ગુજરાતી સારસ્વત પરિચય

May 7, 2007

શૈલેશ પારેખ, Shailesh Parekh

Filed under: અનુવાદક — સુરેશ @ 2:00 am

” અરે, આ તે કેવો રાજવી વ્યંગ કે વિનોદ?
માંગવી ભિક્ષા ભિક્ષુક પાસે?
હતો હું આકુળ વ્યાકુળ ને બેબાકળો,
ધીરેથી મારા થેલામાંથી એક ઝીણો કણ કાઢીને તને આપતો.

દિનાન્તે જ્યારે ખાલી કર્યો મેં મારો થેલો
થયું આશ્ચર્ય અપાર જોઇને ઢગલામાં ઝીણો સોનાનો દાણો,
વ્યર્થ આંસું હું સારી રહ્યો,
તને આખો થેલો મેં કેમ ન દીધો?”

# રચનાઓ    :   ટાગોર વિશે સંશોધનનો પ્રયાસ

# Heaven of Freedom

________________________________________________________________________

સમ્પર્ક – પરિતોષ, કૃષ્ણ સોસાયટી, અમદાવાદ – 380 006

જન્મ

  • 30 – માર્ચ, 1943 , મુંબાઇ

કુટુમ્બ

  • માતા – નન્દીની; પિતા – મહેન્દ્રભાઇ ચમનલાલ
  • પત્ની – વંદના; પુત્ર – નીરવ; પુત્રી – અનુજા

અભ્યાસ

  • પ્રાથમિક/ માધ્યમિક  – અમદાવાદ
  • ઉચ્ચ  – એલ્ફીન્સ્ટન કોલેજ, મુંબાઇ
  • 1965 – યુનિ. ઓફ કેલીફોર્નીયા અને એમ.આઇ.ટી. ( અમેરીકા)  - માસ્ટર ઇન કેમીકલ એન્જીનીયરીંગ

વ્યવસાય

  • 1965-69 – મુંબાઇમાં એસો રીફાઇનરીમાં
  • 1969 થી – અમદાવાદમાં પોતાનું ટેફલોન પ્રોસેસીંગનું કારખાનું

જીવન ઝરમર

  • રવીન્દ્રનાથ ઠાકુર અને તેમની રચનાઓને સમજવા માટે નિવૃત્ત જીવન સમર્પિત 
  • 1993 થી – રવીન્દ્રનાથ ઠાકુરના પુસ્તકોના અનુવાદની શરુઆત
  • 2001 – 58 વર્ષની ઉમ્મરે સ્વપ્રયત્નથી બંગાળી શીખ્યા

શોખ

  • પ્રવાસ, સંગીત શ્રવણ ( રવીન્દ્ર સંગીત, શાસ્ત્રીય સંગીત, જાઝ )

રચનાઓ

  • અનુવાદ – રવીન્દ્રનાથ ઠાકુરની રચનાઓ – ગીતાંજલી, નૈવેદ્ય, પ્રાંતીક, શેષ લેખ,
  • અંગ્રેજી – નિરંજન ભગતની ગુજરાતી કવિતાઓ, Who is Rabindranath Tagore?
  • પ્રકાશિત થનાર – ચિત્રાંગદા અને બીજા નાટકો

Blog at WordPress.com.