પ્રેરક વાક્ય
‘ જીવો અને જીવવા દો. ‘
” અમારો વેપાર ખાલી હોલસેલ નથી, રીટેઇલીંગ પણ છે ને અમારી પોતાની ફેક્ટરીમાં પણ બનાવેલો છે. “
- પોતાનાં સર્જનો માટે હળવી શૈલીમાં
_________________________________________________________________
સમ્પર્ક - 161, 16મો માળ, મોનાલીસા, બમનજી પીટીટ રોડ , મુંબાઇ – 400 036
જન્મ
- 23 જુન - 1938 ; મુંબઇ
- મૂળ વતન – જામનગર
કુટુંબ
- માતા – લીલાવતી: પિતા – ગુણવંતરાય આચાર્ય ; નાની બહેન - વર્ષા અડાલજા ( બન્ને જાણીતા લેખક )
- પતિ - ડો. આરબ મહેતા ( લગ્ન – 1964) ; પુત્ર - સલિલ ; પુત્રી - સોનાલી.
અભ્યાસ
- 1958 – મુંબઇ ની રામનારાયણ રૂઇઆ કોલેજમાંથી બી.એ.
- 1960 - ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ.
વ્યવસાય
- 1960-67 – રુઇયા કોલેજમાં અધ્યાપક
- 1971 થી – મુંબાઇની સેંટ ઝેવીયર્સ કોલેજમાં પ્રાધ્યાપક
જીવનઝરમર
- બાળપણમાં ‘બકોર પટેલ’ તેમનું પ્રિય પાત્ર , પી.જી વુડહાઉસ પ્રિય લેખક
- કારકિર્દીના પ્રારંભથી કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપિકા
- ત્રણ ભાષા ઉપરાંત મરાઠી જાણે છે
- પ્રથમ મૌલિક કૃતિ – ત્રિકોણની ત્રણ રેખાઓ
- વાંચન, લેખન અને પ્રવાસનો શોખ
- નાટક અને ટી.વી સિરિયલોમાં અભિનય કર્યો છે.
- પંદર જેટલા વિદેશ પ્રવાસ
- પિતા પ્રેરણામૂર્તિ
શોખ
રચનાઓ - 20 પુસ્તકો
- નવલકથા -અને મૃત્યુ, રાધા, થીજેલો આકાર, એક હતા દિવાન બહાદુર, બત્રીસ પૂતળીની વેદના, એક સાંઝ, વારસદાર, પાંચ પગલાં પૃથ્વી પર, વિયેનાવૂડ્ઝ ( આ બધી કૃતિઓને પુરસ્કારો પ્રાપ્ત થયા છે.), નાગ પરીક્ષા,ત્રિકોણની ત્રણ રેખાઓ, આવતી કાલનો સૂરજ,
- વાર્તાસંગ્રહ – એક સિગરેટ એક ધૂપસળી *,
- પરિચય પુસ્તિકા - આના કેરેનિના
સન્માન
- ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર *
- ગુજરાતી સાહિત્ય પરિષદના પુરસ્કારો
સાભાર
- પરિચય પુસ્તિકા – પરિચય ટ્રસ્ટ.
- સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
- ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2
[...] પિતા – ગુણવંતરાય આચાર્ય ; માતા – નીલાબેન ; બહેન – ઇલા આરબ મહેતા [...]
Pingback by વર્ષા અડાલજા, Varsha Adalaja « ગુજરાતી સારસ્વત પરિચય — May 21, 2007 @ 11:10 pm |
She is wonderful
Comment by pravinash1 — May 23, 2007 @ 9:28 am |
[...] # ઇલા આરબ મહેતા [...]
Pingback by અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય — June 20, 2007 @ 9:28 am |
i have worked for serial parki thapan, right now iam making a serial for etv gujarati, iam interested in making a serial on one of your beautiful stories, pls get in touch on my mail and give me a call on 9322595670
sanjay goda.
Comment by sanjay goda — February 26, 2009 @ 1:59 am |