ગુજરાતી સારસ્વત પરિચય

May 28, 2007

માધવ રામાનુજ, Madhav Ramanuj

madhavramanuj.jpgઅંદર તો એવું અજવાળું, અજવાળું.
સળવળતી હોય આંખ જેને જોવાને,
એ મીંચેલી આંખે ય ભાળું.

(વાંચો: કાવ્યરસાસ્વાદ )

“એક ક્ષણ જો યુધ્ધ અટકાવી શકો -
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં.”

એક એવું ઘર મળે આ વિશ્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !

આપણે તો ભૈ રમતારામ !
વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ.

રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો,
વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો.

mr_hand_writting.jpg

વધુ રચનાઓ: - 1 - : - 2 - : - 3 - : - 4 -

# સાંભળો - પાસપાસે તોયે   - માળામાં ફરક્યું વેરાન -

# તેમની રચનાઓ વિશે

_______________________________________________________________________
જન્મ

  • 22 - એપ્રિલ, 1945 ; પચ્છમ તા.ધંધુકા, જિ. અમદાવાદ

કુટુમ્બ

  • માતા - ગંગાબા; પિતા - ઓધવજી દયારામ( જાણીતા વૈદ્ય)
  • પત્ની - લલિતા- (સંગીત વિશારદ) પુત્રીઓ - દીપ્તિ (સંગીત શિક્ષિકા); નેહા - લેક્ચરર, ફાઈન આર્ટ્સ, સી.એન. વિદ્યાલય,

અભ્યાસ

  • શાળા શિક્ષણ - પચ્છમ, અમદાવાદ, સાદરા તથા ‘ લોકશાળા ગ્રામભારતી’
  • 1973 - ‘કમર્શિયલ આર્ટ’ વિષયમાં ડિપ્લોમા - સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ, અમદાવાદ.

વ્યવસાય

  • 1969 - અખંડ આનંદના તંત્રી વિભાગમાં
  • 1971 - કુમાર કાર્યાલય
  • 1969 -70 - વોરા પ્રકાશન સંસ્થા
  • 1970 -73 - આર.આર. શેઠની કંપનીમાં મુખપૃષ્ટચિત્રોના કલાકાર
  • 1973 થી - સી.એન. ફાઈન આર્ટ્સકોલેજમાં અધ્યાપક
  • પ્રિન્સિપાલ ( ઉપર મુજબ)
  • 2004 થી - સર્વોચ્ચ અધિકારી, ડીપાર્ટમેન્ટ ઓફ હ્યુમન રીસોર્સ, શ્રીમતી જી.આર. દોશી અને શ્રીમતી કે.એમ.મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડીસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર ( IKDRC)તથા ડૉ.એચ.એલ.ત્રિવેદી ઈન્સ્ટીટ્યુટ ઓફ ટ્રાંસ્પ્લાંટેશન સાયન્સીઝમાં ન

જીવનઝરમર

  • અનેક સમારંભોમાં સંચાલન, કવિમુશાયરાઓ-ડાયરાનું સંચાલન
  • અમદાવાદ દૂરદર્શન માટે ‘રેવા’ નામક નાટકમાં કથા, પટકથા, ગીતોની રચના
  • અનેક ગુજરાતી ફિલ્મો માટે ગીતોની રચના
  • અનેક ક્ષેત્રોના મહાનુભાવોના જાહેર ઈંન્ટર્વ્યૂ લેનાર, મોરારિબાપુનો સળંગ આઠ કલાકનો ઈન્ટરવ્યુ
  • ગુજરાત સમાચાર, સંદેશ, જનસત્તા, નૂતન ગુજરાત, જન્મભૂમિ પ્રવાસી, વિ. માં દસેક વર્ષથી વિવિધ વિષયો પર કોલમ રૂપે લેખો.
  • શ્રી ગિરીશ કર્નાડના અધ્યક્ષપદ નીચે રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીના પાંચ વર્ષ સભ્ય
  • લલિતકલા અકાદમી તથા ગુજરાત સંગીત નાટક અકાદમીના બે ટર્મ માટે સભ્ય.
  • ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી પદે આઠ વર્ષ
  • ‘ગાંધર્વ મહાવિદ્યાલય’ ના ચેરમેન તરીકે એક ટર્મ
  • ‘એથિકલ કમિટી ફોર કીડની ટ્રાન્સ્પ્લાન્ટેશન’ ના સભ્ય
  • ‘આયુ ટ્રસ્ટ’ ના મેનેજીંગ ટ્રસ્ટી
  • ઉત્તર બુનિયાદી સંસ્થા ‘ગ્રામભારતી’ ના સંચાલક મંડળમાં કાયમી સભ્ય
  • ચેરમેન, ગુજરાત વિજ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન
  • ‘સાહિત્ય પ્રવાસ’ - લીટરરી એકેડેમી ઓફ અમેરિકાના નિમંત્રણથી 3 માસનો પ્રવાસ
  • નૈરોબી-કેન્યાના પ્રવાસે શ્રી મોરારિબાપુ સાથે

રચનાઓ

  • કાવ્યસંગ્રહો - તમે * , અક્ષરનું એકાન્ત, કલરવના દેશ
  • નવલકથા - પીંજરની આરપાર + (રુબીન ડેવીડના જીવન પર આધારિત) , સૂર્યપુરુષ ભાગ 1-2. ( શ્રી ચીમનભાઈ પટેલના જીવન પર આધારિત.) , કુણાલની ડાયરી , પરોઢિયાના પાલવ ઓથે ( બે વર્તમાનપત્રોમાં ધારાવાહિક રૂપે પ્રકાશિત.)
  • નાટક - અક્ષરનું અમૃત ( પ્રમુખ સ્વામીના જીવન પર આધારિત ) , રાગ-વિરાગ ( ડૉ.એચ.એલ ત્રિવેદીના જીવન પર આધારિત ) , એક હતી રૂપા ( રેડિયો નાટક ) , કીડની વેશ, હૃદયનું હૃદય કીડની, કીડનીદાન જીવનદાન , પ્રત્યારોપણ પ્રેમનું ( કીડની ટ્રાન્સ્પ્લાંટેડ દરદીઓ દ્વારા અનેકવાર ભજવાયેલું ),
  • ભવાઈ વેશ - જસમા , ગુરુ ગણિકા ( સાતમી સદીના ભગવદ અજ્જાકિયા ની મૂળ કૃતિ પરથી.)

સન્માન

  • ગુજરાત સરકારનું ઈનામ *
  • સાહિત્ય અકાદમી તથા સાહિત્ય પરિષદનું ઈનામ +
  • 1974 અને 1999 - દૂરદર્શન તરફથી વર્ષનાં ઉત્તમ ગીતોની રચના માટે ઇનામ
  • 2004 - ‘એકલવ્ય’ લાઇફ ટાઇમ એચીવમેંટ એવોર્ડ

1 Comment »

  1. [...] # માધવ રામાનુજ [...]

    Pingback by અનુક્રમણિકા - મ « ગુજરાતી સારસ્વત પરિચય — June 7, 2007 @ 11:56 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.