ગુજરાતી સારસ્વત પરિચય

May 21, 2007

હિમાંશી શેલત, Himanshi Shelat

Filed under: વાર્તાલેખક — જય ભટ્ટ @ 2:00 am

 himanshi-shelat.jpg“લગ્નસંબંધ અને સ્ત્રીના વિકાસને શો સંબંધ”

“જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી”

“મૂળ પ્રાણીમાત્રને રસપૂર્વક, ઝીણવટથી જોવાનું ગમે”

“સંવેદનશીલતા માત્ર વિચારોમાં કે કાગળિયામાં ન રહી જાય એ જીવવું”

“કીર્તિ શબ્દ બહુ વજનદાર, ભાઈ ! અમારે દટાઈ જવું નથી.”

#    રચનાઓ :     -  1  -      :    -   2   -  

__________________________________________  

(more…)

પ્રથમ વર્ષ

Filed under: સંપાદકીય — સુરેશ @ 2:00 am

<     28 – મે , 2006    >

          અહીં પહેલી ટપાલ પ્રગટ કરી હતી. ‘ ફાધર વાલેસ ‘ ની જીવનઝાંખી આપીને. તે વખતના થોડાક શબ્દો …….

“….   પહેલો સર્જક પરિચય ફાધર વાલેસથી આપું છું. સ્પેનમાં જન્મેલી આ વિરલ વ્યક્તિએ માત્ર ગુજરાતી ભાષાને પોતીકી જ બનાવી નથી, પણ ભારતીય સંસ્કારોને ઘણા સારી રીતે સમજ્યા છે અને સમજાવ્યા છે. મારા જેવા ઘણાને યુવાનીમાં તેમના લેખોએ જીવનનું અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે. તેમને મારો આ બ્લોગ સાદર અર્પણ કરતાં મને અત્યંત આનંદ થાય છે.

  –     આ એક બહુ જ મોટું કાર્ય મેં ઉપાડ્યું છે. પણ આપણા સાહિત્યકારોને આપણે નેટ ઉપર સન્માનિત કરવા હોય અને તેમને માટે ગુજરાતી વાચકોને માહિતગાર કરવા હોય તો આ એક મદદગાર સ્થળ બની રહેશે તેવી મને આશા છે.”

       હવે થોડુક આ પ્રવૃત્તિ કેમ હાથ ધરી તે વિશે. મને કવિતા વાંચવી ગમે. વાંચતાં હંમેશ એમ થાય કે, આ કવિને આવો વિચાર આવે છે અને મને કેમ નથી આવતો? ! વળી એમ પણ વિચાર આવે કે, આ લોકોનું જીવન કેવું હશે? મારી પાસે ‘ગુર્જર સાહિત્ય’ ની ચોપડીઓનો સેટ હતો.તેમાં દરેક ચોપડીની પાછળ તે લેખકની જીવનઝાંખી અહીં આપીએ છીએ તેવા જ લગભગ બીબામાં આપેલી હતી. ઇતિહાસ અને જીવનચરિત્રો વાંચવા આમે ય મને ગમે. તરત જ બીજો વિચાર આવ્યો કે આ બધાને વહેંચું તો?  નવી નવી શરુ કરેલી બ્લોગીંગની પ્રવૃત્તિને કારણે આ વિચાર આવ્યો. અને તરત જ તેનું અમલીકરણ કર્યું. અને ફાધર વાલેસ મારા છાપે ચઢી ગયા !તેમની વેબ સાઇટ પરથી તેમનો સમ્પર્ક સાધ્યો અને તેમના ખુદના આશિર્વાદ પણ મને સાંપડ્યા.

         આજથી સાત દિવસ પછી, એ ઘટનાને એક વર્ષ પૂરું થશે.

          તે દિવસે હું એકલો આ કામ ખભે લઇને નીકળ્યો હતો. આજે અમે સાત જણ આ કામમાં યોગદાન આપી રહ્યા છીએ. આજની તારીખમાં 263  જીવનઝાંખી આ બ્લોગ પર આકાર લઇ ચૂકી છે. તમારા બધાના સહકાર અને પીઠબળ વગર આ શક્ય ન બન્યું હોત. અમે આપ સૌએ પાઠવેલા પ્રતિભાવોથી અભિભૂત છીએ અને આપના અંતઃકરણપૂર્વક ઋણી છીએ.  

          આ પ્રસંગને અનુરૂપ એક વિશિષ્ઠ સપ્તાહનું આયોજન અમે કર્યું છે. આજથી શરુ કરીને સાત દિવસ સુધી દરરોજ એક સ્ત્રી – સારસ્વતની જીવનઝાંખી અહીં આપવામાં આવશે. આજની જીવનઝાંખી અમારી તંત્રી ટોળીના સૌથી યુવાન ( એટલે કે સૌથી છેલ્લા જોડાયેલા મિત્ર) શ્રી જય ભટ્ટે આપેલી છે – સુરતના સમર્થ વાર્તાકાર બહેનશ્રી હિમાંશી શેલત  ની …… 

          આજથી આઠમા દિવસે ગુજરાતી નેટ  વાચકોને અમે થોડીક ખાસ આશ્ચ્રર્યકારી ભેટ  આપીશું.

-   અમીત પીસાવાડીયા, ઉર્મીસાગર, જય ભટ્ટ, જયશ્રી ભક્ત, જુગલકીશોર વ્યાસ,  સુરેશ જાની, હરીશ દવે………       

Blog at WordPress.com.