ગુજરાતી સારસ્વત પરિચય

June 5, 2007

ભાનુપ્રસાદ ત્રિવેદી, Bhanuprasad Trivedi

Filed under: કવિ, નવલકથાકાર, નાટ્યકાર — સુરેશ @ 2:00 am

bhanuprasad-trivedi.jpg” લાગણીઓનું ધણ આ આવ્યું ખીલે પાછું સમીસાંજરે.
     ખડાં થઇ ગ્યાં સ્મરણ- વાછરું; અરે ક્યારનાં ભાંભરે.”  

“ માનવી પાસે આંસુ સિવાય બીજો કયો વૈભવ છે?”

“ અને હાળું આ જમણા હાથને જ ભગવાને ઝાલ્યો છે. ભગવાન મારો વિલન છે, એ તો ખબર છે ને? ”

“ભાનુભાઇએ સિધ્ધિને તાગી છે અને કેટલાંક નવાં ક્રિયાપદો આપ્યાં છે.” – ઉ.જો.

_________________________________________________________________________ 

સમ્પર્ક  - ‘શાલવન’ 6- વિરાટનગર સોસાયટી, સેક્ટર – 23, ગાંધીનગર – 382 023

જન્મ

  • 16, જાન્યુઆરી- 1931 ; વાવોલ , જિ. ગાંધીનગર

કુટુમ્બ

  • માતા – નાથીબા; પિતા- ભોળાનાથ
  • પત્ની- કાન્તાબેન ( લગ્ન – 1948 – રૂપાલ) ; સંતાન – બે

અભ્યાસ

  • 1949 – મેટ્રિક
  • 1955 – બી.એ. ( ગુજરાતી, સંસ્કૃત)
  • 1967 - એમ.એ. ( ગુજરાતી, સંસ્કૃત)
  • બી.એડ

વ્યવસાય

  • 1955- 62 ઉ.ગુજરાતના લીંચ અને ખેરવામાં શિક્ષક
  • 1962-63 સાબરકાંઠાના ચિત્રોડાની શાળામાં આચાર્ય
  • 1963-69 ઉ.ગુજરાતની પ્રતાપનગર હાઇસ્કૂલના આચાર્ય
  • 1970 થી ગુજરાત લો સોસાયટી, અમદાવાદની કોલેજમાં અધ્યાપક

જીવનઝરમર

  • ત્રણ ભાષા ઉપરાંત સંસ્કૃત જાણે છે.
  • પ્રથમ પ્રકાશિત કૃતિ – ‘પ્રશ્નાર્થ શો’ કાવ્ય ‘કુમાર’માં
  • આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે.
  • તેમની ઘણી કવિતાઓ પાકિસ્તાનમાં અને ઇટાલીમાં અનુવાદિત થયેલી છે.

શોખ

  • હાર્મોનીયમ, ઢોલક, બંસી વગાડે છે
  • વોલીબોલ, ક્રિકેટ, બેડમિંગ્ટન, ટેનિસ રમે છે.
  • અનેક હોબી વાળા માણસ – રમત ગમત, તરવું, પર્વતારોહણ, ઢોરાં ચારવા(!), મઠ વાઢવા,રમકડાં બનાવવાં, નોરતામાં ઢોલ ઢબુકાવવા, દેશી દવાઓના નુસખા વિ. વિ.

રચના – 6 પુસ્તકો

  • કવિતા – અલસગમના, સંગ
  • નાટક – મોમેન્ટ ( છ એકાંકીઓ) *
  • નવલકથા – શેષપાત્ર+, એક હતું અમદાવાદ, શાલવન+

લાક્ષણિકતાઓ

  • તળપદી, ઘરગથ્થુ, વાસ્તવને યથાતથ તાદૃશ કરતી રચનાઓ

સન્માન

  • * રાજ્ય સરકારનો પુરસ્કાર
  • + ક્રિટીક્સ એવોર્ડ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
  • ગુજરાતી સાહિત્યકોશ - ખંડ -2

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.