હસમુખ પાઠક, Hasmukh Pathak
છોડી શોધો તવ સૂરતનાં દર્શન તણી,
ધીરે હૈયે બેઠો, તવ મૂરતને સ્થાપી હૃદયે”
- પ્રથમ રચના
“તારા રૂપને ઓળખું છું, નારાયણ,
તારા રૂપને ઓળખું છું,
નથી સમજતો તો તારામાં છુપાયેલા અરૂપને, નારાયણ.
નથી જેને પામી શકતો તેને જોવા ચાહું છું,
તેથી સાદ કરું છું, નારાયણ !…”
“આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી-”
- અવિસ્મરણીય તારકપંક્તિઓ…

ઉપરની એમની તારકપંક્તિઓ વિશે સુરેશ દલાલનું મંતવ્ય:
“આ મુક્તક તમામ ભાષાઓમાં કોતરાવીએ તો આપણા
રાજકારણીઓ ત્યાં (રાજઘાટ પર) ફૂલો ચડાવવાની અને
ફોટો પડાવવાની હિંમત નહીં કરે. (જોકે રાજકારણીઓ શું
કરશે કે શું નહીં કરે એ કોઈ નહીં કહીં શકે!)”
“ચરણ ધરિતે દિયો ગો આમારે,
નિયો ના નિયો ના સરાયે,
જીવનમરણ સુખદુ:ખ દિયે,
વક્ષે ધરિબ જડાયે.”
- રવિન્દ્રનાથ ટાગોરનું પ્રેરક ગીત
__________________________________________ (more…)


