“બુધસભામાં અધિકારથી ઘુસેલા માણસ” – રાધેશ્યામ શર્મા
________________________________________________________
સમ્પર્ક – નિહારિકા, યુનિવર્સિટી હેલ્થ સેંટર પાછળ, પ્રતાપગંજ, વડોદરા – 390001.
જન્મ
- 16 ફેબ્રુઆરી, 1937; વઢવાણ ; સુરેન્દ્રનગર
કુટુમ્બ
અભ્યાસ
- 1959 – બી.એ (ફાઇન આર્ટ્સ) – વડોદરાની મ. સ. યુનિવર્સિટી
- 1961- એમ. એ. (ફાઇન આર્ટ્સ) - “” “” “”
- 1966 - એ. આર. સી. એ. – રોયલ સ્કૂલ ઓફ આર્ટ્સ , લંડન
વ્યવસાય
- 1960 થી - મ.સ.યુનિ. માં ફાઈન આર્ટસમાં અધ્યાપન
- ચિત્રકળા વિભાગના અધ્યક્ષ
જીવન ઝરમર
- અબ્યાસકાળમાં યુરોપમાં ભ્રમણ
- ચિત્રકલાના અભ્યાસ સાથે સાહિત્ય સર્જન
- દેશ-વિદેશમાં ચિત્રપ્રદર્શનો યોજાયાં છે.
- કાવ્ય – મુક્ત ગદ્યમાં વિશેષ રુચિ.
- પ્રથમ કૃતિ ‘બાળક’ મેગેઝિનમાં પ્રકાશિત. તે પછી ‘રમકડું’, ‘ચાંદની’, ‘કુમાર’ આદિ સામયિકોમાં કૃતિઓ છપાઈ.
- વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં તેમના ચિત્રોને સ્થાન મળ્યું છે.
- ક્ષિતિજ, વિશ્વમાનવ, સાયુજ્ય સામયિકોમાં કલા વિભાગોનું સંચાલન
મુખ્ય રચનાઓ
- કવિતા - અથવા
- અનુવાદ - અમેરિકી ચિત્રકળા’
- નિબંધ – ઘર જતાં
લાક્ષણિકતા
- કાવ્યગ્રંથમાં પોતાની ચિત્રકલાનું સુભગ સંયોજન
સન્માન
- 1983 – રાષ્ટ્રીય એવોર્ડ (ચિત્રકલા), ભારત સરકારનો પદ્મશ્રી એવોર્ડ
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
- ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2

