ગુજરાતી સારસ્વત પરિચય

May 31, 2007

રવિ ઉપાધ્યાય, Ravi Upadhayay

Filed under: કવિ — સુરેશ @ 2:00 am

ravi_upadhyay.jpgરવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો

મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે.

ગીત છું હું પ્રીતનું, ગીતનો તું સૂર છે
બેઉં મળતાં જીન્દગાની, આપણી સુમધુર છે

# રચનાઓ :      -  1  -  :   -  2  -   

# વેબ સાઇટ

____________________________________________________________________

 જન્મ

  • 26, જુન – 1928 , કડોલી જિ.  સાબરકાંઠા

અવસાન

  • 8, ફેબ્રુઆરી- 2002 મુંબઇ

અભ્યાસ

-

વ્યવસાય

-

જીવનઝરમર

  • બહુ જ નાની વયથી એમની પાસે ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરે સાહિત્ય લગતું સઘળું લખવાની સિધ્ધિ હ્સ્તગત્.
  • થોડા પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી ઘણું વેધક અને અર્થસભર સાહિત્યનું સર્જન એ એમની આગવી વિશિષ્ટતા.
  • સંગીતના જાણકાર અને સારું ગાતા 
  • દેવી અંબામાના પરમ ભક્ત.
  • 1956 - સ્નેહયાત્રા અને 1965 - ભવ ભવના ભેરુ  ન્રુત્યનાટિકાઓ માં લેખક, ગીતકાર અને સંગીતકાર
  • ઓલ ઇંડીયા રેડીયોના માન્યતા પ્રાપ્ત અને અધિકૃત કવિ
  • મુંબઇના સાંસ્કૃતિક જગતમાં એમનું આદરણીય સ્થાન હતું
  • એમની કૃતિઓને ગુજરાતના ખ્યાતનામ સંગીતકારોએ સ્વરબધ્ધ કરી છે અને નામી ગાયકોએ ગાઇ, દેશ-વિદેશમાં ગુંજતી કરી છે.

રચનાઓ

  • કવિતા – ઉરના સૂર
  • નાટક – સ્નેહયાત્રા, ભવ ભવના ભેરુ

સન્માન

  • 1953 – ગરબી “રુમઝુમ પગલે ચાલ્યાં મા’  ને  INT આયોજીત રાજ્યસ્તરીય સ્પર્ધામાં શબ્દલાલિત્ય માટે પ્રથમ પારિતોષિક

1 Comment »

  1. [...] # ‘રવિ’ ઉપાધ્યાય [...]

    Pingback by અનુક્રમણિકા - ર « ગુજરાતી સારસ્વત પરિચય — June 20, 2007 @ 3:58 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.