હસુ યાજ્ઞિક, Hasu Yagnik
“ Music creates order out of chaos.” - તેમનો જીવન મંત્ર
( વાયોલિનથી વાંગ્મય માં પ્રેરણા પામતા સાહિત્યકાર )
પ્રેરક અવતરણ
“ દરેક જીવ તારું પોતાનું અંગ છે એ વાત ક્યારેય ભૂલીશ નહીં.” – રામકૃષ્ણ પરમહંસ
_______________________________________________________________
સમ્પર્ક 3, શીતલ પ્લાઝા, રણછોડનગર પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ- 380 053
ઉપનામ
- ઉપમન્યુ, પુષ્પધન્વા, બી.કાશ્યપ, વ્રજનંદન જાની, શ્રીધર !
જન્મ
- 12 ફેબ્રુઆરી, 1939; રાજકોટ
કુટુમ્બ
- માતા – પ્રસન્નબેન; પિતા – વ્રજલાલ
- પત્ની – હસુમતી ( લગ્ન – 1965) ; સંતાન – બે
અભ્યાસ
- પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં
- 1960 - બી.એ.; 1962 - એમ.એ. ; 1972 - પી. એચ.ડી.
- સંગીત વિશારદ
વ્યવસાય
- 1963-82 સુરે ન્દ્રનગર, વિસનગર, અમદાવાદ અને જામનગરની કોલેજોમાં ગુજરાતીના અધ્યાપક
- 1982 - ‘ ગુજરાત સાહિત્ય અકાદમી’ ના મહામાત્ર
- હાલમાં તેના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના સંચાલક
જીવનઝરમર
- ત્રણ ભાષા ઉપરાંત ઉર્દૂ અને સિંધી જાણે છે.
- સર્વ પ્રથમ પકાશિત મૌલિક કૃતિ – દગ્ધા
- પહેલી વાર્તા સામાયિક ‘ચાંદની’માં છપાઇ
- ધાર્મિક વૃત્તિવાળા વ્યક્તિ
- આકાશવાણી પર વાર્તાલાપ આપ્યા છે.
- પુત્રીના લગ્ન તામિળ બ્રાહ્મણ સાથે કરાવ્યા.
- ‘ચકચાર- એક જેલરની ડાયરી’ ના શિર્ષક હેઠળ,બી.કાશ્યપ ઉપનામથી સત્યકથા ઉપરથી હિન્દીમાં લખેલ વાર્તાઓ બહુ પ્રસિધ્ધિ પામી હતી.
- હરિવલ્લભ ભાયાણી સંપાદિત પારંપારિક ભક્તિગીતો ‘ હરિ વેણ વાય છે રે હો વનમાં’ માં સ્વરાંકન
શોખ
- અત્તર, પાન મસાલાના શોખીન
- વાયોલીન વાદન ( રોજ એક - દોઢ કલાક )
રચના
- 37 પુસ્તકો ( નવલકથા, વાર્તા, સત્યઘટના, કથા સાહિત્યનું વિવેચન)
- નવલકથા - હાઇવે પર એક રાત, દગ્ધા, બીજી સવારનો સૂરજ, નીરા કૌસાની
- વાર્તા – ખજૂરો, અરધી ઇમારત, ધૂંધળી ક્ષિતીજની પાર, દીવાલ પાછળની દુનિયા* , એક જુબાનીમાંથી, પછીતના પથ્થરો
- વિવેચન/ સંશોધન – મધ્યકાલીન ગુજરાતી કથા સાહિત્ય ( 700 વર્ષના સાહિત્યનો અભ્યાસ) , મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથા, કામકથા, તિબેટની તંત્રસાધના, લોકવિદ્યા પરિચય
- સહસંપાદન - ફૂટતી પાંખોનો પહેલો ફફડાટ
- સંગીત - સંગીત શાસ્ત્ર
- અંગ્રેજી - Folklore of Gujarat
લાક્ષણિકતાઓ
- પરંપરાગત પ્રકારોમાં સર્જન છતાં તદ્દન ચીલાચાલુ નથી.
- ભેદભરમ, ઘટનાચક્રો, કુતૂહલ અને તરંગ, નક્કર વાસ્તવ અને કલ્પનાનું અજબ સમ્મિશ્રણ તેમના વ્યક્તિત્વનું અજબ ગજબ કોકટેલ રજુ કરે છે.
સન્માન
- * ગુજરાત સાહિત્ય પરિષદનું પારિતોષિક
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર - રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
[...] # હસુ યાજ્ઞિક [...]
Pingback by અનુક્રમણિકા - હ « ગુજરાતી સારસ્વત પરિચય — April 7, 2007 @ 9:16 pm