“ અહીં ઇશ પોતાને માટે ‘હું’ બોલે;
રમે ‘હું’ અને ‘હું’ જ ‘હું’ ને રમાડે. ”
( મારું સદ્ ભાગ્ય છે કે આ શેરવાળી આખી ગઝલ પ્રફુલ્લભાઇએ મોતીના દાણા જેવા પોતાના હસ્તાક્ષરમાં લખીને તેમના પહેલા પત્રમાં મને મોકલાવી હતી. આ મારે માટે અમૂલ્ય ઘરેણું છે. આ ગઝલ પહેલી વાર અમદાવાદના શનિવારી ચોરામાં તેમના સ્વમુખે સાંભળી ત્યારથી જ મારો પ્રેમસંબંધ તેમની સાથે જોડાયો હતો. )
” આપણા હોવાનો કોઇ અર્થ ના,
આપણે કોઇના પડછાયા છીએ.”
”પાનખર પાછળ વસંતો પણ હશે.
એવું કર, આ સમયને સાચવી લે.”
” એક પથ્થર શાંત જળમાં ફેંકીને
એ વમળમાં ડૂબવાનું છે વલણ.”
“ શબ્દમાં અક્ષર આઘો પાછો થાય તો શું?
તટે સમંદર આઘોપાછો થાય તો શું?”
# રચનાઓ - 1 – : - 2 - : - 3 - : - 4 - : – 5 – : - 6 - :
___________________________________________________________