પ્રેરક વાક્ય
મને જ ફરી અવતરવું ગમે, બાકી ક્વોટેશનનાં પુસ્તકો તો ઘણાં છે.
“ ને સમય તો
પડ્યો રહ્યો છે શ્લથ, અલસ, નિદ્રાવશ
બે પથ્થરો વચ્ચે પડી રહેલી ગરોળીની મીંચાયેલી આંખમાં “
“ઇલ નામની વિશિષ્ઠ માછલી ભલે આખું જીવન પસાર કરે વિશાળ સમુદ્રમાં, પણ ઇંડાં મૂકવા તો પાછી ફરે વતનના મીઠા શાંત જળમાં ! કેન્દ્રમાં તો છે કવિનું નિજી એકાંત જ્યાં શબ્દરૂપો ક્ષણે ક્ષણે નવતા પ્રાપ્ત કરે છે.”
“ ટેપ પર બહાર તો રેકોર્ડ કરતો ગયો, પણ અંદર પણ રેકોર્ડીંગ થતું ગયું.”
# તેમની એક કવિતાનો અંગ્રેજીમાં અનુવાદ ( જુઓ – પાનું – 75)
____________________________________________________________________
સમ્પર્ક એલ-6, સ્વાતંત્ર્ય સેનાની નગર, નવા વાડજ, અમદાવાદ – 380 013
જન્મ
- 24, માર્ચ – 1954, બરવાળા , રાજકોટ
કુટુમ્બ
- માતા- ભાનુમતી; પિતા- રમેશચંદ્ર
- પત્ની- કલ્પના(પી.એચ.ડી. –એક્સપેરીમેન્ટલ બાયોલોજી); પુત્રો – કાર્તિકેય , તન્મય
અભ્યાસ
- પી.એચ.ડી. – –એક્સપેરીમેન્ટલ બાયોલોજી
વ્યવસાય
- આકાશવાણી રાજકોટ, અમદાવાદ – પ્રોગ્રામ એક્ઝીક્યુટીવ
જીવનઝરમર
- પ્રથમ કવિતા ’ન પ્રવાસી, ન ગૃહવાસી’ – નિરંજન ભગતના ‘સાહિત્ય’ ત્રૈમાસિકમાં છપાઇ હતી.
- હાઇકુના અભ્યાસી, મોટેભાગે અછાદસ રચનાઓ
- અકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે !
- દેશ પરદેશના ઘણા કવિઓ સાથે સત્સંગ કર્યો છે.
- ભારતમાં ઘણો પ્રવાસ કર્યો છે
- ગુરુ કોઇ થાય તે ગમતું નથી, ઇશ્વર વિષે નક્કી નથી
- વર્ણાશ્રમની વાહિયાત ગણે છે.
શોખ
- ચિત્રકામ, સંગીત રખડવાનો
રચનાઓ
- કવિતા – જળની આંખે, જા તિસ્મર
લાક્ષણિકતાઓ
- કવિતામાં લાગણીવેડાના વિરોધી
સન્માન
- જયંત પાઠક પુરસ્કાર, બ.ક.ઠા. પુરસ્કાર, ઉશનસ્ પુરસ્કાર
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)