” પંચાવન વર્ષ કૉમેડીમાં કાઢયાં, એનો અફસોસ તો ના જ હોય…….. ટૂંકમાં લોકોને હસાવ્યા
અને થોડું કમાયા પણ ખરા. હવે થોડા વખતથી તકલીફ છે. મને પોતાને હસવું આવતું નથી. ”
“હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.”
-પ્રેરક અવતરણ

” ‘ટપુ ‘નું સર્જન ‘ગમી જાય એવું ‘ છે. અમર નહીં કહું. અજર કહેવું મુશ્કેલ
છે, પણ આગવું સ્થાન લે એવું પાત્ર છે. આપણા હાસ્યસાહિત્યમાં
હાસ્યરસનું પાત્ર સર્જવું બહુ મુશ્કેલ છે. હું હજી આજેય સર્જી શક્યો નથી. “
- જ્યોતીન્દ્ર દવે
__________________________________________
જન્મ
- 26 – ડીસેમ્બર, 1929; અમદાવાદ
કુટુમ્બ
- માતા – મનહરગૌરી ; પિતા – જનુભાઈ
- પત્ની – ઈલા(પ્રથમ લગ્ન, 1957 – અમદાવાદ), ઈંદુ(દ્વિતીય લગ્ન, 1974 – મુંબઈ) ; સંતાનો – એક પુત્રી
અભ્યાસ
- 1945 – મેટ્રીક
- 1956 – ખાલસા કોલેજ, મુંબાઇમાંથી ગુજરાતી સાથે બી.એ.
- 1958 – ભવન્સ કોલેજ , મુંબાઇ માંથી ગુજરાતી સાથે એમ.એ.
વ્યવસાય
- 1958-59 – ગુજરાતી નાટ્યમંડળમાં કાર્યકારી મંત્રી
- 1959-60 - પ્રજાતંત્ર દૈનિકના ઉપતંત્રી
- 1960- 86 – ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ ડીવીઝનમાં વૃત્તાંત લેખક અને ગેઝેટેડ અધિકારી
- હાલ મુક્ત લેખન
જીવનઝરમર
- શુદ્ધ હાસ્ય-ઉપજાઉ અત્યંત લોકખ્યાત લેખક
- સર્વ પ્રથમ મૌલિક કૃતિનું પ્રકાશિત: ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ ત્રિઅંકી પ્રહસન
- એમના ઘણા પુસ્તકો સુપ્રસિદ્ધ છે (એમનાં મોટા ભાગના પુસ્તકોની માહિતી અહીંથી મળી રહેશે)
- ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ અને ‘સપ્તપદી’ લેખોમાં અને ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ કટારથી કીર્તિ ઘણી મળી
- ટૂંકી વાર્તા, લેખો, રેડિયોરૂપકો અને નાનાંમોટાં નાટકો લખ્યા
- ત્રણ પ્રિય ભારતીય કલાકારો/લેખકો: સત્યજિત્ રાય (દિગ્દર્શક), શરદ જોષી (હિન્દી હાસ્યલેખક), દિલીપકુમાર
- ત્રણ પ્રિય વિદેશી સર્જકો: સ્વ.વુડહાઉસ, હયાતમાં આર્ટ બુકવૉલ્ડ, ટૉમ શાર્પ
- વિનોદ ભટ્ટ અને ચંદ્રકાંત શાહ જેવા અગત્યનાં વિવેચકોએ એમની કૃતિનું મૂલ્યાંકન કરેલું
- આરંભે ‘કુમાર’ સામયિકમાં કૃતિ પ્રકાશિત થવાથી હર્ષની લાગણી જન્મેલી
- એમની ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ કટારને લીધે ‘ચિત્રલેખા’નું વધારે વાંચન
- આકાશવાણી પર અસંખ્ય કાર્યક્રમો આપ્યા છે
- લાગટ 25 વર્ષ રંગભૂમિ પર લેખક, અભિનેતા અને દિગ્દર્શક તરીકે કામ કર્યુ, હવે માત્ર લેખન
શોખ
- શાસ્ત્રીય સંગીત સાંભળવાનો
મુખ્ય રચનાઓ
- નાટકો - નવું આકાશ નવી ધરતી, કોથળામાંથી બિલાડું, દુનિયાને ઊંધાં ચશ્માં, સપ્તપદી
- હાસ્યલેખ - ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ લેખમાળામાંથી ઘણાં પુસ્તકો
- પ્રવાસ – તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે
- ચરિત્ર – ‘મેઘજી પેથરાજ શાહ’ જીવન અને સિધ્ધિ
સન્માન
- ગુજરાતી સાહિત્ય અકાદમી
- ગુજરાતી સાહિત્ય પરિષદ
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
- ગુજરાતી સાહિત્યકોશ – ખંડ – 2
૮મા ધોરણમાં હતી ત્યારે મેં સૌથી પહેલું ‘ટપુડા’ નું કારસ્તાન વાંચેલું. – ‘કોના બાપની દિવાળી ? ‘ ( એ તો ટપુના બાપની જ હોય ને !! )
ત્યારથી જ ટપુડો, ચંપકદાદા, વચલી, રંજનબેન… બધા જ જાણે બાજુની ચાલીમાં રહેતા હોય એટલા નજીકના ઓળખીતા થઇ ગયા……
આજે પણ ચિત્રલેખાના મોટાભાગના વાચકો (મારા સહિત) કહે છે કે ‘ઊંધા ચશ્મા’ વગરના ચિત્રલેખાના પૈસા વસુલ નથી થતા.
અને કાયમ હસાવતા આ લેખકને ‘દિકરી વ્હાલનો દરિયો’ પુસ્તકમાં વાંચો તો રડી જ પડાય…
Comment by jayshree — May 17, 2007 @ 9:28 am |
આટલા વર્ષો થયા — હું મોટો થઇ ગયો પણ ટપુડો એવડો ને એવડો જ છે.
Comment by Kartik Mistry — May 21, 2007 @ 12:10 am |
I agree with jayshree. I subscribe chitralekha, to read taral Mehta.
Comment by Kavita — May 21, 2007 @ 4:54 am |
[...] # તારક મહેતા [...]
Pingback by અનુક્રમણિકા - ત « ગુજરાતી સારસ્વત પરિચય — May 21, 2007 @ 1:16 pm |
tapudo aavti anek pedhio maate pan etlo j tapudo raheshe eni mane khaatri chhe…
Comment by કુણાલ — May 22, 2007 @ 5:59 am |
[...] – “હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા સાહેબનું રામબાણ અકસીર છે. – [...]
Pingback by ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો » Blog Archive » સમાચાર - ગુજરાતી સારસ્વત પરિચય — May 27, 2007 @ 4:04 am |
નાનપણથી જ બે ગુજરાતીઓ મારા રોલ-મોડેલ હતા જેમાંના એક હતા કાંતી ભટ્ટ અને બીજા તારક મહેતા, મને યાદ છે ૧૯૮૫ થી મે ચિત્રલેખા વાંચવાની શરુ કરેલ અને ત્યારે જે ટપુડાના પરક્રમો વાંચેલા તે હજી મારા મગજમાં એમના એમજ છે.. એનો જસબીર, જેઠાલાલ, ડો. હાથી જેવા બીજા અનેક પાત્રો પણ મારા મગજમાં એટલા ઘુસી ગયેલા કે તે વખતે હુ કોઈ નવી વ્યકિતને જોતો ત્યારે મને પહેલા તો તારક મહેતા જે રીતે તેના પાત્રોના વર્ણન કરતા તે યાદ આવી જતુ અને સામેવાળાને હુ તારક મહેતાના પાત્રમાં બંધ બેસાડવાના પ્રયાસ કરતો… અને અંતે કોઈ પાત્રનુ નામ એને આપી દેતો જેમકે મારા એક ઓળખિતા ને પહેલી જ મુલાકાતમાં જેઠાલાલ ની ઉપાધી આપી દિધેલી..!!!
Comment by Nilesh Vyas — May 27, 2007 @ 11:12 am |
I am regular reader of Chitralekha Mainly due to Dunia Ne undha Chashma of Tarak Mehta
I tried to subscribe for E copy through E banking i.e. internate Banking but still you need payment by cheque which may not be possible for NRI Like us If You make an arrangement with some bank like HDFC or ICICI for direct payment theough Internate will be highly appriceated.
Comment by મિલીન — November 12, 2007 @ 10:48 am |
[...] જીવનઝાંખી [...]
Pingback by 26 - ડીસેમ્બર - વ્યક્તીવીશેશ « કાવ્ય સુર — December 25, 2007 @ 2:01 pm |
ANY DETAILED DESCRIPTION OF NEWLY INTRODUCED CHARACTER BY SHRI TARAK MEHTA IS HIGHELY COMEDIAN,HIGHLY IMRESSIVE,AND CORRECT CHARACTERISE.THE LANGUAGE PUT IN NEW CHARACTER IS COMPEL TO LAUGH.LAUGHINH IS GREAT EXCERCISE WITH MIND EMPTY AND NEW SPIRIT CAME FOR PROBLEM OF LIFE ALL THIS TEACHING FROM SHRI TARAK MEHTAS DUNIYA NE UNDHA CHASAMA ARTILE.I READ THIS WITH GREAT EXCITEMENT AND GET FUN OF COMEDY.TARAK MEHTA LIVE LONG LIFE.
Comment by MANOJKUMAR JOSHI — April 25, 2009 @ 11:22 am |
hasvani samjan hasy kalakar shahbudin bhai rathode aapi. jenathi tarak maheta, vinod bhatt, ratilal borisagar jeva hasylekhkone man bharine manya. thanks.
Comment by vandan dixit — May 29, 2009 @ 2:20 pm |
To listen to an interesting radio interview with Tarak Mehta on Sur-Samvaad Gujarati Radio, Sydney please log on to
http://www.sursamvaad.net.au/last_pgms.html
All types feedback is welcome on http://www.sursamvaad.net.au/contact_us.html
Comment by sursamvaad — August 30, 2009 @ 6:52 pm |
I and my all family members are a regular watcher of the serial ‘Tarak Mehta ka Ulta Chashma’. I remember my younger age when I were adict of chitralekha. I egerly waited for monday for chhapawala kaka. When received first if my pappaji awaken then that copy would handed over to him or I got and very first I read ‘Tarak Mehta’. Although I was very fond of serial story of Harkishan Mehta.
Comment by hetal — October 31, 2009 @ 5:28 am |
me tarak maheta me aana chahata hu
Comment by nilesh patel — December 23, 2009 @ 9:02 am |