ગુજરાતી સારસ્વત પરિચય

April 18, 2007

પ્રવીણ દરજી, Pravin Darji

pravin_darji_1.jpg“હા, મિત્રો ! જીવનને વિરાટ-વિશાળ કલ્પનાઓથી ભરી ન દેશો. કારણકે આપણે બદલાઈ ગયા છીએ, સમય બદલાઈ ગયો છે. સાચું પૂછો તો જરાક અમથું આપણું આ આયખું છે. ચપટી એક સમય આપણને મળ્યો છે. એમાં કલ્પના જરૂર કરીએ, પણ કલ્પનાઓય આપણા ગજા પ્રમાણેની.  ”
- ‘ ડાળ એક, પંખી બે’ માંથી

” વહીવંચા કરી ભૈ તેં ભારે કમાલ
હવે થાય છે કે પ્રવીણની પ્રવીણ શી આપે ઓળખ ?
ઉછીના વસ્ત્ર જેવું કોઇકે આપ્યું એને નામ.”

પ્રેરક અવતરણ -
અભિભવ અમારો, તવ યશ.” – રાજેન્દ્ર શાહ

# નિબંધો   - 1-  :  - 2 -   :   - 3 -

# એક કવિતા

__________________________________________

સમ્પર્ક    -     ફુવારા પાસે, લુણાવાડા – 389 230 જિ. પંચમહાલ

જન્મ

  • 23 – ઓગસ્ટ, 1944;  મહેલોલ જિ. પંચમહાલ

કુટુમ્બ

  • માતા – ચંચળબેન ; પિતા – શનિલાલ
  • પત્ની -રમીલા ( લગ્ન – 1967, હાલોલ) ; સંતાનો – એક પુત્ર, બે પુત્રીઓ

અભ્યાસ

  • 1961- એસ.એસ.સી.
  • 1965- ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ.
  • 1967- એમ.એ.
  • 1973- પી.એચ.ડી.

વ્યવસાય

  • 1965-67 મોડાસા કોલેજમાં અધ્યાપક
  • 1967 થી નિવૃત્તિ સુધી – લુણાવાડા કોલેજમાં અધ્યાપક

જીવનઝરમર

  • ચાર ભાષા ઉપરાંત બંગાળી અને મરાઠીથી પરિચિત
  • પ્રથમ મૌલિક પ્રકાશન- ‘ચીસ’ કાવ્યસંગ્રહ
  • શરુઆતમાં પુરુષોત્તમ માવળંકરના ‘અભ્યાસ’માં રચનાઓ પ્રકાશિત થતી.
  • તેજસ્વી અભ્યાસ કારકીર્દિ- કોલેજકાળમાં ‘હરતી ફરતી કોલેજ લાયબ્રેરી’ ગણાતા
  • સાહિત્ય અને અધ્યાપનના પ્રેમને કારણે આચાર્યપદ જતું કર્યું.
  • ‘અરવરવ’ નું સંપાદન
  • રેડીયો અને ટીવી પર વાર્તાલાપ આપેલા છે.
  • હાલ  ‘શબ્દસૃષ્ટિનો તંત્રીલેખ લખે છે.

શોખ

  • ઘણી લલિત કળાનો આસ્વાદ લેવાનો

રચનાઓ  - 25 થી ઉપર

  • કવિતા – ચીસ, ઉત્સેધ
  • નિબંધ - અડખેપડખે,  લીલાં પર્ણ, ડાળ એક પંખી બે
  • ચરિત્ર – ચંદનના વૃક્ષ
  • સંશોધન – નિબંધ – સ્વરૂપ અને વિકાસ
  • વિવેચન – સ્પંદ, ચર્વણા, દયારામ, પ્રત્યગ્ર, પશ્ચાત્, નવલકથા સ્વરૂપ, લલિત નિબંધ
  • સંપાદન -ગુજરાતી ભાષાની કેટલીક વિશિષ્ટ વાર્તાઓ, શબ્દશ્રી, ગદ્યસંચય -2

સન્માન

  • વિઠ્ઠલભાઇ પટેલ સુવર્ણચંદ્રક
  • કાકાસાહેબ કાલેલકર પારિતોષિક
  • સંસ્કાર એવોર્ડ
  • હરિ ૐ આશ્રમનું પારિતોષિક

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
  • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ – 2

2 Comments »

  1. [...] # પ્રવીણ દરજી [...]

    Pingback by અનુક્રમણિકા - પ « ગુજરાતી સારસ્વત પરિચય — May 2, 2007 @ 9:03 pm | Reply

    • sir,
      very good,

      Comment by Rajesh.h.hajuri — May 18, 2009 @ 2:46 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.