પ્રીતિ સેનગુપ્તા, Preeti Sengupta
કોલમ્બસની પાંચસોમી નવવિશ્વ શોધની વર્ષગાંઠ ઊજવવા માટે,
પતિ - પિતા કે કોઈ પુરુષના સંગાથ વગર જ ઉત્તર ધ્રુવ પર
પ્રથમ પગ પ્રસ્થાપિત કરનાર સર્વપ્રથમ ભારતીય સન્નારી
પ્રેરક અવતરણ : મનમાં નિર્ભયતા ને મૂકિત હોય તે જરૂરી છે.
” એક મુસાફરના માર્ગમાં પથ પહોંચાડે છે કેટકેટલે સ્થળે. નદીઓ અને દરિયાઓ પસાર થતાં રહે છે. નકશાના પાના પરના દેશ દેશાવરના ઓળખાતા જાય છે. સરહદો વળોટાતી જાય છે. કિનારા સઘળે આવકારતા જાય છે. પછી પર્વતો રોકતા નથી, જંગલો ડરાવતાં નથી. સુંદર સ્થાનો દ્રષ્ટિમાં પરોવાયાં કરે છે, અને સ્મૃતિપટ પર શાશ્વત ચિહ્નો મૂકતાં રહે છે.”
પોતાની નિજી ઓળખ એ આ રીતે આપે છે :
- મૂળ ભારતીય, થડ ગુજરાતી, શાખા બંગાળી, પાંદડાં અમેરિકન.
- ફૂલ ખીલે તે સમય અને સ્થળ પ્રમાણે રંગરંગના
- વતન અમદાવાદ, વસવાટ ન્યૂયોર્ક અને વ્યવહાર સારી દુનિયા સાથે.
- આચાર પોર્વાત્ય, વિચાર આધુનિક અને વર્તમાન વટેમાર્ગુ જેવું.
- કર્મે લેખક, ધર્મે મુસાફર
# એક કવિતા
_____________________________________________________________
સંપર્ક ચુનીલાલ ચિનાઈ રોડ, ગુલબાઇનો ટેકરો, અમદવાદ-૩૮૦ ૦૦૬
જન્મ
- 17 - મે, 1944, અમદાવાદ
કુટુમ્બ
- મૂળ નામ - પ્રીતિ શાહ
- પતિ- ચંદન સેનગુપ્તા( ન્યુયોર્કમાં લગ્ન)
અભ્યાસ
- સ્નાતક થયા પછી થોડોક સમય અમદાવાદની એચ.કે. આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીનું અધ્યાપન
- અંગ્રેજીમાં એમ.એ. - અમદાવાદ તેમજ ન્યુયોર્કમાંથી
વ્યવસાય
- લેખન, ભ્રમણ, વાંચન, ચિત્ર, છબીકળા.
જીવનઝરમર
- સર્વપ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ - સ્કૂલના સમયમાં પ્રવાસલેખો પ્રગટ થતા.
- અમદાવાદના ટાઉનહોલમાં જ્યૂથિકા રોય સાથે કાર્યક્રમ દરમ્યાન વાર્તા-આલાપ
- સોનામહોર શા ખનકતા સૂરની સ્વામીની “મ્હોર્-દિ” કનિકા બેનર્જી સાથે પ્રીતિએ સમુહગાન કર્યુ છે.
- અમદાવાદમાં રવીન્દ્ર સંગીત અને બંગાળી શીખ્યાં છે.
- હાલ ન્યુયોર્કમાં રહે છે.
- ચીર પ્રવાસી - પતિના ખર્ચે ! - 104 દેશોના પ્રવાસ કર્યા છે.
- ગુરુ , કર્મકાંડ માં શ્રધ્ધા નથી.
- પૂર્વા, દિક્ દિગંત, સૂરજસંગે દક્ષિણ પંથે વગેરે પુસ્તકોથી કીર્તિ મળી
- યાદગાર અકસ્માત - ૧૯૮૯માં એન્ટાર્કટિક સમુદ્રના પાણીમાં વહાણ તુટ્યું, ને ડૂબવા માંડ્યુ.દક્ષિણ ધ્રુવ પ્રવાસમાં જહાજ તૂટી પડતા ટ્રાન્સપ્રેરન્સિઝ, સામાન સમત તણાઈ ગયો, માત્ર પ્રાણ બચ્યો તો પ્રીતિની પ્રવાસપોથી યાદથી અકબંધ રહી શકી.
- ઝાંબિયાના સુવર્ણસદેશ એકાંતની થયેલુ તીવ્ર અનુભૂતિ પછી ટપકાવવા માટે પેન ઉપાડવાનું મન જ ન થાય એ પેલા નિર્ભેળ આંતરિક યાત્રિકના હૈયાની સાક્ષી પૂરે છે,
- આકાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે.
શોખ
- ચિત્ર, સંગીત, બાટીક કામ, ફોટોગ્રાફી, નાટક કરવાનો
રચના - સોળ પુસ્તકો
- કવિતા - ઓ જુલિયેટ, ખંડિત આકાશ, જૂઇનું ઝુમખું
- નિબંધ - કિનારે કિનારે, ઉત્તરોત્તર, મન તો ચંપાનું ફૂલ, ધવલ આલોક ધવલ અંધાર
- પ્રવાસ - ઘરથી દૂરના ઘર, સૂરજ સંગે દક્ષિણ પંથે, દેશ વિદેશ, પૂર્વા, દિગદિગન્ત
- અંગ્રેજી - ત્રણ
સન્માન
- ૧૯૯૩ - ”વિશ્વગુર્જરી” એવોર્ડ
- ગુજરાત સાહિત્ય પરિષદનો પુરસ્કાર
- ગુજરાત સાહિત્ય અકાદમીના ચાર પુરસ્કાર
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
[...] કવિ પરીચય [...]
Pingback by અરણ્ય-રુદન -પ્રીતિ શાહ/સેનગુપ્તા « ઊર્મિનો સાગર — May 29, 2007 @ 4:54 pm
સુરેશભાઈ,
વર્ષોથી પ્રવાસ અંગે તેમના લેખો ન્યુઝ પેપરમાં વાંચ્યા હતાં પણ તેમનાં જીવન વિષે આજે વાંચ્યું. આભાર
Comment by shivshiva — May 29, 2007 @ 11:25 pm
Dear sureshbhai
tame kharekhar gujarat saraswat parichay api ne khoob moti seva kari chhe.atali vividhata computer upar paheli vkhat vanchi. khoob maja aavi. roj ak pachhi ak topik kholi ne besi jaun chhun. gujarati type aavadtu nathi tenu khoob dukha chhe.
jiten mehta
Comment by jiten mehta--- baroda — May 30, 2007 @ 8:05 am
[...] જીવનઝાંખી [...]
Pingback by 17 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર — May 30, 2007 @ 2:59 pm
[...] # પ્રીતિ સેનગુપ્તા [...]
Pingback by અનુક્રમણિકા - પ « ગુજરાતી સારસ્વત પરિચય — June 8, 2007 @ 8:23 am
IS SHE THE GUJARAT COLLEGE STUDENT FROM AHMEDABAD?
MY WIFE SAID,”WE MET HER IN 2006 IN THE MUSIC EVENING with VIBHABEN,RASBHAI DESAI.
Comment by મગજના ડોક્ટર — July 24, 2007 @ 9:21 am
dear sureshbhai
pritisengupta ni books hu varshothi vanchti avi chu,tenathi prerna lai n hu pan ekli pravas karti thai chu.jo temno email ID tamari pase hoy to jaroor thi apsho. te mara role model che, ek sahasik stree ane aajni stree ni olakh che
Comment by meeta — January 18, 2008 @ 6:07 am