ગુજરાતી સારસ્વત પરિચય

June 30, 2007

યશવંત મહેતા, Yashwant Mehta

Filed under: નવલકથાકાર, બાળસાહિત્ય — સુરેશ @ 2:00 am

yashwant-mehta.jpg

પ્રેરક અવતરણ
નહિ જ્ઞાનેન સદ્રશં સમર્થમિહ વિદ્યતે

________________________________________________________________________
(more…)

June 29, 2007

જયંત કોઠારી, Jayant Kothari

Filed under: વિવેચક, સંપાદક — સુરેશ @ 2:00 am

jayant-kothari.jpg

પ્રેરક અવતરણ
” સત્ય ખોયું તેણે ખોયું સર્વ.” 
‘We are to the extent that we are truthful’

______________________________________________________________________ (more…)

June 28, 2007

ઉત્તમ ગજ્જર, Uttam Gajjar

Filed under: વ્યાકરણ, સંપાદક — સુરેશ @ 2:00 am

( ઉંઝા જોડણીના આ સમર્થ પ્રચારકના સન્માન તરીકે
આ જીવનઝાંખી ઉંઝા જોડણીમાં આપેલી છે.)

uttam-gajjar_2.jpg

જીવનમંત્ર
‘આજનો દીવસ, આ જીંદગીનો છેલ્લો જ દીવસ છે.’
_____________________________________________________________

સમ્પર્ક    

  • 53–ગુરુનગર, વરાછા રોડ, સુરત–૩૯૫ ૦૦૬
  • ફોન - ( 0261) - 255 3591
  • ઈમેઈલઃ uttamgajjar@hotmail.com 

જન્મ

  • 28 – જુન , 1935 , કડોદ (તા. બારડોલી, જી. સુરત)

કુટુમ્બ

  • માતા – રુક્ષ્મણીબહેન, નીરક્ષ્રર,– 1999માં અવસાન 
  • પીતા – ભગવાનદાસ નરોત્ત્રમદાસ ગજ્જર, બે ધોરણ પાસ, સુથારીકામ–1990માં અવસાન
  • ભાઇ (નાનો) – ઈજનેર, અંકલેશ્વરમાં
  • પત્ની – મધુકાન્તા
  • પુત્રી –પહેલી B.Sc. પરીવાર સાથે ફ્લોરીડામાં, બીજી B.A. પરીવાર સાથે અમદાવાદ;  પુત્ર - એક, પરીવાર સાથે મીસીસીપી, પતી–પત્ની બન્ને ઈજનેર, સ્વતંત્ર ધંધો

અભ્યાસ

  • 1954 -  એસ.એસ.સી. (કડોદ હાઈસ્કુલ)
  • 1957 - સ્નાતક–ગુજરાત વીદ્યાપીઠ
  • 1960 -  ડી.બી.એડ.–રાજપીપળા

વ્યવસાય

  • 1957-60 – શીક્ષક– ઓરણા હાઈસ્કુલ– તા.કામરેજ
  • 1960-65 –શીક્ષક–ગલીયારા હાઈસ્કુલ–કઠોર
  • 1965-93 – શીક્ષક–એમ.ટી.બી.(ટેક.) હાઈસ્કુલ, સુરત

જીવન ઝરમર

  • પ્રત્યક્ષ શીક્ષણકાર્યમાં જ વીશેષ રસ.  તેથી આચાર્ય બનવાનું ટાળતા રહ્યા, છતાં એક–દોઢ વરસ ઈન્ચાર્જ આચાર્ય તરીકેની જવાબદારી નીભાવવી પડી
  • શાળા જીવનમાં ભાષા, સાહીત્ય, સંગીત, વ્યાયામ, વાચનમાં ઊંડો રસ અભ્યાસેતર વીવીધ પ્રવૃત્તીઓના આયોજનમાં–સભા સંચાલનમાં રુચી.
  • ‘શુદ્ધજોડણી શીક્ષણ’ માટે અનેક સેમીનાર અને કાર્યશીબીરો કર્યાં.
  • ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં, સરકારનીયુક્ત અભ્યાસક્રમ સમીતીના સભ્ય તરીકે
  • ગુજરાતીનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં–પ્રશ્નપત્રોનાં નવાં માળખાં તૈયાર કરવામાં લાંબો સમય હીસ્સેદારી રહી
  • મુળથી જ રેશનલ અભિગમ, જીવનના દરેક ક્ષેત્રનાં પ્રચલીત રુઢી–રીવાજોને શંકાની નજરે ચકાસી, હીતકારી જણાય તો જ તે આચરવાનું વલણ
  • 1993 સુધી -  વીદ્યાપીઠીય સાર્થજોડણીના ચુસ્ત સમર્થક, પણ ડૉ.દયાશંકર જોશી, શ્રી. રામજીભાઈ પટેલ અને સ્વ. જયંત કોઠારીનાં પુસ્તકોના વાચન, સતત સંપર્ક અને ચર્ચાથી સમુળું વીચાર–પરીવર્તન, ત્યારથી જોડણીપરીવર્તન કરવા–કરાવવાની દીશામાં દોડતા રહેવામાં પાછું વાળી જોયું નથી
  • 1999ના જાન્યુઆરીની 9-10 તારીખે ઉંઝા મુકામે પ્રથમ અને સફળ જોડણીપરીષદમાં લેખનમાં એક જ ‘ઈ–ઉ’ રાખવાનો ઠરાવ થયા બાદ સઘળો સમય, શક્તી, તન–મન–ધન સઘળું, તેને યથાશક્તી સફળ કરવા–કરાવવામાં સમર્પીત
  •  સ્વાધ્યાય, સંગીત, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય, વ્યાયામ, મીત્રો સાથે મીઠી ગોષ્ઠીમાં આનંદ
  • 1999 - ભાષાપ્રેમી શ્રી રતીલાલ ચંદરયાના પરીચયમાં આવ્યા 
  • 2005 - ગાંધીનગરના સ્નેહી બળવંતભાઈ પટેલ સંગાથે ‘સન્ડે ઈમહેફીલ’ની સાપ્તાહીકી પ્રવૃત્તી શરુ કરી - 5,500 જેટલા વાચકો સંગાથે આ યાત્રા અવીરતપણે ચાલુ છે
  • વીદેશપ્રવાસ -  પાંચ–છ વાર ઇન્ગ્લેન્ડ, અમેરીકા જવાનું બન્યું. બન્ને દેશોમાં ત્યાંનાં બાળકોને શની–રવી ગુજરાતી શીખવવાનું માનદ્ કામ 
  • માનવધર્મના ચુસ્ત હીમાયતી - પ્રચલીત અર્થમાં સાવ નાસ્તીક
  • નાની વયથી જ નીસર્ગોપચાર અવલંબીત અને શ્રમયુક્ત જીવનશૈલી, તેથી ઘડપણે વળગતા લાડીલા રોગોની મૈત્રી કે દવા વીના સાદા શ્રમયુક્ત વ્યાયામ, યોગાસનો અને પ્રાણાયમથી નીજાનંદે મસ્ત અને સ્વસ્થ 

રસના વિષયો

  • ગુજરાતી ભાષા–સાહિત્ય
  • શાસ્ત્રીય સંગીત, ગઝલો, (ગુલામ અલી, જગજીતસીંઘ સૌથી વધારે પ્રીય)

રચના

  • વ્યાકરણ - શુદ્ધલેખન, જોડણીની ખોદણી
  • સંપાદન ( અન્ય લેખકો સાથે )  -   ‘મધુપર્ક’ ( પ્રા. રમણલાલ પાઠકના લેખોનો સંગ્રહ ) ; ગુજરાતી લખાણ માટે એક જ ‘ઈ–ઉ’ બસ છે ; કોમ્પ્યુટરની ક્લીકે – ગુજરાતીની પહેલી ડીજીટલ ડીક્ષનેરી 

June 27, 2007

જયંતિ મ. દલાલ , Jayanti M. Dalal

jayanti-dalal_1.jpg

પ્રેરક વાક્ય
‘ જિંદગી જીવ્યાનો સંતોષ પામશું તો જ મૃત્યુ મહોત્સવ બનીને મહેકતું રહેશે.’

‘ભવાટવિની વાટે’ વિચરતા ‘એક્રિલીકે આઝમ’ – રાધેશ્યામ શર્મા

‘સુખનો સૂરજ ઉગ્યો – એક્રિલીકનો.’ – કાર્ટૂનિસ્ટ ‘રૂપમ્’

‘એક્રિલીક મારું ધબકતું હૃદય છે , તો સાહિત્ય એ મારો પ્રાણવાયુ છે. જિંદગીના અંતે મા સરસ્વતીના ખોળે શાશ્વત નિદ્રામાં પોઢી જવનું મને બહુ ગમશે. ‘

વેબ સાઇટ

# તેમની એક વાર્તા

_____________________________________________________________________

સમ્પર્ક        103, Anuradha,   Irla Bridge, S. V. Road,  Andheri (West),  Mumbai - 400 058.

ઉપનામ

  • જયરાજન

જન્મ

  • 28, ડીસેમ્બર – 1935; કપડવંજ , જિ. ખેડા

કુટુમ્બ

  • માતા – ચંપાબેન; પિતા – મણિલાલ સોમાલાલ ; ભાંડુ – ચાર ભાઇ , ચાર બહેન
  • પત્ની – વસુમતિ (લગ્ન – 195 8) ; પુત્ર – રાકેશ, તેજસ; પુત્રી – નેહા ઠક્કર

અભ્યાસ

  • માધ્યમિક – ઉમરેઠની જ્યુબીલી સ્કુલમાંથી
  • 1958  - બી.એસ.સી. – રુઈયા કોલેજ , મુંબાઇ યુનિ.

વ્યવસાય

  • શરુઆતમાં ત્રણ વર્ષ ખાનગી કમ્પનીમાં નોકરી
  • 1962- 1975   ભાગીદાર સાથે પ્લાસ્ટીકનું કારખાનું
  • 1975 થી - પોતાના કારખાના ‘સુપર ઇન્ડસ્ટ્રીઝમાં’ પ્લાસ્ટીક અને પછી એક્રિલીક ફર્નીચરનું ઉત્પાદન( આખા દેશમાં પ્રથમ ઉત્પાદક)

                                                          jayanti_dalal_11.jpg

જીવનઝરમર

  • અભ્યાસકાળથી જ સાહિત્યવાચનનો રસ
  • 17 વર્ષની ઉમ્મરે ‘ફૂલ અને કાંટા’ લઘુ નવલ લખી – જેનું ટીવી રૂપાંતર થયું છે.
  • તેમનો પ્રથમ અપંગ પુત્ર સ્વ. અમીત જન્મ સાથે જ સેરીબ્રલ પાલ્સીથી પીડાતો હતો.
  • તેમની નવલકથા પરથી ‘આનંદ’ નામની ટી.વી. સીરીયલ બની છે.
  • તેમની નવલકથાઓ સૌરાષ્ટ્ર સમાચાર, જયહિંદ, સમકાલીન વિ. દૈનિકોમાં ધારાવાહીક રીતે આવી છે.
  • તેમની રચનાઓના અંગ્રેજીમાં અનુવાદ થયા છે.
  • આકાશવાણી પર અનેક કાર્યક્રમો આપ્યા છે.
  • વિશ્વ ગુજરાતી સમાજ , અમદાવાદની મેનેજીંગ કમીટીમાં સભ્ય
  • ગુજરાતી સાહિત્ય પરિષદના ચાલીસ વર્ષથી સભ્ય
  • વર્ણાશ્રમ વ્યવસ્થા અને પાઠપૂજામાં માને છે.
  • તેમના એક્રિલીક ફર્નીચરના શોરુમનું ઉદ્ ઘાટન દિલીપકુમારે કર્યું હતું.
  • ACRYPLAST -97 પ્રદર્શન/ સેમીનારના મુખ્ય આયોજક
  • સ્મોલ સ્કેલ એક્રિલીક પ્લાસ્ટીક પ્રોડક્ટ મેન્યુ. એસો. ના સ્થાપક પ્રેસીડેન્ટ
  • ઓલ ઇન્ડીયા પ્લાસ્ટીક મેન્યુ. એસો. ના માજી વાઇસ પ્રેસીડેન્ટ
  • 1988 – ભારત સરકારની ઉદ્યોગ મીનીસ્ટ્રીની એક્રિલીક ફર્નીચર માટેની કમીટીના સભ્ય
  • સંપાદક – 1980-2000 પોરવાડ બંધુ
  • ક્લા ગુર્જરી -1992-96 અને ક998- 2000 એક્રિલીક ન્યુઝ – 1996 – 97
  • વિદેશ પ્રવાસ – 1978- મીડલ ઇસ્ટ ; 1979 – યુરોપ; 1985- યુરોપ. અમેરીકા; 2005- યુરોપ, અમેરીકા, કેનેડા

શોખ

  • હાર્મોનીયમ વાદન
  • એક્રિલીક કલાકૃતિઓ, પ્રવાસ

રચનાઓ – 20 ઉપરાંત પુસ્તકો

  • વાર્તા – જયંતિ દલાલની પ્રતિનિધિ વાર્તાઓ , સૂર સામ્રાજ્ઞી, વંટોળિયો, પોસ્ટમેન
  • નવલકથા – અંગે ઓઢી અગન પિછોડી, આંખને સગપણ આંસુનાં , મૃગજળના ધોધ, શૂન્યના સરવાળા, સુખનો સૂરજ ઊગશે?
  • જીવનકથા- ‘ભવાટવિની વાટે’ - તેમના જીવન વિશેની કથા
  • સંપાદન – આયખું

સન્માન

  • એ.આર. ભટ્ટ એન્ટરપ્રેન્યોર શીપ એવોર્ડ
  • 1996 -યુનાઇટેડ રાઇટર એસો. ચેન્નાઇની ફેલોશીપ
  • 1997 -વિશ્વ લાઇફ ટાઇમ એચીમેન્ટ એવોર્ડ – અમેરીકન બાયોગ્રાફીકલ ઇન્સ્ટીટ્યુટ
  • હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડીયા – નડીયાદ નો કનૈયાલાલ મુન્શી એવોર્ડ

June 26, 2007

જગદીશ ત્રિવેદી, Jagdish Trivedi

Filed under: કવિ — સુરેશ @ 2:00 am

jagdish-trivedi.jpg

પ્રેરક અવતરણ
“તમારા કામને બોલવા દો.”

“ફૂલનો ગુચ્છો લઈને,
એક ડાળી પાતળી
રોજ બારીમાં રહે છે ઝૂમતી
આ હાથ ફેલાવું અને
આવી પડે.”

રચનાઓ   :     -  1  -    :     -   2   -

______________________________________________

સંપર્ક – બી-3, ક્ષમા ફ્લેટસ, ઈશ્વરભવન પાસે, નવજીવન પોસ્ટ, અમદાવાદ – 380 014

જન્મ

  • 6 જુલાઈ 1928. બાલાસિનોર

કુટુંબ

  • માતા – નર્મદાબહેન, પિતા – લક્ષ્મીશંકર
  • પત્ની – ચંદનબહેન( લગ્ન 1967 ) ; સંતાન – એક પુત્રી

અભ્યાસ

  • દસમા ધોરણ સુધી

વ્યવસાય

  • કિશનસિંહ ચાવડાના વડોદરા પ્રેસમાં નોકરી
  • ત્યાર પછી અમદાવાદ નવજીવન પ્રેસમાં નોકરી

જીવનઝરમર

  • વર્ષો સુધી વડોદરા રહ્યા
  • કિશનસિંહ ચાવડાએ જગદીશભાઈને નાનો ભાઈ ગણી સુખ-દુ:ખમાં સાચવ્યા.
  • “સંસ્કૃતિ” સાથે સંલગ્ન થવાથી ઉમાશંકર જોશી સાથે ઘનિષ્ટ સંબંધ.
  • કવિના લગ્ન ગટુભાઈ ધ્રુના બંગલે થયા. ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, સ્નેહરશ્મિ, રાધેશ્યામ શર્મા, યશવંત શુકલ આદિ દિગ્ગજોની હાજરીમાં લગ્ન. લગ્નનું રિસેપ્શન પન્નાલાલ પટેલના બંગલે
  • પાઠ, પૂજા, ગુરુ અને ઇશ્વરમાં સમ્પૂર્ણ વિશ્વાસ
  • સર્વપ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ -  “જગતકાવ્યસર્જકને”.
  • પ્રતિષ્ઠિત કૃતિઓ – પ્રભુ જાણે કાલે, કેમે કર્યો આ હાથ, શોધ

રચનાઓ

  • કાવ્યસંગ્રહ – હરિચંદન

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – 3, શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
  • ગુજરાતી સાહિત્યકોશ ખંડ 2 (ગુજરાતી સાહિત્ય પરિષદ)
Next Page »

Blog at WordPress.com.