગ, હોલારવ, તરસના કૂવાનું પ્રતિબિંબ વગેરે
લાક્ષણિકતાઓ
- પ્રયોગશીલ સર્જનો
- કેન્દ્રસ્થ સંવેદન અને આંતરમનની ગહરાઇઓનું સચોટ આલેખન
- પ્રતીક અને કલ્પનની મદદ લઇ ભાવને ઉપસાવવાનું વલણ
- જગતની અર્થશૂન્યતા અને માનવ વ્યવહારની ક્ષુદ્રતાનું સચોટ નિરૂપણ
સન્માન
- 2000 – સાહિત્ય એકેડેમીનો એવોર્ડ
કદાચ ઘણા લાંબા સમયથી આ ‘પાનું’ ખુલ્યું નહીં હોય! નહીં તો વિનેશ અંતાણીનું નામ હોય અને ‘પ્રિયજન’(૧૯૮૦) ભૂલાય?
Comment by પિંકી યજ્ઞેશ પંડ્યા — April 21, 2009 @ 1:51 am |
RESPECTED VINESHBHAI,
WE WILL HAVE A MEET AT AHMEDABAD SOON
TILL THEN BYE
Comment by DASHRATH PARMAR — November 14, 2009 @ 7:48 am |