ગુજરાતી સારસ્વત પરિચય

May 20, 2007

ગુલામ મોહમ્મદ શેખ, Gulam Mohommad Shaikh

g-m-shaikh.jpg“બુધસભામાં અધિકારથી ઘુસેલા માણસ” – રાધેશ્યામ શર્મા

# પરિચય :     -  1  -    :     -  2  - 

________________________________________________________

સમ્પર્ક     – નિહારિકા, યુનિવર્સિટી હેલ્થ સેંટર પાછળ, પ્રતાપગંજ, વડોદરા – 390001.

જન્મ

  • 16 ફેબ્રુઆરી, 1937; વઢવાણ ; સુરેન્દ્રનગર

કુટુમ્બ

  • માતા – લાડુબહેન, પિતા – તાજ મોહમ્મદ
  • પત્ની –નીલિમા ( લગ્ન –1970) ; સંતાન – એક પુત્ર, એક પુત્રી

અભ્યાસ

  • 1959 – બી.એ (ફાઇન આર્ટ્સ) – વડોદરાની મ. સ. યુનિવર્સિટી
  • 1961- એમ. એ. (ફાઇન આર્ટ્સ) -  “”   “”  “” 
  • 1966 - એ. આર. સી. એ. – રોયલ સ્કૂલ ઓફ આર્ટ્સ , લંડન

વ્યવસાય

  • 1960 થી  -  મ.સ.યુનિ. માં ફાઈન આર્ટસમાં અધ્યાપન
  • ચિત્રકળા વિભાગના અધ્યક્ષ

                                   ghulam_mohommad.jpg

જીવન ઝરમર

  • અબ્યાસકાળમાં યુરોપમાં ભ્રમણ  
  • ચિત્રકલાના અભ્યાસ સાથે સાહિત્ય સર્જન
  • દેશ-વિદેશમાં ચિત્રપ્રદર્શનો યોજાયાં છે.
  • કાવ્ય – મુક્ત ગદ્યમાં વિશેષ રુચિ.
  • પ્રથમ કૃતિ ‘બાળક’ મેગેઝિનમાં પ્રકાશિત. તે પછી ‘રમકડું’, ‘ચાંદની’, ‘કુમાર’ આદિ સામયિકોમાં કૃતિઓ છપાઈ.
  • વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં તેમના ચિત્રોને સ્થાન મળ્યું છે.
  • ક્ષિતિજ, વિશ્વમાનવ, સાયુજ્ય સામયિકોમાં કલા વિભાગોનું સંચાલન

                                                         gmsheikh-2_small.jpg

મુખ્ય રચનાઓ

  • કવિતા - અથવા
  • અનુવાદ - અમેરિકી ચિત્રકળા’
  • નિબંધ  – ઘર જતાં

લાક્ષણિકતા

  • કાવ્યગ્રંથમાં પોતાની ચિત્રકલાનું સુભગ સંયોજન  

સન્માન

  • 1983 – રાષ્ટ્રીય એવોર્ડ (ચિત્રકલા), ભારત સરકારનો પદ્મશ્રી એવોર્ડ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
  • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2

Blog at WordPress.com.