ગુજરાતી સારસ્વત પરિચય

May 12, 2007

વિજય શાસ્ત્રી, Vijay Shastri

Filed under: વાર્તાલેખક, વિવેચક — સુરેશ @ 7:43 pm

vijay-shastri.jpg” તમારે સદાય મીઠા જ રહેવાનું. બાવળ રોપનારા પણ આશા ગુલાબની રાખે છે……આ ભારોભાર વિરોધ, અસંમતિ, અને તિરસ્કારનો લાવા હૃદયમાં ઘૂઘ્વી રહ્યો હોય ત્યારે પણ તમારે મધુર, મીઠા જ બની રહેવું ‘પડે’ એ વ્યક્તિત્વનો હ્રાસ છે…… બીજાને ખુશ કરવા માટે પહેલાં પોતાની જાતને ભૂલવી પડે.

આમ સાહિત્ય તો એક નિમિત્ત જ બની રહે છે, સાધન જ બની રહે છે. મુખ્ય વસ્તુ તો અમારો શાસન શોખ જ હોય છે…..બધું બનાવટી લાગ્યા કરે છે. માણસ તરીકે અપ્રામાણિક હોય એવી સર્જક વ્યક્તિના પાડેલા શબ્દથી છેતરાઇ ન જવાય તો બસ.

પ્રેરક અવતરણ
સુખદુઃખ મનમાં ન આણીએ– નરસિંહ મહેતા
“ There is suffering and suffering” – Dostoyevski

__________________________________________________________________

સમ્પર્ક      – જે/3/ 302, પ્રકૃતિ એપાર્ટમેન્ટ, મુક્તાનંદનગર, અડાજણ રોડ, સુરત – 395 009 

જન્મ

  • 10, ઓગસ્ટ- 1945; મુંબાઇ

કુટુમ્બ

  • માતા- રમાબેન; પિતા- રમણલાલ

  • પત્ની- દીપ્તિ ( બી.એ., બી.એડ. લગ્ન – 1975, સુરત); સંતાનો – બે

અભ્યાસ

  • એમ.એ., પી.એચ.ડી.

વ્યવસાય

  • અધ્યાપન

જીવનઝરમર

  • પ્રથમ મૌલિક કૃતિ – મિસિસ શાહની એક બપોર
  • પ્રથમ પ્રકાશિત રચના – મડીયાના ‘રુચિ’ સામાયિકમાં
  • આકાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે.
  • ‘ના ધર્મે લબ્ધકામાનો મુસદ્દો’ – ટૂંકી વાર્તાનું નાટ્ય રૂપાંતર ‘ મનસુખકાકાનો મુસદ્દો’ નામે ટી.વી. પર રજુ થયું છે.
  • વિદેશી સાહિત્ય વિચારકોના અભ્યાસી, ક્રાંતિકારી વિચારસરણીવાળા અને સાહિત્યમાં રાજકારણથી નિર્ભ્રાંત વ્યક્તિ  

રચના – પ્રસિધ્ધ પુસ્તકો – 20

  • વાર્તા-  મિસિસ શાહની એક બપોર , ઇતરેતર, ઇત્યદિ, હોવું એટલે હોવું *

  • વિવેચન -ઉદ્ ગાર, અનુવાદ

સન્માન

  • ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક *

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા – રન્નાદે પ્રકાશન

Blog at WordPress.com.