ગુજરાતી સારસ્વત પરિચય

May 3, 2007

પ્રફુલ્લ દવે, Praful Dave

Filed under: કવિ — સુરેશ @ 1:00 am

praful-dave.jpgઅહીં ઇશ પોતાને માટે ‘હું’ બોલે;
રમે ‘હું’ અને ‘હું’ જ ‘હું’ ને રમાડે.

( મારું સદ્ ભાગ્ય છે કે આ શેરવાળી આખી ગઝલ પ્રફુલ્લભાઇએ મોતીના દાણા જેવા પોતાના હસ્તાક્ષરમાં લખીને તેમના પહેલા પત્રમાં મને મોકલાવી હતી. આ મારે માટે અમૂલ્ય ઘરેણું છે. આ ગઝલ પહેલી વાર અમદાવાદના શનિવારી ચોરામાં તેમના સ્વમુખે સાંભળી ત્યારથી જ મારો પ્રેમસંબંધ તેમની સાથે જોડાયો હતો. )

” આપણા હોવાનો કોઇ અર્થ ના,
આપણે કોઇના પડછાયા છીએ.”

”પાનખર પાછળ વસંતો પણ હશે.
એવું કર, આ સમયને સાચવી લે.”

” એક પથ્થર શાંત જળમાં ફેંકીને
એ વમળમાં ડૂબવાનું છે વલણ.”

“ શબ્દમાં અક્ષર આઘો પાછો થાય તો શું?
તટે સમંદર આઘોપાછો થાય તો શું?”

# રચનાઓ - 1 - : - 2 - : - 3 - : - 4 - : - 5 - : - 6 - :

# તેમની યાદ અપાવતી મારી રચના

___________________________________________________________


જન્મ

  • 2, ઓક્ટોબર, 1948; વર્ધા ( મહારાષ્ટ્ર)
  • વતન - જૂનાગઢ

કુટુમ્બ

  • માતા – ક્મળાબેન ; પિતા – રમણીકલાલ જગજીવન દવે

અભ્યાસ

  • 1966 - એસ.એસ.સી.
  • 1970 – ગુજરાતી/હિન્દી સાથેબી.એ. બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢ
  • 1972 - ગુજરાતી સાથે એમ.એ.
  • 1975- રીજિયોનલ લેંગ્વેજ સેન્ટર, પતિયાલામાંથી ઉર્દૂનો ડીપ્લોમા
  • બી.એડ. – અમદાવાદ, એલ.એલ.બી. – અમદાવાદ

વ્યવસાય

  • 1970-79 કેશોદ ખાતે શ્રી પટેલ વિદ્યામંદિરમાં શિક્ષક
  • 1980- 86 - જૂનાગઢ ખાતે વકીલાત
  • 1987-95 – લેબર કોર્ટમાં ન્યાયાધીશ
  • 1996 – ઇન્ડસ્ટ્રીયલ કોર્ટમાં ન્યાયાધીશ
  • 2003-06 ભાવનગર અને હવે અમદાવાદ ખાતે

જીવનઝરમર

  • માતાપિતા બન્ને શિક્ષક
  • પિતા હિન્દીભાષા પ્રચારક અને સર્વોદય કાર્યકર
  • બાળપણમાં જાણીતા કવિ શ્રી. રાજેન્દ્ર શુકલ તેમની પડોશમાં રહેતા અને તેમના સત્સંગનો લાભ મળ્યો.
  • સાદગી, સરળતા, ભાષા-સંગીત તરફનો પ્રેમ વારસામાં મળ્યો
  • 1970 પછીનો અભ્યાસ શિક્ષકની નોકરીની સાથે કર્યો
  • સંગીત, કવિતા, વિચારનોંધ અને જાહેરજીવન પ્રત્યે લગાવ
  • ભાવનગરમાં બુધસભા અને અમદાવાદમાં શનિવારી સાહિત્ય ચોરા ખાતે નિયમિત હાજરી

રચનાઓ

  • કવિતા – પડઘાતું મૌન

લાક્ષણિકતા

  • આધિભૌતિક સંવેદના પ્રત્યે કવિતામાં વધુ લગાવ

3 Comments »

  1. [...] by સુરેશ જાની on May 3rd, 2007 આજે પ્રફુલ્લભાઇ દવેની જીવનઝાંખી ના પ્રકાશન સમયે તેમની મધુર યાદને [...]

    Pingback by પ્રફુલ્લ દવે ની યાદમાં « કાવ્ય સુર — May 3, 2007 @ 1:11 am

  2. [...] કવિ પરિચય [...]

    Pingback by તો શું? - પ્રફુલ્લ દવે « કવિલોક (Kavilok) — May 3, 2007 @ 2:07 am

  3. [...] # પ્રફુલ્લ દવે [...]

    Pingback by અનુક્રમણિકા - પ « ગુજરાતી સારસ્વત પરિચય — May 26, 2007 @ 11:36 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.